OMG

આ છે 5 ટીવી કલાકારો જેને ભાઈ-બહેનનો રોલ કરતા કરતા થઇ ગયો પ્રેમ, અમુકે તો લગ્ન પણ કરી લીધા

આવનારી 3 ઓગસ્ટના રોજ ભાઈ-બહેનના એવા પવિત્ર તહેવાર રક્ષાબંધનની ઉજવણી પુરા દેશમાં કરવામાં આવશે. એવામાં આ ખાસ મૌકા પર આજે અમે ટીવી જગતના એવા કલાકારો વિશે જણાવીશું જેને સીરિયલમાં ભાઈ-બહેનનો રોલ કરતા કરતા અસલ જીવનમાં એકબીજા સાથે પ્રેમ થઇ ગયો અને લગ્ન પણ કરી લીધા.

1. અદિતિ ભાટિયા-અભિષેક વર્મા:
‘યે હૈં મોહબ્બતેં’ ની અભિનત્રી દિવ્યાંકા ત્રિપાઠીની ઓન સ્ક્રીન દીકરીનો રોલ પ્લે કરનારી અદિતિ ભાટિયા આ જ સીરિયલમાં પોતાના ભાઈનો રોલ પ્લે કરી રહેલા અભિષેક વર્મા સાથે પ્રેમ કરી બેઠી હતી. બંન્ને ચુપચાપ એકબીજાને ડેટ કરી રહ્યા હતા, સોશિયલ મીડિયા પર પણ બંન્ને તસવીરો શેર કરતા હતા. જો કે અમુક સમય પછી એવી ખબર આવી હતી કે બંન્ને વચ્ચે બ્રેકઅપ થઇ ગયું છે.

2. અમન વર્મા-વંદના લાલવાની:
અમન વર્મા અને વંદનાની મુલાકાત સિરિયલ ‘શપથ’ના સેટ પર થઇ હતી. આ જ શો માં બંન્નેએ ભાઈ બહેનનો કિરદાર નિભાવ્યો  હતો. એકબીજા સાથે બે વર્ષ સુધી ડેટ કર્યા પછી લગ્ન કર્યા હતા. આ જોડી બિગ-બૉસમાં પણ સાથે જોવા મળી ચુકી છે.

3.શોએબ ઈબ્રાહીમ-દીપિકા કક્ક્ડ:
શોએબ અને ઈબ્રાહીમની મુલાકાત ટીવી સિરિયલ ‘સસુરાલ સીમર કા’ ના સેટ પર થઇ હતી. ધીમે ધીમે દોસ્તી પ્રેમમાં બદલાઈ ગઈ અને લગ્ન કર્યા. જો કે સિરિયલ ‘કોઈ લૌટ કે આયા હૈં’ માં બંન્ને ભાઈ-બહેનના કિરદારમાં જોવા મળ્યા હતા. દીપિકા બિગ બૉસની વિનર પણ રહી ચુકી છે.

4. રોહન મેહરા-કાંચી સિંહ:
‘યે રિશ્તા ક્યાં કહેલાતા હૈં’ ના કલાકારો રોહન મેહરા અને કાંચી સિંહએ સીરિયલમાં ભાઈ-બહેનનો રોલ પ્લે કર્યો હતો. બંન્ને આ શો ના દરમિયાન જ એકબીજાને ડેટ કરવા લાગ્યા હતા, જેના પછી તેના પ્રોડ્યુસરે સ્પષ્ટ જણાવી દીધું હતું કે તેના રિલેશનની અસર સિરિયલની ઇમેજ પર પડી શકે છે. જેના અમુક જ સમય પછી કાંચીએ આ શો છોડી દીધો હતો.

5.રિંકુ-કિરન:
એકતા કપૂરનો સુપરહિટ ટીવી શો ‘કહાની ઘર ઘર કી’ માં રીન્કુ અને કિરણે ભાઈ બહેનનો કિરદાર નિભાવ્યો હતો. ભાઈ-બહેનનો રોલ કરતા કરતા બંન્નેને અસલ જીવનમાં પ્રેમ થઇ ગયો અને વર્ષ 2001 માં બંન્નેએ લગ્ન કર્યા હતા, જો કે જેના અમુક સમય પછી બંન્ને અલગ થઈ ગયા હતા.