ન્યુઝ

ખોટા નામ જણાવી ફોન ઉપર મહિલા સાથે પ્રેમભરી વાતો કરી, મળવા પહોંચ્યો તો નીકળી મોટી મમ્મી, વાંચો ચોંકાવનારો મામલો

યુવકે કલાકો સુધી પ્રેમભરી વાતો કરતો, મળવા પહોંચ્યો તો મોટી મમ્મી નીકળી પછી જે થયું…

આજે પ્રેમ અને વિશ્વાસનું સ્તર ઉતરી રહ્યું છે, ત્યારે સંબંધોમાં પણ વિશ્વાસ હવે નથી રહ્યો, સોશિયલ મીડિયા અને વધતા જતા મોબાઈલ ફોનના વપરાશના કારણે માણસ ક્યાંથી ક્યાંય પહોંચી ગયો છે. સોશિયલ મીડિયા ઉપર નામ બદલી અને ફેક એકાઉન્ટ દ્વારા એકબીજા સાથે લાંબી લચક વાતો કરી અને એકબીજાના પ્રેમમાં પડતા યુગલો અને જયારે હકીકતથી વાકેફ થતાં સામે આવતા સત્યો વિશે પણ આપણે જાણીએ જ છીએ.

Image Source

એવો જ એક કિસ્સો હાલમાં જોવા મળ્યો જેમાં કોઈ અજાણ્યા નંબર ઉપર વાત કરતા એક યુવકની ઓળખાણ એક મહિલા સાથે થઈ બંને નામ બદલી અને આવતો કરતા રહ્યા પરંતુ જયારે હકીકત સામે આવી ત્યારે બંનેના હોશ ઉડી ગયા.

ઉત્તરપ્રદેશના ગોરખપુરમાં એક મહિલાને પોતાના દિયરના દીકરા સાથે જ પ્રેમભરી વાતો કરવાનો મામલો સામે આવ્યો છે અને આ બાધું વેલેન્ટાઈન વીકમાં જ બનેલું છે જેના બાદ આ સમાચારે આસપાસના વિસ્તારમાં ચકચાર માચવ્યો હતો.

Image Source

પ્રાપ્ત માહિતી અનુસાર ગોરખપુરમાં રહેતા એક યુવકે કોઈ અજાણ્યા નંબર ઉપર ફોન,  કોઈ યુવતી સાથે વાત થઇ અને આ આજાણ્યા નંબર ઉપર  રોજ બરોજ વાતો થતી રહી, વાતો ક્યારે પ્રેમમાં પરિણમી તેની પણ સાંજ ના રહી અને પ્રપોઝ ડેના દિવસે જ યુવકે સામે છેડે વાત કરતી યુવતી સામે પ્રેમનો પ્રસ્તાવ મુકતા તેને કબૂલી પણ લીધો.

બંનેએ વાત કરતા સમયે જ પોતાનું અસલ નામ એકબીજાથી છુવાવી અને ખોટા નામ જણાવ્યા હતા જેના કારણે એ બંને એકબીજાથી અજાણ હતા, પ્રેમનો પ્રસ્તાવ પાસ થવાની સાથે જ યુવક અને ફોન ઉપર વાત કરતી એ યુવતીએ મળવાનું નક્કી કર્યું.

Image Source

મળવા માટે ગામ પાસે રહેલા એક ખેતરમાં જ મળવાનું નક્કી કર્યું અને બંને નિરાધારિત સમયે ખેતરમાં પહોંચી પણ ગયા, પરંતુ જયારે બંનેએ એકબીજાની સામે જોયું ત્યારે તેઓ મોઢું સંતાડવા લાગ્યા, યુવકને એમ લાગ્યું કે તેની મોટી મમ્મી પણ આ ઠેકાણે આવી છે માટે તેને યુવતીના ફોનમાં ફોન કર્યો પરંતુ ફોનની રિંગ તેના મોટી મમ્મીના ફોનમાં જ વાગતા સત્ય બહાર આવ્યું। તે યુવક આટલા સમયથી જેની સાથે પ્રેમભરી વાતો કરી રહ્યો હતો તે બીજું કોઈ નહિ પરંતુ તેના સગા મોટી મમ્મી જ હતા.

Image Source

વાત લોકો સુધી પહોંચે એ પહેલા જ યુવકની મોટી મમ્મીએ પોલીસમાં છેડતીની ફરિયાદ પણ લખાવી દીધી છે, પોલીસે તપાસ કરતા બંનેએ એકબીજા સાથે ફોન ઉપર વાત કરતા હોવાનું પણ સામે આવ્યું છે, છેડતીની ફરિયાદ હોય પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

Author: thegujjurocks.in