ન્યુઝ

દેહવ્યાપાર નો પર્દાફાશ, સાથે પકડાયેલા યુવક-યુવતી મળ્યા કોરોના સંક્રમિત, મચી ગયો હડકંપ

છાપો મારતા યુવતીઓ અને યુવકો એવી હાલતમાં ઝડપાયા કે પોલીસના હોંશ ઉડી ગયા

દેશભરમાં ઘણા સ્થળોએ છુપી રીતે દેહ વ્યાપાર ચાલતો હોય છે. પોલિસને બાતમી મળતા જ તે આવી જગ્યાઓ ઉપર રેડ પાડી અને આવા ધંધાઓ બંધ કરાવતા હોય છે. પરંતુ આ દરમિયાન ઉત્તર પ્રદેશના ખીરી શહેરમાં મંગળવારની સાંજે દરોડા પાડીને પકડવામાં આવેલા દેહ વ્યાપારના ધંધામાં સામેલ એક યુવક અને એક યુવતી કોરોના પોઝિટિવ આવતા હડકંપ મચી ગયો હતો.

Image Source

પોલીસે તે બંનેને જગસડ સ્થિત કોવિડ-19 હોસ્પિટલમાં ભરતી કરાવ્યા છે. સીઓ સીટી એસએન તિવારીએ જણાવ્યું કે પોલીસ બંને સંક્રમિત લોકોના સંપર્કમાં આવેલા લોકોની ઓળખ કરવાનો પ્રયત્ન કરી રહી છે.

Image Source

પોલીસે લખીમપુર કોતવાલી વિસ્તારના મોહલ્લા ગંગોત્રીનગરન એક મકાનમાં ચાલતા દેહ વ્યાપરના ધંધાનો ભંડાફોડ કર્યો હતો. પોલીસે ઘટના સ્થળેથી 5 પુરુષો અને 5 મહિલાઓને આપત્તીજનક હાલતમાં પકડ્યા હતા.

Image Source

સીઓ સીટી સંજય નાથ તિવારીએ જણાવ્યું હતું કે “ધરપકડ કરવામાં આવેલા મહિલાઓ અને પુરુષોની તપાસ કરવામાં આવી રહી છે. રાત્રે આ કેસમાં પોલીસે તમામ લોકો સામે રિપોર્ટ નોંધી લીધો.ગંગોત્રીનગરમાં રહેતી એક મહિલા તેના ઘરમાં ઘણા સમયથી દેહ વ્યાપારનો ધંધો ચલાવી રહી હતી.

Image Source

જણાવવામાં આવી રહ્યું છે કે શહેર વિસ્તાર ઉપરાંત આસપાસના વિસ્તારોમાંથી પણ મહિલાઓ અને પુરુષો આવતા હતા. દેહ વ્યાપાર ચાલતો હોવાની બાતમી મળતાં પોલીસે તપાસ શરૂ કરી હતી. મંગળવારે મોડી સાંજે એસપી સત્યેન્દ્રકુમારની સૂચનાથી કોતવાલી અને મહિલા પોલીસ સ્ટેશનના સી.ઓ. સંજય નાથ તિવારીની આગેવાની હેઠળ તે વિસ્તારમાં દેહ વ્યાપાર ચલાવતા મકાનમાં દરોડો પાડ્યો હતો.

Image Source

પોલીસ ફોર્સને જોઈને ઘરમાં ભાગદોડ મચી ગઈ હતી. પોલીસે ઘટના સ્થળેથી પાંચ મહિલાઓ અને પાંચ પુરુષોને પકડી લીધા હતા. તેઓએ જણાવ્યું કે પકડાઈ ગયેલી પાંચ મહિલાઓ કેટલાક ગ્રામીણ ક્ષેત્રોમાંથી બોલાવવામાં આવી હતી. તો પાંચ પુરુષો શહેરના રહેવાવાળા હતા. બધાનો કોરોના રેસ્ટ કરાવવામાં આવ્યો જેમાં એક યુવક અને એક યુવતી પોઝિટિવ આવ્યા હતા.