ન્યુઝ

60 વર્ષની ઘરડી ઉંમરે ચડ્યું લગ્ન કરવાનું ભૂત…સ્વરૂપવાન છોકરી સાથે લગ્ન કરતાં સુહાગરાતે થઈ ગયાં એવાં હાલ કે જાણી ચોંકી જશો….

આપણા ઘરના વડીલો કહેતા આવ્યા છે કે ઉંમર પ્રમાણે જે થાય તે યોગ્ય છે. બાળપણમાં રમત, યુવાનીમાં ભણતર અને પુખ્ત વયના થવા ઉપર લગ્ન અને વૃદ્ધાવસ્થામાં નિવૃત્ત જીવન જ સારું લાગે. પરંતુ ઘણા લોકો આ સિસ્ટમમાં નથી માનતા. આવું જ એક ઉદાહરણ ઈંદોરના એક વૃદ્ધ પાસેથી જોવા મળ્યું.

Image Source

આ વૃદ્ધ વ્યક્તિને 60 વર્ષની ઉંમરે લગ્ન કરવાનું ભૂત જાગ્યું અને લગ્ન માટે યુવતી શોધવા લાગી ગયો. થોડા જ સમયમાં ફોન ઉપર એક 40-45 વર્ષની વિધવા યુવતી મળી પણ ગઈ અને પોતાનું નામ તેને પૂજા જણાવ્યું અને વૃદ્ધ સાથે લગ્ન કરવાની વાત પણ કરી લીધી.

Image Source

આ 60 વર્ષના વૃદ્ધની પત્નીનું અવસાન 1992માં જ થઇ ગયું હતું, અને તેને કોઈ સંતાન પણ ના હોવાના કારણે છેલ્લા ઘણા વર્ષોથી એકલતામાં જ જીવન વિતાવી રહ્યો હતો. શરૂઆતમાં તો વીજ કંપનીમાં પોતાની નોકરીના કારણે એકલતા ના સતાવી પરંતુ નોકરીમાંથી નિવૃત્ત થતા એકલતા સતાવવા લાગી.

પોતાની એકલતા દૂર કરવા માટે તેને આખરે લગ્ન કરવા માટેનો નિર્ણય બનાવી લીધો. આ વિશે તેને પોતાના એક મિત્રને પણ જાણ કરી. તેના મિત્રએ જ તેને એક 40-45 વર્ષની મહિલા સાથે વાત કરાવી. મહિલાએ પોતાનું નામ પૂજા જણાવ્યું.

Image Source

લગ્ન કરવા માટે બીજા જ દિવસે પૂજા તે વૃદ્ધના ઘરે પણ આવી ગઈ. થોડા જ સમયમાં તે મહિલાએ વૃદ્ધ સાથે મંદિરમાં જઈને લગ્ન પણ કરી લીધા. લગ્ન બાદ વૃદ્ધે તેને પત્ની તરીકેના બધા જ હક આપતા તિજોરીની ચાવીઓ પણ આપી.

ત્યારબાદ થોડા જ દિવસ બાદ તે વૃદ્ધ પોતાના ઘરના ઉપરના માળે સફાઈ કરી રહ્યા હતા ત્યારે તેમને મદદ માટે નીચે પૂજાને બૂમ પાડી, પરંતુ પૂજા ના આવતા તે નીચે જોવા માટે ગયા ત્યારે નીચે જોઈને જ તેના હોશ ઉડી ગયા.

Image Source

નીચે જોતા જ તિજોરીનો દરવાજો ખુલ્લો હતો અંદર તપાસ કરતા માલુમ પડ્યું કે તિજોરીમાંથી 3 લાખ રૂપિયા રોકડા અને કેટલાક સોના-ચાંદીના દાગીના પણ ગાયબ હતા. જેથી વૃદ્ધને તે મહિલા ઉપર શક જતા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

ત્યારબાદ પોલીસે લગ્ન કરાવનાર વૃદ્ધના મિત્રની ધરપકડ કરી હતી અને તેના ફોન ઉપરથી તે બીમાર છે એવું જણાવી પૂજા નામની મહિલાનની પણ ધરપકડ કરવામાં આવી હતી.