બૉલીવુડ

કરીના કપૂરે ખોલ્યા પોતાની સૌતનના રહસ્યો, કહ્યું: “મારા સૈફ અલી ખાન સાથેના લગ્ન બાદ અમૃતા સિંહ સાથે…”

અભિનેત્રી કરીના કપૂર હવે બીજીવાર માતા બનવાની છે તેને લઇને તે સતત ચર્ચામાં જોવા મળે છે. ઘણી બધી વાયરલ તસ્વીરોમાં તે પોતાનો બેબી બંપ પણ ફ્લોન્ટ કરતી જોવા મળે છે. હાલમાં જ તેને પોતાની ફિલ્મ “લાલસિંહ ચઢ્ઢા”નું શૂટિંગ પણ પૂર્ણ કર્યું છે. થોડા સમય પહેલા જ કરીનાએ આપેલા એક ઇન્ટરવ્યુના કારણે તે ચર્ચામાં આવી છે. આ ઇન્ટરવ્યૂ તેને સૈફની પહેલી પત્ની અમૃતા સિંહના સંબંધોને લઈને આપ્યો છે. જે સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

Image Source

આ ઇન્ટરવ્યૂની અંદર કરીનાએ અમૃતાની ખુબ જ પ્રસંશા કરી છે. જયારે કરીના કરણ જોહરના શો કૉફી વિથ કરણમાં આવી હતી ત્યારે કરણ જોહરે વાતો વાતોમાં જ કરીનાને  તેના અને અમૃતાના સંબંધોને લઈને પૂછી લીધું હતું ત્યારે કરીનાએ જણાવ્યું હતું કે: “હું સૈફ સાથે લગ્ન બાદ હજુ સુધી અમૃતા સિંહને નથી મળી, પરંતુ હું તેમને ખુબ જ સન્માન આપું છું.”

Image Source

કરીના જણાવે છે કે તે અમૃતા સાથે “કભી ખુશી, કભી ગમ” દરમિયાન મળી હતી. અને તે દરમિયાન તેમને સારા સાથે પણ તેને મળાવી હતી. કરીના અને સારા વચ્ચે પણ ખુબ જ સારા સંબંધો છે. સારાએ કરીનાને પોતાની આઇડિયલ જણાવી છે. ઘણીવાર તેમના બંનેની સાથે તસ્વીરો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થાય છે.

Image Source

કરીનાના જણાવ્યા પ્રમાણે તે જ્યારે સૈફને મળી હતી એ પહેલા જ અમૃતા અને સૈફ અલગ થઇ ચુક્યા હતા. પરંતુ સૈફને મળ્યા પછી તે ક્યારેય અમૃતાને નથી મળી. કરીના જણાવે છે કે: “મારા પતિ અને અમૃતાના બાળકોની દેખરેખ અમૃતાએ કરી છે. તેનો બધો ક્રેડિટ અમૃતાને જાય છે. પરંતુ સૈફ પણ ઇબ્રાહિમ અને અમૃતાને ખુબ જ પ્રેમ કરે છે.”

Image Source

બાળકો વિશે વાત કરતા કરીના કહે છે કે: “સૈફે મને જણાવ્યું હતું કે મારા બંને બાળકો મારા જીવનનો ભાગ છે. તે બંને મારી ખુબ જ નજીક છે.”