જિંદગી

વીજળી વિભાગની ભૂલના કારણે બરબાદ થઇ ગયું આ યુવકનું જીવન, જીવનભર શારીરિક સંબંધ બાંધી નહિ શકે- વાંચો એક સત્યઘટના

ભૂલ દરેક વ્યકતિથી થતી હોય છે અને માફી દ્વારા કેટલીક ભૂલોને માફ પણ કરી દેવામાં આવે છે, પરંતુ કેટલીક ભૂલો એવી હોય છે કે જેની કિંમત ચૂકવવા છતાં, માફી માંગવા છતાં પણ ભૂલી શકાતી નથી, એ ભૂલોના પરિણામ પણ એટલા વિનાશક હોય છે કે સાંભળીને જ હૃદય કંપી ઉઠે છે.

Image Source

આવી જ એક ભૂલ વીજળી વિભાગ દ્વારા થેયલી જોવામાં આવી છે. વીજળી વિભાગ દ્વારા એવી ભૂલ થઇ કે એક યુવકનું જીવન જ જાણે નર્ક બની ગયું. તેના શરીરમાં પ્રાણ તો રહ્યા પરંતુ તે પોતાનું જીવન બીજાના સહારે જીવવા ઉપર મજબુર થઇ ગયો.

Image Source

27 એપ્રિલ 2009ના રોજ રાત્રે 9:30 કલાકની આસપાસ આનંદ કુમાર પોતાના ઘરે જઈ રહયો હતો. રસ્તામાં જ તામિલનાડુ ઈલેક્ટ્રીસીટી બોર્ડના કર્મચારીઓ એક થાંભલો ખસેડવામાં લાગેલા હતા. વેલ્ડીંગનું કામ પણ ચાલુ જ હતું પરંતુ જેવો આનંદ કુમાર ત્યાંથી પસાર થવા ગયો તેવામાં જ તે થાંભલો આનંદ ઉપર આવીને પડ્યો જેમાં તેના માથામાં, કમ્મરમાં, કરોડરજ્જુમાં મોટી ઇજા થઇ અને તે જમીન ઉપર પડી ગયો.

Image Source

આનંદની સારવાર તો કરાવવામાં આવી પરંતુ સારવાર બાદ પણ આનંદ સંપૂર્ણ સ્વસ્થ તો ના જ થઇ શક્યો અને તે વહીલચેર ઉપર રહેવા માટે મજબુર બની ગયો. આનંદે કોર્ટમાં ચેન્નઈ કોર્પોરેશન અને તામિલનાડુ ઈલેક્ટ્રીસીટી બોર્ડ ઉપર તેમની ભૂલના કારણે જ આનંદની આ હાલત થઇ છે એવો કેસ દાખલ કર્યો. કેસ ચાલુ થયો અને સુનાવણી પણ થઇ ત્યારે સિંગલ જજની બેન્ચે આનંદને 5 લાખ રૂપિયા વળતર આપવા માટે હુકમ કર્યો. ચેન્નઈ કોર્પોરેશને આ નિર્ણય વિરુદ્ધમાં મદ્રાસ હાઇકોર્ટમાં અપીલ કરી.

Image Source

કોર્ટ દ્વારા પોતાના નિર્ણયમાં જણાવવામાં આવ્યું કે ” આ ઘટનામાં આનંદનો જીવ તો બચી ગયો છે પરંતુ આનંદનો કમરની નીચેનો ભાગ લકવાગ્રસ્ત થઇ ગયો છે. આ ઘટનાથી આનંદ માત્ર વહીલચેર સાથે બંધાઈ રહેવા માટે મજબુર નથી પરંતુ તેના લગ્ન થવાની સંભાવના પણ સંપૂર્ણ રીતે સમાપ્ત થઇ ચુકી છે. બંધારણના ફકરા ક્રમાંક 21 મૌલિક અધિકારોની વાત કરે છે. તેમાં લગ્ન કરી અને તેનું સુખ ભોગવવું દરેક વ્યક્તિનો મૌલિક અધિકાર છે. આ ઘટનાના કારણે આનંદ પાસેથી એ અધિકાર છીનવી લેવામાં આવ્યો છે તેને બળજબરીથી બ્રમ્હચર્યનું પાલન કરવું પડ્યું છે.  આ તેનો પોતાનો નિર્ણય હોતો તો કોઈ  વાંધો નહોતો પરંતુ આ ઘટનાના કારણે તેનું લગ્ન કરવું અને લગ્ન સંબંધ નિભાવવું અસંભવ બની ગયું છે.

Image Source

મદ્રાસ હાઇકોર્ટના જજ એન.કિરુબાકરણ અને પીવી વેલમુરુગને આ કેસમાં પોતાનો નિર્ણય  સંભળાવતા 63 લાખ 26 હજાર રૂપિયા વળતર આપવાનો હુકમ કર્યો. જેના સંદર્ભે ચેન્નઈ કોર્પોરેશને પોતાની ભૂલ ના હોવાનો પણ પક્ષ રાખ્યો તેમાં તેમને આ કામ ઠેકેદારોને સોંપેલું હોવાનું પણ જણાવ્યું પરંતુ કોર્ટ ઉપર તેમની દલીલોની કોઈ અસર થઇ નહિ.

Image Source

આનંદને આ ઘટનાના વળતર રૂપે એક મોટી રકમ તો મળી ગઈ પરંતુ તે તેને ખર્ચ કરી શકવા માટે સક્ષમ નથી. તેના માટે પૈસા કરતા પોતાનું શરીર મહત્વનું હતું. જો શરીર સ્વસ્થ હોત તો તે લગ્ન કરી શકતો પરંતુ આજે તેની પાસે પૈસા હોવા છતાં પણ સુખ નથી અને તે પણ કોઈની ગંભીર ભૂલના કારણે.

Author: thegujjurocks.in

Exit mobile version