બૉલીવુડ

તો આ છે કરીનાના દીકરાની સુંદરતાનું રહસ્ય, કરીનાએ પતિ અને તૈમુરની ક્યુટનેસ વિષે જણાવી આ વાત

બોલીવુડના સ્ટાર તો હંમેશા ચર્ચામાં રહેતા હોય છે પરંતુ તેમના બાળકો પણ હંમેશા સોશિયલ મીડિયામાં છવાયેલા જ રહે છે, આવા જ સ્ટારકિડ્સમાં જો કોઈ સૌથી વધુ ચર્ચામાં રહેતું હોય તો એ છે સૈફ અને કરિનાનો દીકરો તૈમુર. સોશિયલ મીડિયામાં તૈમૂરના નામ ઉપર જ ઘણા ફેન પેજ એની ચુક્યા છે, અવાર નવાર તે લાઇમલાઇટમાં આવતો હોય છે. તેની પાછળનું કારણ છે તેની ક્યુટનેસ, તૈમુર હજુ માત્ર 3.5 વર્ષનો છે તે છતાં પણ તેના દેખાવની ચર્ચા ચારેય તરફ છે.

Image Source

તૈમુર ફક્ત ચાહકોનો લાડલો નથી, પરંતુ કરીના પણ તૈમુરની ક્યુટનેસની દીવાની છે. એક ચેટ શો દરિયાન જ કરીનાએ તેની ક્યુટનેસ વિષે વાત કરી હતી તે ઉપરાંત તૈમુરની ક્યુટનેસ પાછળનું રહસ્ય પણ તેને ખોલ્યું હતું.

Image Source

આ લાઈવ ચેટ શોમાં કરીનાએ કહ્યું હતું કે: “હું ગર્વની સાથે કહી શકું છું કે તૈમુર સૌથી ક્યૂટ છોકરો છે, એટલા માટે નહીં કે તે મારો દીકરો છે. પરંતુ તે સાચેમાં ક્યૂટ છે. તેની ક્યુટનેસ પાછળ તેનામાં પઠાણ જીન્સ રહેલા છે એટલું જ નહીં પરંતુ મેં પણ ઘણું જ ઘી ખાધું હતું.”

Image Source

ફેબ્રુઆરી 2019માં આપેલા એક ઇન્ટરવ્યૂમાં કરીનાએ તૈમુરને લઈને ઘણા રહસ્યો ખોલ્યા હતા. કરીનાએ જણાવ્યું હતું કે: “તૈમુર હજુ નાનો છે, છતાં પણ તે તેની માને મેકઅપમાં જોવાનું જ પસંદ કરે છે.” સૈફનાં કહ્યા પ્રમાણે તૈમુર તેને કોઈપણ લુકમાં જોઈ લે કોઈ ફર્ક પડતો નથી.”

Image Source

કરીનાએ એક બીજા ચેટ શો દરમિયાન જણાવ્યું હતું કે “સૈફ તૈમુરનો એટલો દીવાનો બની ગયો છે કે તે શૂટિંગ ઉપર પણ ખુબ જ મુશ્કેલીથી જાય છે, મારે તેમને ધક્કા મારી અને મોકલવા પડે છે. હું તેમને શૂટ માટે જવાનું કહું છું તો એ કહે છે કે શૂટિંગ કેન્સલ છે, હું તૈમુરને છોડીને ક્યાંય નહિ જાઉં.”

Image Source

કરીનાના જણાવ્યા પ્રમાણે “તૈમુરને મળી રહેલા લાઈમલાઈટ અને એટ્રેક્શનથી સૈફ ખુબ જ નારાજ પણ છે. તે મને કહે છે કે આપણા બાળકનું સતત મનોરંજન કરવાની શું જરૂર છે? કેમ તેનું રોજ ઘરની બહાર જવું જરૂરી છે? દરેક સમયે તેને લોકો સામે સેન્ટર ઓફ એટ્રેક્શન કેમ બનાવવામાં આવે છે?”

Image Source

20 ડિસેમ્બર 2016માં જન્મેલો તૈમુર હવે 3.5 વર્ષ કરતા પણ મોટો થઇ ગયો છે, કરીના તેને ફિલ્મમાં અભિનેતા નથી બનાવવા માંગતી પરંતુ તેને એક ક્રિકેટર બનાવવા માંગે છે, આ બાબતે પણ તેને એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું.

Image Source

થોડા સમય પહેલા યોજાયેલા એક એવોર્ડ ફંક્શનની અંદર જયારે કરીનાને પૂછવામાં આવ્યું કે તે તૈમુરને કયાં ફિલ્ડમાં મોકલવા માંગે છે ત્યારે કરીનાએ જવાબ આપતા કહ્યું હતું કે “હું નહિ તૈમુર જ તેની જાતે નક્કી કરશે કે તેને ક્યાં ફિલ્ડમાં જવું છે, પરંતુ છતાં પણ હું ઈચ્છીશ કે તે ક્રિકેટર બને.”

Author: thegujjurocks.in