ન્યુઝ

હે ભગવાન ઘોર કળિયુગ! સગી દીકરી પોતાની માતાની બની ગઇ જેઠાણી, આખો કિસ્સો વાંચી ધ્રુજી જશો

મોટાભાઈની સાસુને જ પત્ની બનાવી ઘરમાં લઈ આવ્યો નાનોભાઈ, આખો મામલો વાંચીને તમે પણ ચોંકી ઉઠશો

પ્રેમ કોને ક્યાં અને ક્યારે થાય છે એ કઈ નક્કી નથી હોતું અને આજે તો કયો સંબંધ ક્યાં જોડાયેલો છે તે પણ કહેવું ખુબ જ મુશ્કેલી ભર્યું છે. એક જ ઘરમાં, એક જ છતની નીચે રહેતા સંબંધોમાં પણ ઘણીવાર ચોંકાવી દે તે પ્રકારના પ્રેમ સંબંધો જોવા મળતા હોય છે.

એવો જ એક કિસ્સો સામે આવ્યો છે ઉત્ત્તરપ્રદેશના શ્રાવસ્તી જિલ્લામાંથી જ્યાં મોટાભાઈની સાસુને જ નાનો ભાઈ  ભગાડીને ઘરમાં લઇ આવ્યો ત્યારે ઘરમાં અને ગામમાં હોબાળો મચી ગયો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર શ્રાવસ્તી જિલ્લાના એક ગામમાં મોટાભાઈની સાસુ સાથે જ નાનાભાઈની આંખ મળી જતા પ્રણય સંબંધ અંદરો અંદર જ પાંગરવા લાગ્યો હતો. ભાઈની સાસુને પત્ની બનાવવાની ઈચ્છાને લઈને નાનાભાઈએ સાસુને ભગાડીને પોતાના ઘરે જ લઇ આવ્યો હતો.

નાનોભાઈ સાસુને ભગાડીને લઇ આવતા જ પરિવારજનોએ વિરોધ શરૂ કર્યો હતો. ઝઘડો વધતા જમાઈ મોટાભાઈએ પોલીસને સમગ્ર મામલાની જાણ કરી બોલાવી લીધી હતી. પોલીસ પણ આ આખો મામલો સાંભળીને આશ્ચર્યમાં પડી ગઈ હતી. પોલીસે સમગ્ર મામલાને શાંત પાડતા હવે મારપીટ નહિ કરવાની શરત કરી અને પાછી ફરી હતી.

આ ઘટનાને લઈને પરિવાર સાથે સમગ્ર ગામમાં ચકચાર મચી ગયો હતો. એક તરફ દીકરી સાથે મોટાભાઈના લગ્ન થયા છે જયારે બીજી તરફ મોટાભાઈની સાસુને જ નાનોભાઈ ભગાડીને પત્ની બનાવી લઇ આવ્યો છે ત્યારે સાસરી પક્ષના સંબંધમાં દીકરી હવે તેની જ માતાની જ જેઠાણી બની ગઈ છે. આ બાબતના કારણે પણ પરિવારમાં વિરોધના વંટોળો વ્યાપી ગયા છે. જોકે પોલીસ દ્વારા આ સમગ્ર મામલનાએ હાલતો શાંત કરવામાં આવ્યો હતો.