બૉલીવુડ

કરીના કપૂરને સાડીમાં જોઈને ભડક્યા લોકો, કહ્યું: “કપડાં પહેરવાની મર્યાદા તો શીખો મેડમ”

7 તસ્વીરો જોઈને તમે પણ કહેશો શરમ છે કે નહિ?

બોલીવુડની અભિનેત્રી કરીના કપૂર હવે ટૂંક સમયમાં બીજીવાર માતા બનવાની છે જેના કારણે તે ચર્ચામાં છવાયેલી રહે છે. કરીના પોતાના ડ્રેસિંગ સેન્સને લઈને પણ ઘણીવાર ચર્ચામાં આવતી રહે છે. પરંતુ એક ઇવેન્ટમાં બેબોના કપડાં જોઈને ચાહકો જ નહીં સ્ટાઇલિંગ એક્સપર્ટ પણ ભડકી ઉઠ્યા હતા.

કરીના કપૂરની તિજોરીની અંદર એકથી એક ચડિયાતા કપડાં પડેલા છે. આ બધા જ બોલ્ડ અને સ્ટાઇલ્સ કપડાં પહેરવામાં કરીના માહેર છે. પરંતુ કરીના હજુ સુધી એ નથી સમજી શકી કે ઇવેન્ટ પ્રમાણે તેની ડ્રેસિંગ સ્ટાઇલ કેવી હોવી જોઈએ.

Image Source

આવું અમે એટલા માટે જણાવી રહ્યા છે કે માની લો કે કોઈ મંદિર જેવી પવિત્ર જગ્યામાં મીની સ્કર્ટ પહેરેની જાય તો સામે વાળાનું રિએક્શન કેવું હશે? આ વાત તમે બહુ જ સારી રીતે સમજી શકો છો. પરંતુ આ વાતથી અજાણ કરીનાએ પોતાની ફેશનને લઈને એકવાર આવી જ ભૂલ કરી દીધી હતી. જે ના જોવા માટે યોગ્ય હતી કે ના સહન થઇ શકતી હતી.

Image Source

શું હતો આખો મામલો ?:
કરીના કપૂર “જશ્ન-એ-યંગીસ્તાન” એવોર્ડ્સ 2018માં ભાગ લેવા માટે પહોંચી હતી. જ્યાં દેશના ઘણા ક્ષેત્રોના યુવા પ્રતિભાને સન્માનિત કરવાનું હતું. આ એવોર્ડ સમારંભમાં બોલીવુડના પણ કેટલાક લોકો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં કરીના કપૂર પણ હતી.

કરીનાને “યુથ આઇકોનિક ઓફ ધ યર”નો એવોર્ડ આપવામાં આવ્યો હતો. જેનું એક કારણ તેની ફિલ્મ “વીરે દી વેડિંગ” હતું. તો પ્રેગ્નેન્સીના છેલ્લા સમય સુધી કામ કરવાના કારણે પણ તે ચર્ચામાં હતી. જો કે ત્યાં સુધી તો બધું જ ઠીક હતું પરંતુ જયારે કરીના એવોર્ડ લેવા માટે મંચ ઉપર પહોંચી ત્યારે ટ્રોલર્સ તેને જોઈને વરસી પડ્યા.

Image Source

કપડાએ કરાવ્યો ખુબ જ ફજેતો:
આ એવોર્ડ ફંક્શનની અંદર બાકી અભિનેત્રીઓ એકદમ સાદગી ભર્યા કપડામાં નજર આવી હતી તો કરીના ફરી એકવાર પોતાના બોલ્ડ આઉટફિટને પોતાની ફેશન બનાવી. આ ઇવેન્ટ માટે કરીનાએ પ્રખ્યાત ફાશિયો ડિઝાઈનર મનીષ મલ્હોત્રાની ડિઝાઇન કરેલી પીચ પિન્ક સાડી પહેરી હતી જે જોવામાં ખુબ જ સુંદર હતી.

આ ડિઝાઈનર સાડીને પાતળી પટ્ટી વાળી સિલ્ક સિકવેન્સ ઝગમગતી બોર્ડર સાથે ડિઝાઇન કરવામાં આવી હતી. જેની એકદમ વચ્ચે માઈક્રો પ્રિન્ટ્સનું કામ શામેલ હતું. જોકે આ સાડી જોવામાં એકદમ સિમ્પલ હતી. પરંતુ સાટન ફેબ્રિકનો ઉપયોગ થવાના કારણે આ અટાયરની સુંદરતા જોતા જ બનતી હતી.

Image Source

કરીનાના કપડાના કારણે મચી બબાલ:
હવે તમને એ વિચાર આવશે કે જો બધું જ સારું હતું તો કરીનાને જોઈને લોકો ભડકી કેમ ગયા? તો જણાવી દઈએ કે, આ સાડીની સાથે કરીનાએ બેકલેસ સ્ટાઈલિશ બ્લાઉઝ પહેર્યો હતો. જેના ઉપર સિકવેન્સ હૈંડ મોટિફ્સની સાથે ઝરી કામ કરવામાં આવ્યું હતું. તો ખભા ઉપર લૂજ ફિટ હોવાના કારણે બેક પાતળી સિકવેન્સ પટ્ટીને જોડતું હતું, જેમાં માઈક્રો લટકણ સામેલ હતા. જો કે કરીનાનો આ દેખાવ સહેજ પણ ખોટો નહોતો. પરંતુ આ ઇવેન્ટમાં તે આ સ્ટાઇલ સાથે બિલકુલ ફિટ નહોતી બેસી રહી.

પોતાને હદથી વધારે સ્ટાઈલિશ બનાવવાના ચક્કરમાં કરીના એ પણ ભૂલી ગઈ કે તેને કોની પાસેથી એવોર્ડ લેવાનો છે. આ ઇવેન્ટમાં ભારતના ઉપ રાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ સન્માનતી કરી હતી. જેવી જ કરીના આ સન્માનને પોતાના નામે કરવા પહોંચી તો ઘણા નેટીજન્સને તેનો આ લુક ખુબ જ ભંગાર લાગ્યો.

Image Source

કેવા કપડાં પહેરવા જોઈએ:
જેવી જ કરીનાની તસ્વીર સામે આવી તેવા જ ટ્રોલર્સ તેને આડા હાથે લેવાનું શરૂ કરી દીધું. જ્યાં કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સે તેના ઉપર ખોટી રીતે કપડાં પહેરવાનો આરોપ લગાવ્યો તો કોઈએ કહ્યું: “આ કોઈ ફિલ્મ એવોર્ડ નથી મેડમ.” એટલું જ નહિ ઘણા લોકોએ તો તેના ડ્રેસિંગ સેન્સને જ ઝીરો જણાવી દીધી. તો કોઈએ લખ્યું: “કપડાં પહેરવાની મર્યાદા તો શીખો મેડમ”

Image Source

આવું પહેલીવાર નથી થયું:
જો કે કરીના સાથે આવું પહેલીવાર નથી થયું, જયારે તેના દ્વારા પહેરવામાં આવેલા કપડાં ઉપર વિવાદ મચ્યો હોય. આ પહેલા પણ કરીના પોતાની નણંદ સોહા અલી ખાનની બુક લોન્ચમાં એક હોલ્ટર નેકલાઇન વાળો રેડ મીની હોટ ડ્રેસ પહેરીને પહોંચી હતી. જેને જોતા જ ટ્રોલર્સ ભડકી ઉઠ્યા હતા.