અજબ ગજબ

જુગાડમાં ભારતીયોને કોઈ ટક્કર ન આપી શકે, જુઓ વાઇરલ થયેલી 7 તસ્વીરો

આપણે નાના હતા ત્યારે સ્કૂલમાં વેસ્ટમાંથી બનાવવાની સ્પર્ધાનું આયોજન થતું અને આપણે વેસ્ટમાંથી નાની-નાની કોઈક વસ્તુઓ બનાવી લેતા હતા. પણ એ સ્કૂલમાં સ્પર્ધામાં જ બનાવતા હતા. પણ જયારે આ બધી વસ્તુઓને જીવનમાં ઉતારવાની વાત આવે ત્યારે આપણે એને જુગાડ કહીએ છીએ.

ભારતીય પોતાની ‘જુગાડ’ ની કળા માટે પણ ઓળખવામાં આવે છે. એવા ઘણા પ્રસંગો જોયા હશે જ્યા લોકો નકામી થઈ ગયેલી ચીજોને કઈક નવું કે રચનાત્મક બનાવી દેતા હોય છે. જુગાડ સાંભળવામાં ભલે વિચિત્ર લાગતું હોય પણ તેનાથી જીવન ઘણું સહેલું બની જાય છે. એવામાં ભારતમાં તેના મજાકિયા અને દિલચસ્પ નજારાઓ જોવા મળી જતા હોય છે. આજે અમે તમને જુગાડની એવી જ અમુક તસ્વીરો દેખાડીશું જેને જોઈને તમે પણ હસીહસીને લોટપોટ થઇ જશો.

1. નળનું હેન્ડલ તૂટી ગયું છે, તો આવો જુગાડ કરી શકાય છે:
વાહ, જો હવે તમારા ઘરે પણ ક્યારેય આવું થાય તો આખો નળ બદલાવી નાખવાને બદલે આ ઉપાય અજમાવી શકાય। ખર્ચો બચી જશે.

2. આખરે આવા આઈડિયા કોના મગજમાં આવતા હશે!:
પાઇપ નીચેથી તૂટી ગઈ છે, પાણીએ જ્યા જવાનું છે ત્યાં જતું નથી, ત્યારે આનાથી વધુ સારો ઉપાય શું હોઈ શકે!

3. પાણીની ટાંકીનો આવો ઉપયોગ પણ થતો હશે, તમે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય.:
તમારા ઘરમાં ટોયલેટ નથી અને જો બનાવવું છે પણ બજેટ નથી, તો આ ઉપાયથી ઘરમાં જ સસ્તું અને ટીકાઉ ટોયલેટ ઉભી કરી જ શકાય છે.

4. મોબાઈલ ચાર્જ કરવા માટે તો લોકો ગમે તે કરવા માટે તૈયાર રહેતા હોય છે.:
ફોન વિના એક સેકન્ડ પણ ન વીતતી હો, અને એવામાં ફોનને ચાર્જમાં મુકવો પડે અને ચાર્જરનો વાયર ટૂંકો હોય ત્યારે આવું જ કરી શકાય.

5. ભારતીયો પાસે તો દરેક ચીજોનું સોલ્યુશન હોય જ છે:
વાહ, હવે વોશિંગ મશીન લાવીએ અને જો એ પછી નળ અને પાઈપનું ફિટિંગ કરાવવાનું બજેટ ન હોય તો આમ જ કરવું પડે ને!

6. કમાલનો જુગાડ છે આ તો, નાહવાની ચિંતા નથી હવે!:
જો ઘરમાં શાવર ન હોય તો જૂની ડોલમાં કાણા પાડીને આવું કરી જ શકાય.

7. મગજ તો આ ભાઈ પાસે જ છે:
ઘડિયાળ તો ઘડિયાળ જ હો, ભલેને તૂટી ગઈ છે, પણ સમય તો બતાવે જ છે ને! આ જ રીતે સહી.

Author: thegujjurocks.in