બૉલીવુડ

15 વર્ષ મોટા આમિર ખાનથી લઈને 5 વર્ષ નાના અર્જુન કપૂરને કિસ કરી ચુકી છે કરીના કપૂર

કિસ કરવામાં કોઈના બાપની શરમ નથી રાખતી કરીના કપૂર, જુઓ આટલા બધા હીરો સાથે કરી ચુકી છે

બોલીવુડની બેબો એટલે કે કરીના કપૂર ફિલ્મી પળદા પર 20 વર્ષ પૂર્ણ કરી ચુકી છે. કરીના કપૂરે જે પી દત્તાની ફિલ્મ રેફ્યુજી દ્વારા અભિષેક બચ્ચન સાથે બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું. આ ફિલ્મ 30 જૂન 2000 ના રોજ રિલીઝ થઇ હતી.

Image Source

કરીના કપૂરની 20 વર્ષની કારકિર્દીમાં એવા પણ મોકાઓ આવ્યા હતા જયારે તેમણે ફિલ્મોમાં અભિનેતાઓ સાથે કિસિંગ સીન આપીને હલ્લો મચાવી દીધો હતો. કરીના કપૂર એક એવી અભિનેત્રીઓમાંની એક છે જેણે પોતાનાથી ઉંમરમાં મોટા અને નાના અભિનતાઓ સાથે પણ કિસિંગ સીન આપી ચુકી છે.

1. 5 વર્ષ નાના અર્જુન કપૂર:

Image Source

કરીના કપૂર વર્ષ 2016 માં આવેલી આર બાલ્કીના ડાયરેક્શનમાં બનેલી ફિલ્મ ‘કી એન્ડ કા’ માં અભિનેતા અર્જુન કપૂર સાથે ઇન્ટીમેન્ટ થઇ ચુકી છે. બંન્ને ફિલ્મમાં ખુબ જ બિંદાસ અવતારમાં જોવા મળ્યા હતા. ફિલ્મમાં કરીનાએ અર્જુન સાથે કિસ કરી હતી અને આ સીન ખુબ ચર્ચામાં રહ્યો હતો.

2. 13 વર્ષ મોટા અક્ષય કુમાર :

Image Source

કરીના કપૂરે વર્ષ 2009 માં આવેલી ફિલ્મ ‘કમ્બખ્ત ઇશ્ક’ માં અક્ષય કુમાર સાથે જબરદસ્ત કિસિંગ સીન આપ્યો હતો. આ સિવાય અન્ય એક ફિલ્મમાં પણ બંન્ને વચ્ચે ઇન્ટીમેન્ટ સીન ફિલ્માવવામાં આવ્યો હતો.

3. 15 વર્ષ મોટા આમિર ખાન:

Image Source

કરીના કપૂર 15 વર્ષ મોટા આમિર ખાન સાથે કિસિંગ સીન આપી ચુકી છે. વર્ષ 2009 માં આવેલી ફિલ્મ ‘થ્રી ઈડિયટ્સ’ના એક સીનમાં જ્યારે કરીના પોતાના લગ્નથી ભાગીને આમિર ખાનને મળવા માટે આવે છે ત્યારે તેને ખુબ લાંબી કિસ કરે છે. આમિર ખાન જેવા સિતારાઓ સાથે આવું કામ કરવું કરીના માટે થોડું મુશ્કેલ હતું છતાં પણ તેણે ખુબ સહેલાઈથી નિભાવ્યું હતું.