ન્યુઝ

યોગ ગુરુ બાબા રામદેવનો કહ્યું: કોરોનીલ કીટ ઉપર કોઈ પ્રતિબંધ નથી, આખા દેશમાં મળી શકશે.

યોગ ગુરુ બાબા રામદેવ દ્વારા કોરોના વાયરસની દૂર કરતી કીટ કોરોનીલ બહાર પાડવામાં આવી હતી,જેના બાદ ઘણા વિવાદો પણ થયા હતા, પરંતુ બુધવારે બાબા રામદેવે દાવો કર્યો છે કે પતંજલિ આયુર્વેદની કોરોનીલ કીટ ઉપર કોઈ પ્રતિબંધ નથી અને હવે તે સમગ્ર દેશમાં ઉપલબ્ધ થશે.

Image Source

બાબા રામદેવે એક સંવાદદાતા સંમેલનની અંદર સંબોધિત કરતા કહ્યું કે: “આયુષ મંત્રાલયે જણાવ્યું કે પતંજલિએ કોવિડ-19 પ્રબંધન માટે એક સારું કામ કર્યું છે. પતાંજલીએ સાચી દિશામાં કામ કરવાનું શરૂ કરી દીધું છે.”

Image Source

બાબા રામદેવે આગળ જણાવતા એમ પણ કહ્યું કે: “અમે આ દવાઓ માટે રાજ્ય સરકાર પાસે લાયન્સન્સ પ્રાપ્ત કરી લીધા છે. જે આયુષ મંત્રાલય સાથે જોડાયેલા છે. ઉપચાર શબ્દનો ઉપયોગ નથી કરવામાં આવ્યો અને આ દવાઓમાં હોઈ ધાતુની વસ્તુ પણ નથી.”

Image Source

આ ઉઅપ્રત તેમને એમ પણ જણાવ્યું કે: “આયુષ મંત્રાલય સાથે અમારી કોઈ અસહમતી નથી. હવે કોરોનીલ, શ્વાસારી, ગિલોય, તુલસી, અશ્વગંધા ઉપર કોઈ પ્રતિબંધ નથી. આજથી આ દવાઓ કોઈપણ કાનૂની પ્રતિબંધ વિના દેશમાં ઉપલબ્ધ થશે, તેના ઉપર કોઈ પ્રતિબંધ નથી.”

Author: thegujjurocks.in