ન્યુઝ

જયારે જયા બચ્ચને વહુ ઐશ્વર્યાને કહેલું “શરમ જેવું તો કઈ બચ્યુ જ નથી..” ત્યારે વિશ્વ સુંદરીએ આવું કરેલું

રાજ્યસભાના સાંસદ અને અભિનેત્રી જયા બચ્ચન હંમેશા સામાજિક મુદ્દાઓ પર પોતાનો અવાજ ઉઠાવતા હોય છે અને પોતાનો મત સચોટ રીતે મુકતા આવ્યા છે. ત્યારે આજે તમને જણાવીએ કે જયારે તેમની વહુ ઐશ્વર્યા રાયે એક ફિલ્મમાં બોલ્ડ સીન આપ્યા હતા ત્યારે તેમને આજકાલની ફિલ્મો પર નિશાનો સાધતા એના પર પણ તેણે વાંધો લીધો હતો. જયારે ઐશ્વર્યા રાયની ફિલ્મ ‘એ દિલ હૈ મુશકિલ’ રિલીઝ થઈ હતી, એ ફિલ્મમાં ઐશ્વર્યાએ રણબીર કપૂર સાથે કેટલાક બોલ્ડ સીન આપ્યા હતા. એ વખતે મામી ફિલ્મ ફેસ્ટિવલમાં જયાએ કહ્યું હતું કે એક સમય હતો જ્યારે ફિલ્મ ડિરેક્ટર ફક્ત કલા જ દર્શાવતા હતા, જ્યા આજે ફક્ત બિઝનેસ જ જોવા મળે છે.

જયાએ કહ્યું હતું, ‘હવે ફક્ત બોક્સ ઓફિસના કલેક્શન, 100 કરોડની ફિલ્મો, ફર્સ્ટ વિકેન્ડ કલેક્શન વિશે જ વાત કરવામાં આવે છે. જે મારી સમજથી બહાર છે.’ સાથે જ જયાએ એ પણ પૂછ્યું કે આજના સમયમાં કેટલા ચહેરાઓ છે જે દેશનું પ્રતિનિધિત્વ કરે છે?

આજની ફિલ્મોમાં પશ્ચિમી સંસ્કૃતિનો પ્રભાવ વધી રહ્યો છે. તેમને કહ્યું હતું કે ‘મને નથી ખબર કે આવું કેમ છે. બની શકે કે એ ધનિક દેશ છે અને તેમને વધુ વિકસિત માનવામાં આવે છે.’

પરંતુ જયાનું માનવું છે કે ભારતીય વધુ પ્રગતિશીલ છે. જયા બચ્ચને કહ્યું કે જ્યારે તે આજના સિનેમાને જોઇને પરેશાન થઈ જાય છે. મનમાં થાય છે કે કોઈ શાંત સ્થળે જતી રહું. તેણે કહ્યું કે પહેલા ખલનાયિકા અને હિરોઇન બતાવવામાં આવતી હતી. પરંતુ આજે ખલનાયિકાની જરૂર નથી. હિરોઈન જ એ કરી લે છે જે ખલનાયિકા કરતી હતી.

જયાએ કહ્યું કે હિરોઈન ફક્ત ટૂંકા કપડાં પહેરે છે અને નાચે છે, આઈટમ ડાન્સ કરે છે. તેમણે એમ પણ કહ્યું કે, ‘બોલિવૂડે પૈસા સાથે લગ્ન કરી લીધા છે. બોલીવુડ મૂવીઝ મુંબઈના લોકો બનાવે છે. જે પશ્ચિમી લોકોથી પ્રભાવિત થાય છે. તેઓ વિચારે પણ એવું જ છે.’