જાણવા જેવું/ટીપ્સ ધાર્મિક

સીતામાતાનું અપહરણ કર્યા બાદ, રાવણને સીતા માતાએ કહી હતી આ 3 સત્ય વાત

ટીવી ઉપર રામાયણનું પુનઃ પ્રસારણ શરૂ થયું અને દર્શકોએ તેને ખુબ જ ભાવથી માણ્યું, રામાયણમાં આલેખાયેલી ઘણી વાતો દૃશ્યમાન થઇ અને આપણે સૌ આ વાત તો જાણીએ જ છીએ કે રાવણે સીતા માતાનું અપહરણ કર્યું હતું.અને તેમને પોતાની સાથે લંકામાં લઇ ગયો હતો, અને તેના કારણે જ રામ અને રાવણનું યુદ્ધ પણ થયું હતું. પરંતુ રાવણ જયારે સીતા માતાને પોતાની સાથે લઇ ગયો ત્યારે સીતા માતાએ કેટલીક વાતો કહી હતી, જે ઘણા લોકોને જાણ નહિ હોય, આજે એ ત્રણ મહત્વની વાતો આપણે જાણીએ.

Image Source

પર સ્ત્રી પર નજર નાખનાર પુરુષ દુરાચારી હોય છે:
માતા સીતાએ ભગવાન શ્રી રામ સાથે લગ્ન કર્યા હતા, અને રાવણ તેમને બળજબરીથી લઇ ગયો હતો. એવામાં સીતા માતાએ રાવણને કહ્યું હતું કે: “જે વ્યક્તિ બીજાની સ્ત્રી ઉપર ખોટી નજર રાખે છે, અથવા બીજાની પત્નીને ઈની ઈચ્છાની વિરુદ્ધ જઈને સ્પર્શ કરવાનો પ્રયાસ કરે છે, તે હકીકતમાં દુરાચારી અને પાપી હોય છે, આવો વ્યક્તિ પોતાના કર્મોનું ફળ જરૂર ભોગવે છે,

Image Source

વ્યક્તિ કેટલો પણ ધનવાન કેમ ના હોય, અહંકાર ક્યારેય ના કરવો:
માતા સીતાએ રાવણને કહ્યું હતું કે કોઈ પણ વ્યક્તિ ભલે ગમે તેટલો ધનવાન કે શક્તિશાળી કેમ ના હોય, પરંતુ એને ક્યારેય પોતાના ઉપર અહંકાર ના કરવો જોઈએ, અહન્કારના કારણે વ્યક્તિની બુદ્ધિ ભ્રષ્ટ થઇ જાય છે, અહંકારના કારણે જ વ્યક્તિ બીજાને નાના અને પોતાને મોટો સમજવા લાગે છે. અહંકાર જ અંતની શરૂઆત છે.

Image Source

પોતાની તાકાત ઉપર અભિમાન ના કરવું;
માતા સીતાએ ત્રીજી વાત જણાવી હતી કે વ્યક્તિએ ક્યારેય પોતાની તાકાત ઉપર અભિમાન ના કરવું જોઈએ, એ એટલા માટે કારણ કે જો વ્યક્તિ પોતાની તકતનો સાચો ઉપયોગ નથી કરતો તો એક દિવસ આજ તાકાત તેના મૃત્યુનું કારણ પણ બની શકે છે.

Author: thegujjurocks.in