બૉલીવુડ

આમિર ખાનની દીકરીએ જંગલમાં મંગલ કરતા જોવા મળી, કાતિલ અંદાજ સાથે સ્ટનિંગ લુકની ચારેકોર ચર્ચા

બોલીવુડના મિસ્ટર પરફેક્શનિસ્ટ તરીકે ઓળખાતા અભિનેતા આમિર ખાનની દીકરી ઇરા ખાન જો કે સોશિયલ મીડિયા પર વધારે એક્ટિવ નથી રહેતી અને લાઇમલાઈટથી દૂર રહેવાનું જ પસંદ કરે છે પણ તેની તસ્વીરો કે વિડીયો ઈન્ટરેન્ટ પર વાઇરલ થઇ જ જાય છે.

એવામાં એકવાર ફરીથી ઇરા ખાન પોતાની ગ્લેમરસ તસ્વીરોને લીધે ચર્ચામાં આવી ગઈ છે. ઇરા ખાને તાજેતરમા જ ફોટોશૂટ કરાવ્યું છે જેમાં તે ખુબ જ સુંદર લાગી રહી છે.

ઈરાની સામે આવેલી નવી તસ્વીરોમાં તે કોઈ જંગલના વિસ્તારમાં જોવા મળી રહી છે. જો કે જંગલમાં ફોટોશૂટ કરાવાનો આ કોન્સેપ્ટ એકદમ અલગ છે.

તસ્વીરોમાં તેની સ્ટાઇલ અને અંદાજ એકદમ કાતિલાના લાગી રહ્યો છે અને તેના ચાહકોને પણ તેનો આ અવતાર ખુબ પસંદ આવી રહ્યો છે. સોશિયલ મીડિયા પર ઈરાના ચાહનારો તેને નાગિનનો અવતાર પણ જણાવી રહ્યા છે.

જો કે મોટાભાગે બૉલીવુડ કલાકારો ફોટોશૂટ કરાવતા રહે છે પણ ઇરાએ જંગલમાં નાગિન અવતારમાં ફોટોશૂટ કરાવીને સનસની મચાવી દીધી છે.

લાઇમલાઈટથી દૂર રહેનારી અને હંમેશા સિમ્પલ એવી દેખાતી ઇરા ખાનનો આવો હોટ અવતાર જોઈને દર્શકો પણ હેરાન રહી ગયા છે. ઈરાની આ તસ્વીરો ઇન્ટરનેટ પર ખુબ વાઇરલ થઇ રહી છે.

ગોલ્ડન અને બ્લેક કલરના કપડામાં ઇરા ખાન ખુબ જ સુંદર દેખાઈ રહી છે. તેના સિવાય ઇરાએ મરૂન અને બ્લુ રંગના ગાઉનમાં પણ ફોટોશૂટ કરાવ્યું છે. આ ગયાઉનમાં ઇરા ખાન ખુબ જ બોલ્ડ લાગી રહી છે. ઈરાની આ તસ્વીર પર ચાહકો ખુબ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

જો કે આ પહેલી વાર નથી કે ઇરાએ ફોટશૂટ કરાવ્યું હોય, તેની પહેલા પણ ઇરા ખાન તસ્વીરો કે વિડીયોને લીધે ચર્ચામાં રહી ચુકી છે. તેની પહેલા પણ ઈરાનો એક વિડીયો વાઈરલ થયો હતો જેમાં ઇરા એક્ટિંગ કરતી દેખાઇ રહી હતી. ઇરાએ વીડિયો શેર કરીને કૈપ્શનમા લખ્યું હતું કે,”હું શર્મીલી છું અને મેં અભિનય પર કામ કરવાની કોશિશ પણ નથી કરી કેમ કે હું અભિનય કરવા જ નથી માગતી, પણ જો તમે નિર્દેશન કરવા માગો છો તો તમને સમય સમય પર એક્ટિંગ કરવાની આવશ્યકતા રહે છે. અહીં મારે પોતાને જ હાવી કરવી પડે છે, ઘણીવાર હું તેને સંભાળી પણ લઉં છું. પણ ઘણીવાર હું નથી કરી શકતી.”

આ વીડિયોના વાઇરલ થયાના પહેલા પણ ઇરા ક્રિકેટર યુવરાજ સિંહની પત્ની હેઝલની મદદ કરવા માટે ચર્ચામાં આવી હતી. જણાવી દઈએ કે ઇરા અને હેજલ કીચ ખુબ સારી મિત્રો છે. જણાવી દઈએ કે હાલ તો ઇરા ખાન એક્ટિંગમાં નહિ પણ ડાયરેકશનમાં પોતાની કારકિર્દી બનાવવા માંગે છે. તેના માટે ઇરાએ પુરી તૈયારી પણ કરી લીધી છે.

ઇરા ખાન હાલ એક પ્લે ડાયરેક્ટ પણ કરી રહી છે જેનું પ્રીમિયર આ જ વર્ષે ડિસેમ્બરમાં રિલીઝ કરવામાં આવશે. તેનું આ પ્લે એક ગ્રીક સ્ટોરી પર આધારિત છે, જેમાં ભારતીય ક્રિકેટર યુવરાજ સિંહની પત્ની અને અભિનેત્રી હેજલ કીચ મુખ્ય કિરદાર નિભાવતી જોવા મળશે.

Author: thegujjurocks.in