લાઈફ સ્ટાઈલ

નીતા અંબાણીની લાઈફસ્ટાઇલ પહેલા હતી એકદમ સામાન્ય, હવે બૉલીવુડ સલિબ્રિટીઝ પણ કરે છે તેનું અનુકરણ

નીતા અંબાણીની લાઈફસ્ટાઇલ બોલીવુડની હિરોઇનોને ટક્કર મારે છે, જુઓ તસ્વીરોમાં

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણીની લાઇફસ્ટાઇલ ખુબ જ આલીશાન છે. ફેશન અને સ્ટાઈલની બાબતમાં બૉલીવુડ અભિનેત્રીઓ પણ તેનું અનુકરણ કરે છે.

જણાવી દઈએ કે આજના સમયમાં આલીશાન જીવન જીવનારી નીતા એક સમયે શાળામાં ટીચરની નોકરી કરતી હતી, ત્યારે તેનું વજન પણ ખુબ વધારે હતું પણ મુકેશજી સાથે લગ્ન કર્યા પછી તેણે ડાન્સ, કસરત, યોગા અને સ્પેશિયલ ડાઈટ દ્વારા પોતાને સ્લિમ અને ફિટ બનાવી હતી. આજે 56 વર્ષની ઉંમરે પણ નીતા અંબાણી ખુબ જ સુંદર દેખાય છે.

એક ઇન્ટરવ્યૂમાં નીતાએ કહ્યું હતું કે તેના દિવસની શરૂઆત જાપાની ક્રોકરી બ્રાન્ડ ‘નોરેટિક’ના કપ માં ચા પી ને થાય છે. આ ક્રોકરીના 50 પીસના સેટની કિંમત દોઢ કરોડ રૂપિયા છે.

નીતા અંબાણીને મોંઘી મોંઘી બ્રાન્ડની વસ્તુઓનો ખુબ જ શોખ છે. તેની પાસે ખુબ જ કિંમતી ઘરેણાઓનો ભંડાર છે. તેના પર્સમાં પણ કિંમતી હીરા જડેલા હોય છે.

એક સમયે સામાન્ય દેખાતી નીતા અંબાણી લગ્ન પછી પુરી રીતે બદલાઈ ગઈ છે. તે પોતાના કપડા અને ચપ્પલ ક્યારેય બીજી વાર નથી પહેરતી.

નીતા અંબાણી ઘણી ફેશન અને લાઇફસ્ટાઇલ મેગેજીનના કવર પેજ પર જોવા મળી ચુકી છે. ફેમસ મેગેજીન વૉગ’ (VOGUE) ના કવર પેજ પર નીતા અંબાણી શાહરુખ ખાનની સાથે જોવા મળી હતી.

નીતા અંબાણીના બૉલીવુડ સાથે પણ સારા એવા સંબંધ છે. પછી તે કરિશ્મા-કરીના કપૂર, શાહરુખ-ગૌરી ખાન, ઋષિ કપૂર-નીતુ કપૂર, રજનીકાંત કે પછી ઐશ્વર્યા રાય હોય.

દીકરા આકાશ અંબાણીના લગ્નમાં નીતા અંબાણીએ ખુબ જ કિંમતી સાડી અને ઘરેણા પહેરી રાખ્યા હતા. તેણે પહેરેલી કાંજીપુરમ સાડીની કિંમત 50 લાખ રૂપિયા હતી.

સુંદરતા અને ફિટનેસની બાબતમાં નીતા અંબાણી આ ઉંમરે પણ અત્યારની યુવાન અભિનેત્રીઓને ટક્કર આપે છે.

Author: TheGujjuRocks.in