Bollywood

આ હિરોઈને રમઝાન મહિનામાં પોતાનો એવો વીડિયો મુક્યો કર્યો કે લોકોએ ભણાવ્યો ધર્મનો પાઠ, જુઓ

મોડેલ અને અભિનેત્રી મંદાના કરીમી ફિલ્મો કરતા વધારે પોતાના હોટ લુક્સ અને આકર્ષક ફિગરને લીધે વધારે ચર્ચામાં રહે છે. મંદાના પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાની દમદાર અને કાતિલાના તસવીરો શેર કરતી રહે છે. મંદાનાનું એકાઉન્ટ પણ તેની આકર્ષક તસ્વીરોથી ભર્યું પડ્યું છે.

અમુક દિવસો પહેલા જ મંદાનાએ પોતાની ટોપલેસ તસ્વીર શેર કરી હતી જેમાં તે હંમેશાની જેમ કાતિલાના લાગી રહી હતી, પણ આલોચનાનો શિકાર પણ થઇ ગઈ હતી. રમજાનના મહિનામાં મંદાનાની આવી તસ્વીર શેર કરવી દર્શકોને પસંદ નથી આવ્યું.આગળના દિવસોમાં મંદાનાએ ઈન્ટાગ્રામ પર એક વિડીયો શેર કર્યો હતો જેના પર લોકોએ અણગમો વ્યક્ત કર્યો હતો. લોકોનું કહેવું હતું કે તેને રમજાનના પવિત્ર મહિનામાં આવો બિકીની અવતાર વાળો વિડીયો શેર કર્યો છે અને ખુબ નકારાત્મક પ્રતિક્રિયા પણ આપી છે.

આ સિવાય લોકો પોસ્ટ પર મંદાનાને ધર્મનો પાઠ પણ ભણાવી રહ્યા છે. જો કે આ પહેલી વાર નથી તેની પહેલા પણ મંદાના પોતાની ટોપલેસ અને બિકીની અવતાર વાળી તસવીરો શેર કરી ચુકી છે.

બૉલીવુડ કારકિર્દીની વાત કરીયે તો મંદાનાએ બોલીવુડમાં ફિલ્મ રૉય દ્વારા એન્ટ્રી લીધી હતી જેના પછી તે ભાગ જોની અને કયા કુલ હૈ હમ માં જોવા મળી હતી જો કે માંદાનાને સાચી ઓળખ સલમાન ખાન દ્વારા હોસ્ટ રિયાલીટી શો બિગ બોસ-9 દ્વારા મળી હતી. બિગ બોસની આ સીઝનમાં મંદાના ત્રીજા નંબર પર રહી હતી.

લાંબા સમય પછી મંદાના ‘દ કસીનો વેબન સિરીઝ’માં જોવા મળવાની છે આ બાબત પર વાત કરતા મંદાનાએ કહ્યું કે,”લોકોએ મારી અંદરના બદલાવને અનુભવ્યું. આખરે હું દ કસીનો માટેના એક બેઠકમાં શામિલ થઇ અને નેપાળ જવાના અમુક દિવસો પેહલા જ મને તેના માટે ફાઇનલ કરવામાં આવી”. જણાવી દઈએ કે દ કસીનો મંદાનાની પહેલી વેબ સિરીઝ છે.

રિયાલિટી શો માં કામ કર્યા પછી સિલ્વર સ્ક્રીન પર એન્ટ્રી લેનારી મંદાનાએ ટોપલેસ તસ્વીર શેર કરવાની સાથે સાથે કેપશનમાં લખ્યું કે, “તમારે એ વિચારવાનું બંધ કરવું પડશે કે તમે કઈ પરિસ્થિતિમાં હંમેશા ફસાયેલા રહેશો. અસંભવ દેખાતા સ્ટ્રગલથી તમે ક્યારેય પાછા આવી નહીં શકો. તેને જીવનભર સુધી ન માનો. તમારી સમસ્યાઓ અને મુશ્કેલીઓની પણ એક્સપાયરી ડેટ છે. જીવન બદલશે, બધું જ ઠીક થઇ જશે’.

મંદાનાએ વ્હાઇટ બિકીનીમાં પણ કાતિલાના તસ્વીર શેર કરી હતી અને કેપશન પણ લખ્યું હતું જે ફારસી ભાષામાં લખેલું હતું. મંદાના મૂળ ઈરાની છે માટે તેને પર્શિયન ભાષા આવડે છે. ફારસીમાં આપેલા કેપશનનો હિંદી અર્થ એ છે કે,”માયૂસી ગમે એટલી તકલીફ પણ કેમ ન આપે, પણ મારા મિત્રો તેને પ્રેમથી જ દુર કરી શકાય છે”.

Author: thegujjurocks.in