આ ફિલ્મો વાળા તમને મૂર્ખ બનાવે છે, હકીકતમાં કિસ કરતા જ નથી જાણો કઈ રીતે
સામાન્ય રીતે હવે ફિલ્મો જોઈએ તો કિસિંગ અને ઇન્ટીમેન્ટ સીન મોટાભાગની ફિલ્મોમાં રજૂ કરવામાં આવતા હોય છે. ફિલ્મ નિર્માતાઓ પણ હવે એવું માને છે કે ફિલ્મોમાં જો આવા દૃશ્ય ના બતાવવામાં આવે તો ફિલ્મ સફળ નથી થતી, બોલીવુડના ઘણા કલાકારોએ કિસિંગ સીન આપ્યા છે. ઘણા કલાકારોએ તો પોતાની દીકરીની ઉંમરની અભિનેત્રીઓ સાથે પણ કિસિંગ સીન આપ્યા છે, પરંતુ દર વખતે ફિલ્મોમાં બતાવવામાં આવતા આ કિસિંગ સીન શું અસલી જ હોતા હશે?

ચાલો આજે આ વાત ઉપરથી આપણે પડદો ઉઠાવીએ, તમને પણ જાણીને નવાઈ લાગશે કે ઘણીવાર ફિલ્મોમાં આવા કિસિંગ સીન જે બતાવવામાં આવે છે તેવા હકીકતમાં હોતા નથી, એવા સીન બતાવીને આપણને ઉલ્લુ બનાવવામાં આવે છે.

હા, ઘણા કલાકારો એવા હોય છે જેમને કિસિંગ સીન આપવા નથી ગમતા, તો ડાયરેક્ટર દ્વારા સીન બતાવવા માટે એવી તકનીકનો ઉપયોગ કરવામાં આવે છે જેમાં જોનારને તો એવું જ લાગે કે આ અસલ કિસિંગ સીન જ છે. જો કે, હાલમાં ઘણા અભિનેતા અને અભિનેત્રીઓ કિસિંગ સીન આપવા માટે રાજી પણ થાય છે છતાં પણ ઘણા કલાકારો આવા સીન આપવાની ના પાડે છે.

સોશિયલ મીડિયા ઉપર 2014માં એક વિડીયો ખુબ જ વાયરલ થયો હતો. આ વાયરલ વીડિયોમાં કિસિંગ સીનનું સત્ય બતાવવામાં આવ્યું હતું. આ સીન 2012માં આવેલી તમિલ/તેલુગુ ફિલ્મ “માત્તરાન”નું છે. જેમાં એક હોલની અંદર કાજલ અને સૂર્યા વચ્ચે ફિલ્માવવામાં આવેલું કિસિંગ સીન છે.

પરંતુ આ સીનની અંદર હકીકતમાં આ બંનેએ કિસ નહોતી કરી. હવે સવાલ એ ઉભો થાય છે કે જો આ સીનની અંદર બંનેએ એકબીજાને કિસ ના કરી હોય તો પછી સીન કેવી રીતે કિસિંગનો બતાવવામાં આવ્યો છે?

તો આ પ્રશ્નનો જવાબ આ વીડિયોમાં જ આપવામાં આવ્યો છે, જેમાં પડદાની પાછળના સીન પણ બતાવવામાં આવ્યા છે. કાજલે એક તકિયાને કિસ કરી હતી. જયારે સૂર્યાએ એક પ્લાસ્ટિકની સીટને કિસ કરી હતી. ત્યારબાદ વિજ્યુઅલ ઈફેક્ટની મદદથી એવું બતાવી દેવામાં આવ્યું કે જાણે બંનેએ એકબીજાને કિસ કરી છે. જો કે તમેને હકીકતમાં આવું નહોતું કર્યું.
એવો જ એક બીજો કિસ્સો પણ છે. ફિલ્મ “મેને પ્યાર કિયા”માં સલમાન ખાન અને ભાગ્યશ્રીની વચ્ચે એક સીન હતો. સલમાન અને ભાગ્યશ્રીએ એકબીજાને કિસ કરવાની ના પાડી દીધી હતી. પરંતુ ફિલ્મ ડાયરેક્ટર સૂરજ બડજાત્યા આ સીનને શૂટ કરવા માંગતા હતા.

ત્યારે તેમને આ સીનમાં સલમાન અને ભાગ્યશ્રી વચ્ચે એક કાચ રાખી દીધો. તે બંનેએ કાચ ઉપર કિસ કરી અને આ સીન ખુબ જ સરસ રીતે રજૂ થયો. આવી જ રીતે બીજી પણ ઘણી ફિલ્મોમાં કિસિંગ સીનને શૂટ કરવા માટે અલગ અલગ રીતો અપનાવવામાં આવી છે.