લાઈફ સ્ટાઈલ

સુંદરતાની બાબતમાં નીતા અંબાણીથી કમ નથી તેની મોટી બહેન મમતા દલાલ, રહે છે લાઇમલાઈટથી દૂર

આ છે મુકેશ અંબાણીના સાળી, 7 તસ્વીરોમાં જુઓ કેવું જીવન જીવે છે

દેશના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણી અને તેના પરિવારની ચર્ચા અવાર નવાર થતી જ રહે છે. મુકેશજીએ પિતા ધીરૂભાઇએ સ્થાપિત કરેલા બિઝનેસને ખુબ સારી રીતે સંભાળ્યો અને રિલાયન્સને દુનિયાની ટોપ ઇન્ડસ્ટ્રીમાં શામિલ કરી દીધું.

નીતા અંબાણી એક સામાન્ય પરિવારની દીકરી છે અને લગ્ન પહેલા તે એક ટીચરના સ્વરૂપે કાર્યરત હતી. નિતા અંબાણી મુકેશજીના દરેક કામમાં સાથ સહકાર આપે છે, નીતા પોતાની આલીશાન લાઈફસ્ટાઇલની સાથે સાથે પોતાની ફિટનેસ અને સુંદરતાને લીધે પણ જાણવામાં આવે છે. જો કે નીતા અંબાણી વિશે તો દરેક કોઈ જાણે જ છે પણ કદાચ તેની મોટી બહેન વિશે લોકોને ખુબ ઓછી જાણ હશે.

નીતા અંબાણીની મોટી બહેન મમતા દલાલ છે, જે લાઇમલાઈટથી દૂર રહેવાનું પસંદ કરે છે. મમતા એક સમયે મૉડલ અને ફેશન આઇકોન પણ રહી ચુકી છે. મમતાને ઘણીવાર ડિઝાઈનર મનીષ મલ્હોત્રા માટે રેમ્પ વૉક કરતી પણ જોવા મળી છે. સુંદરતાની બાબતમાં મમતા નીતા અંબાણીથી કમ નથી. પણ તેને સામાન્ય જીવન જીવવું વધારે પસંદ છે.

મમતા પણ નીતાની જેમ ટીચર બનવા માગતી હતી અને આજે તે ધીરુભાઈ અંબાણી સ્કૂલમાં ટીચરના પદ પર કાર્યરત છે. મમતા અંબાણી પરિવારના સમારોહમાં પણ ભાગ્યે જ જોવા મળે છે.

એક ઇન્ટરવ્યૂમાં મમતાએ કહ્યું હતું કે તેને મોડેલિંગના ઘણા ઓફર્સ આવ્યા હતા. આ સિવાય બોલીવુડમાં પણ નજીકના લોકો હોવાથી તેના માટે આ ફિલ્ડ માં આવવું મુશ્કેલ ન હતું, પણ તે ટીચર બનીને બાળકોને ભણાવવા માગતી હતી.

મમતાએ કહ્યું કે તે ટીચિંગ દ્વારા બાળકોને સારી બાબતો અને પ્રેરણાત્મક બાબતો શીખવવા માંગે છે. મમતાએ કહ્યું કે તે જે બાળકોને ભણાવે છે તે ભલે બોલીવુડના મોટા મોટા કલાકારોના બાળકો હોય પણ પોતાના માટે તે સામાન્ય વિદ્યાર્થીઓની જેમ જ છે. મમતા અમુક ફેશન બ્રાન્ડ માટે પણ કામ કરી ચુકી છે.

મમતા દલાલ બહેન નીતા અંબાણીની ખુબ જ નજીક છે અને બંન્ને અવનર-નાવર એક બીજાના ઘરે મળતી રહે છે. આજે મમતા ફેશન દુનિયાથી દૂર થઇ ચુકી છે પણ તે નીતા અંબાણીને ડ્રેસ અને ફેશનની બાબતમાં ટિપ્સ આપતી રહે છે. એક સમયની ફેશન દુનિયાની જાણીતી મમતા આજે લાઇમલાઈટથી દૂર બાળકોને ભણાવી રહી છે અને પરિવાર સાથે સમય વિતાવી રહી છે.