અજબ ગજબ

એક એવું મંદિર જેમાં ભગવાનની નહિ પરંતુ સ્ત્રીના ‘સ્તન’ ની થાય છે પૂજા, કારણ જાણીને હેરાન રહી જશો

દુનિયાભરમાં ઘણા મંદિરો આવેલા છે જ્યાં દેવી દેવતાઓની પૂજા સાથે તેમના ચમત્કારના પરચાઓ આજે પણ મળે છે. પરંતુ આજે અમે તમને જે મંદિર વિશે જણાવીશું તેના વિશે જાણીને જ તમને નવાઈ લાગવા લાગશે. આ મંદિરની અંદર કોઈ દેવી દેવતાની નહિ પરંતુ સ્ત્રીના સ્તનની પૂજા કરવામાં આવે છે.

વાંચીને જ હેરાની થઇ ને, પરંતુ આ સત્ય છે. જે મંદિરમાં સ્ત્રીના સ્તનની પૂજા કરવામાં આવે છે એ મંદિર આવેલું છે જાપાનમાં. જાપાનમાં આવેલું આ મંદિર દુનિયાભરમાં પ્રચલિત છે. એવું પણ જણાવવામાં આવી રહ્યું છે કે આ મંદિરની અંદર સ્તનની દેવી છિછિગમીસમની પૂજા કરવામાં આવે છે.

આ મંદિરમાં તમારી જ્યાં પણ નજર પડશે તમને ફક્ત અને ફક્ત સ્તન જ દેખાશે. આ મંદિરમાં ખાસ સ્ત્રીઓના સ્તનની પૂજા કરવામાં આવે છે અને ખાસ મંદિરની સજાવટ પણ રૂ અને કપડાના બનેલા સ્ત્રીઓના સ્તન દ્વારા જ કરવામાં આવી છે.

શા કારણે કરવામાં આવે છે સ્તનની પૂજા?
જાપનમાં આવેલા આ મંદિરની અંદર દુનિયાભરમાંથી મોટી સંખ્યામાં મહિલાઓ સ્તન વાળી દેવીની પૂજા કરવા માટે આવે છે. એવું પણ કહેવાય છે કે, આ મંદિરમાં મહિલાઓ સલામત ગર્ભાવસ્થા, સ્તનના કેન્સરથી બચવા માટે પૂજા કરે છે. આ મંદિરમાં આવતી મહિલાઓની મનોકામના પણ પૂર્ણ થતી હોવાનું સાંભળવા મળે છે. જે મહિલાઓની મનોકામનાઓ પૂર્ણ થાય છે તે નકલી સ્તન મંદિરમાં ચઢાવે છે.

મંદિર સાથે જોડાયેલી વર્ષો જૂની માન્યતા:
આ મંદિર સાથે જોડાયેલી કહાણી પણ ખુબ જ રસપ્રદ છે. માન્યતા અનુસાર જાપાનના વાકાયામા શહેરની એક ડોક્ટરે આ મંદિરમાં બ્રેસ્ટ કેન્સરથી પીડિત પોતાની મહિલા દર્દી માટે પ્રાર્થના કરી હતી અને તેણે પોતાની મનોકામના પૂર્ણ થવા પર દેવીને નકલી સ્તનનો ચડાવો આપ્યો હતો. મહિલા ડોક્ટરની દર્દી પણ સંપૂર્ણ રીતે સાજી થઈ ગઈ.જેના બાદથી જ મહિલાઓનો વિશ્વાસ આ મંદિર પ્રત્યે વધવા લાગ્યો છે. મહિલાઓ પોતાની માનતા પૂર્ણ થવા પર નકલી સ્તન ચડાવવા માટે દુનિયાભરમાંથી આવે છે.

આ મંદિરમાં દરેક વસ્તુ છે સ્તન આકારની:
આ મંદિરની ખાસ વિશેષતા એ છે કે મંદિરમાં તમને દરેક વસ્તુ સ્તન આકારની જ જોવા મળશે. જેમ જેમ આ મંદિર વિશે મહિલાઓને જાણ થઇ તે આ મંદિરમાં આવવા લાગી અને પોતાની મનોકામના પૂર્ણ થવા ઉપર નકલી સ્તન પણ ચઢાવવા લાગી. આ મંદિરની અંદર ફુવારા અને મૂર્તિઓ પણ મહિલાઓના સ્તન આકારની બનાવવામાં આવ્યા છે.