આ મહાન અભિનેતાએ નોકરાણી સાથે રંગરેલિયા માનવેલા…પછી જે થયું
બોલીવુડના ઘણા અભિનેતા વિવાદોમાં ઘેરાયેલા રહેતા હોય છે, તેમના જીવનમાં પણ ઘણી એવી ઘટનાઓ બની હોય છે જેને તે દબાવી દેવા માંગતા હોય છે, છતાં પણ તે કોઈને કોઈ રીતે બહાર આવી જ જાય છે. એવી જ એક ઘટના બોલીવુડના દિગ્ગજ અભિનેતા ઓમપુરી સાથે બની હતી. જેના વિશે જાણીને તમે પણ એક ક્ષણ તો વિચારમાં પડી જશો.

બોલીવુડના ખ્યાતનામ અભિનેતામાંથી એક ઓમપુરીએ પોતના શાનદાર અભિનય અને દમદાર આવાજથી હિન્દી, મરાઠીથી લઈએં હોલીવુડની ફિલ્મોમાં પણ પોતાનું નામ બનાવ્યું છે. તેમને લગભગ 3 દશક સુધી દરેક પ્રકારનું પાત્ર ફિલ્મોમાં નિભાવ્યું છે.

ઓમપુરી પોતાના નિવેદનોને લઈને ઘણીવાર ચર્ચામાં પણ આવ્યા છે. રંગીન મિજાજી ઓમપુરીના જીવનમાં આમ તો ઘણી મહિલાઓ આવી અને ગઈ પરંતુ કોઈ વધારે લાંબો સમય સુધી ટકી નથી શકી અને તેના કારણે જ તેઓ પોતાના જીવવના છેલ્લા સમયમાં સાવ એકલા જ રહી ગયા.

ઓમપુરીની જર્નાલિસ્ટ પત્ની નંદિતા પુરી દ્વારા લખવામાં આવેલા પુસ્તક “અસાધારણ નાયક ઓમપુરી”માં તેના બાળપણથી લઈને ઘડપણ સુધીના કિસ્સાઓ વિશે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ઓમપુરી જ્યારે 14 વર્ષના હતા ત્યારે જ તેમને 55 વર્ષની એક નોકરાણી સાથે શારીરિક સંબંધો બનાવ્યા હતા.

જ્યારે ઓમપુરીને તેના ઉપર સવાલ પૂછવામાં આવ્યો હતો ત્યારે તેમનો જવાબ સાંભળીને સૌ કોઈ આશ્ચર્યમાં પડી ગયા હતા. તેમને જણાવ્યું હતું કે: “તમે મને એક વાત સમજાવો, આમાં 14 વર્ષના બાળકનો વાંક છે કે 55 વર્ષની મહિલાનો?”

નંદિતાએ પોતાના પુસ્તકમાં જણાવ્યું હતું કે ઓમપુરી જયારે તેના મામાના ઘરે હતા ત્યારે લાઈટ ગયા બાદ નોકરાણીએ તેમને પકડી લીધા હતા અને સંબંધ બનાવ્યા હતા. તેને ઓમપુરીનો પહેલો પ્રેમ પણ જણાવવામાં આવ્યો છે.

તો ઓમપુરીએ પોતાની જવાનીના દિવસો પછી 37 વર્ષની ઉમંરમાં એક નોકરાણી સાથે પણ સંબંધો બનાવ્યા હતા. તે પુસ્તકમાં આ નોકરાણી ઉંમર ઓછી જણાવવામાં આવી છે. જેના ઉપર ઓમપુરીએ ખુબ જ નીડર થઈને જવાબ આપ્યો હતો.

તેમને જણાવ્યું હતું કે “કોઈ 5 વર્ષ નાનું છે તો ઓછી ઉંમરનું થઇ ગયું. મારા માટે તે નોકરાણી નહોતી. તે અમારા ઘરે બધાની દેખરેખ રાખતી હતી. મારા પિતાજી 80 વર્ષના હતા અને તેમની દેખભાળ માટે કોઈ નહોતું. ત્યારે જ તે આવી હતી અને મારી તેમની સાથે મુલાકાત થઇ હતી. તે એક છૂટાછેડા વાળી મહિલા હતી. અને મારા લગ્ન નહોતા થયા. હવે 37 વર્ષની ઉંમરમાં કોઈ વ્યક્તિને જરૂરિયાત નહીં હોય તો શું હશે?

ઓમપુરીની પત્ની નંદિતાએ જયારે આ પુસ્તક લખ્યું ત્યારબાદ બંને વચ્ચેના સંબંધો ખરાબ થઇ ગયા હતા અને થોડા જ સમયમાં બંનેએ અલગ થવાનો નિર્ણય કરી લીધો હતો. બંનેનો એક દીકરો ઈશાન પણ હતો.

વર્ષ 2016માં 6 જાન્યુઆરીના રોજ ઓમપુરીનું નિધન થઈ ગયું. તે સમયે તે પોતાના ઘરમાં એકલા હતા. તેમના મૃત્યુનો પણ ખુલાસો ત્યારે થયો જયારે ઘણીવાર સુધી દરવાજાની ઘંટડી વગાડવા છતાં પણ તેમને દરવાજો ના ખોલ્યો. જયારે જબરદસ્તી દરવાજો ખોલવામાં આવ્યો ત્યારે તેમનું મૃત શરીર મળ્યું.