ન્યુઝ

જસદણની સંસ્કારી છોકરી સાથે જામનગરના છોકરા સાથે દિવ જઈને 3-3 વખત મોજ કરી, પછી જે થયું

આજની યુવા પેઢી મોજશોખમાં માનતી થઇ ગઈ છે, સારું ફરવું, સારું ખાવું-પીવું બધાને ગમતું હોય છે. જેના કારણે સારા મોજશોખ કરતા છોકરાઓના ચક્કરમાં મોટાભાગની યુવતીઓ ફસાતી  હોય છે. પરંતુ તેનું પરિણામ પાછળથી ખુબ જ ગંભીર પણ આવે છે.

આવો જ એક આંખ ઉઘાડનારો કિસ્સો રાજકોટથી સામે આવ્યો છે. જ્યાં જસદણની એક યુવતી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે બસમાં અપડાઉન કરતી હતી. જેમાં તેની સાથે તેનો માનીતો ભાઈ પણ આવતો હતો.

Image Source

આ દરમિયાન જ તેના માનીતો ભાઈ વિડીયો કોલ દ્વારા તેના મિત્ર સાથે વાત કરતો હતો, એ સમયે જ તેના મિત્રએ એ યુવતીને પણ વિડીયો કોલમાંજોઈ અને તેની સાથે મિત્રતા કરવા માટેની પણ વાત જણાવી.

થોડા જ સમયમાં બનેંના નંબર આપ-લે થયા અને બંને મિત્રતાના સંબંધે પણ બંધાઈ ગયા. યુવક જામનગરનો રહેવાસી હતો. એક દિવસ તે યુવતીને મળવા માટે રાજકોટ પણ પોતાની કાર લઈને આવ્યો. જ્યાં બંને ઘણીવાર સુધી બેઠા અને એકબીજાના પ્રેમની કબૂલાત પણ કરી લીધી.

Image Source

યુવકે યુવતીને લગ્નનું પણ વચન આપ્યું અને પછી થોડા સમય બાદ યુવકે દીવ ફરવા જવા માટેની વાત કરી. યુવતી પણ તેને માનીતા ભાઈ અને તેની બહેન સાથે તે યુવક સાથે દીવ જવા માટે પણ તૈયાર થઇ ગઈ. યુવકની કારમાં જ ચારેય દીવ જવા માટે નીકળ્યા.

દીવની હોટલમાં તેનો માનીતો ભાઈ અને બહેન એક જ રૂમમાં રોકાયા, જયારે યુવક અને યુવતી અલગ રૂમમાં રોકાયા હતા. એ દરમિયાન જ યુવકે લગ્ન કરવાની વાત કરી હોવાના કારણે યુવતીએ પણ પોતાની શરીર તે યુવકને સોંપી દીધું હતું. બે દિવસ સુધી તે લોકો દીવમાં રોકાયા અને બે દિવસ સુધી તે યુવકે યુવતી સાથે સુખ માણ્યું હતું.

Image Source

યુવકે યુવતીને વધુ વિશ્વાસમાં લેવા માટે કહ્યું કે મારી બહેનના લગ્ન નજીકમાં છે તો આપણા લગ્નની પણ ઘરે વાત કરીશ. જેથી યુવતીને વધુ વિશ્વાસ આવ્યો અને બે મહિના પછી પાછા તે બંને દીવ ફરવા માટે ગયા હતા. અને રાત્રી રોકાણ દરમિયાન ફરી સુખ માણ્યું હતું.

એક મહિના બાદ યુવતીનો જન્મ દિવસ હોય, જન્મ દિવસની ઉજવણી કરવાનું બહાનું કાઢીને તે યુવતીને પાછી દીવ લઇ ગયો હતો. અને એ રાત્રે જન્મ દિવસની ઉજવણી સાથે ફરી રાત્રી રોકાણ કર્યું અને બંને વચ્ચે ત્રીજીવાર દીવ જઈને શારીરિક સંબંધો બંધાયા હતા.

યુવકે યુવતીને ત્રણ મહિના બાદ ફરી દીવ જવા માટેનું કહ્યું પરંતુ યુવતીએ હવે આગળ લગ્ન બાદ જ સંબંધો બાંધવાની વાત કહી હતી, જેનાથી યુવક રોષ પણ ભરાયો અને યુવતીના ફોન ઉઠાવવાના બંધ કરી દીધા હતા.

જેના કારણે યુવતી યુવકને મળવા માટે પોતાના એક સંબંધી સાથે જામનગર પહોંચી હતી. ત્યાં તે યુવક બસસ્ટેન્ડ ઉપર તેને મળવા માટે આવ્યો અને પોતાના માતા પિતા સાથે મળીને આ અંગે વાત કરી જલ્દી જ લગ્ન કરી લેશે તેમ જણાવીને આશ્વાસન આપ્યું હતું અને રાજકોટ મુકવા માટે પણ પોતાની કાર લઈને આવ્યો હતો.

Image Source

તે દિવસે પણ યુવકે દીવ જવા માટે યુવતીને મનાવવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ યુવતીએ દીવ જવાની ચોખ્ખી ના પાડી દીધી હતી. જેના બાદ ત્રણ દિવસ પછી જ યુવકે યુવતીને ફોન કરીને જણાવી દીધું કે તું અમારી જ્ઞાતિની નથી જેના કારણે મારા ઘરવાળા લગ્ન માટે ના કહે છે. જેથી રોષે ભરાયેલી યુવતી જામનગર પહોંચી હતી અને ત્યાં બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી પણ થઇ હતી.

યુવતીએ એ સમયે 181ની મદદ લઈને બી ડિવિઝન પોલીસ મથકે અરજી પણ આપી હતી. જેના સંદર્ભે યુવકના માતા-પિતાએ લગ્ન માટે બે માસનો સમય માંગ્યો હતો. પરંતુ 2 માસમાં પણ લગ્ન ના કરવાના કારણે યુવતી પોતે છેતરાઈ છે તેવો અનુભવ થતા રાજકોટ પોલીસ મથકે યુવક વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી.

Image Source

પોલીસે યુવતીની ફરિયાદ નોંધતા યુવકનો સૌ પ્રથમ કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો. અને રોપોર્ટ આવ્યા બાદ તેની ધરપકડની કાર્યવાહી હાથ ધરવામાં આવશે એવું પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે.