ન્યુઝ બૉલીવુડ

બૉલિવૂડમાં હિરોઈન બનવા મુંબઈ આવી હતી મૉડલ, જાતીય સંબંધની માંગણી નકારતા આ નરાધમે કરી હત્યા અને પછી…

19 વર્ષનો છોકર મુઝમમિલએ આ મોડેલ સાથે ચીતરી ચડે એવો કાંડ કર્યો અને પછી…વાંચો સમગ્ર સ્ટોરી

અભિનેતા અને અભિનેત્રી બની બોલીવુડમાં નામ કમાવવું દરેકનું સપનું હોય છે અને આ સપનાને પૂર્ણ કરવા માટે ઘણા લોકો મોડેલિંગમાં પગ મૂકે છે. પરંતુ બૉલીવુડ સુધી પહોંચવાની સફર એટલી સરળ નથી, આ વાત સાબિત થઇ રાજસ્થાનના કોટાની એક મોડેલ માનસી દીક્ષિત દ્વારા.

માનસી માત્ર 20 વર્ષની હતી અને તે અભિનેત્રી બનવાનું સપનું લઇ અને સપનાના શહેર મુંબઈમાં આવી હતી. તે મોડેલ પણ હતી પરંતુ મુંબઈમાં તેની સાથે એવું ઘટ્યું જેની કોઈએ કલ્પના પણ નહિ કરી હોય.
બોલીવુડમાં એન્ટ્રી કરવાને બદલે તે સીધી ભગવાનના ઘરે જ એન્ટ્રી કરી ગઈ, તેની હત્યા કરી દેવામાં આવી અને લાશને એક સૂટકેસમાં નાખી દેવામાં આવી. રાજસ્થાનના કોટમાં રેલવે એપાર્ટમેન્ટમાં રહેતા માનસીના પરિવારમાં તેના પિતા રેલવેમાં કામ કરતા હતા,
પરંતુ થોડા સમય પહેલા જ તેમનું આવસાન થયું હતું, તેના બાદ માનસીની બહેનને તેમની જગ્યા ઉપર નોકરી મળી હતી, માનસીનું સપનું અભિનેત્રી બનવાનું હતું અને તે પોતાના આ સપના સાથે મુંબઈમાં છેલ્લા 6-7 મહિનાથી આવી ગઈ હતી.

પરંતુ ગત સોમવારના રોજ તેની લાશ એક સુટકેશમાં બંધ ઝાડીઓમાં પડેલી મળી હતી. પોલીસે તપાસ હાથ ધરી અને માત્ર 4 કલાકમાં જ આરોપીને ઝડપી પણ પાડવામાં આવ્યો. આ આરોપી બીજું કોઈ નહિ પરંતુ થોડા સમય પહેલા જ બનેલો તેનો એક મિત્ર મુજમ્મિલ સઈદ હતો.

માનસીને ટીવી સીરિયલમાં અને વેબ સિરીઝમાં પણ કામ મળવા લાગ્યું હતું, છેલ્લા 6 મહિનાથી તે મોડેલિંગ કરતી હતી. પરંતુ અચાનક તેની લાશ લાવારીશ હાલતમાં મળતા જ હાહાકાર મચી ગયો હતો.

પોલીસે આરોપી મુજમ્મિલની ધરપકડ કરી લીધી છે અને તેને પણ પોતાનો ગુન્હો કબૂલી પણ લીધો છે. પોલીસે સીસીટીવીના આધારે આ સમગ્ર મામલો માત્ર 4 કલાકમાં જ ઉકેલી લીધો હતો. મુજજમીલને સીસીટીવી ફુટેજમાં જ એક ટ્રાવેલિંગ બેગને ઝાડીઓમાં નાખતો જોઈ શકાતો હતો તેના આધારે પોલીસે તેની ધરપકડ કરી હતી.

માનસી મુજમ્મિલના ફ્લેટ ઉપર હતી ત્યારે જ બંને વચ્ચે કોઈ બાબતે ઝઘડો થઇ ગયો અને મુજજમીલ દ્વારા બાજુમાં રહેલું સ્ટુલ માનસીના માથામાં મારવામાં આવ્યું। સ્ટુલ વાગતા જ માનસીના માથામાંથી લોહી નીકળવા લાગ્યું અને થોડી જ વારમાં તેનું મૃત્યુ થઇ ગયું હતું.

માનસીનું મૃત્યુ થતા જ મુજમ્મિલ એક ટ્રાવેલિંગ બેગની અંદર તેની લાશને ફિટ કરી દીધી અને ટેક્સી દ્વારા તે સુમસાન વિસ્તારમાં આવી અને ઝાડીઓમાં લાશને સુટકેશમાં જ બંધ હાલતમાં નાખી દીધી હતી.

Author: thegujjurocks.in