ન્યુઝ

પતિના નોકરી જતા સમયે બાથરૂમમાંથી બહાર આવેલી પત્ની ઉપર પતિએ કર્યું એવું કે જાણીને રુવાડા ઊભા થઈ જશે

આપણ દેશમાં અવાર નવાર મહિલાઓ ઉપર થતા શારીરિક અને માનસિક ત્રાસના કિસ્સાઓ સામે આવતા હોય છે. આપણા ગુજરાતમાં પણ ઘણી જ મહિલાઓ પોતાના પતિ દ્વારા આપવામાં આવતા માનસિક ત્રાસનો શિકાર બનતી હોય છે. આવી જ એક ઘટના અમદાવાદમાંથી સામે આવી છે.

Image Source

આ ઘટનામાં મળતી માહિતી અનુસાર અમદાવાદ નિકોલમાં રહેતા એક દંપતીમાં છેલ્લા ઘણા સમયથી ઝઘડા ચાલ રહ્યા હતા, આ બંનેને લગ્ન બાદ બે દીકરીઓ પણ હતી. નાની નાની બાતે બંને વચ્ચે અવાર નવાર મારપીટની ઘટનાઓ પણ બનતી રહેતી હતી.

Image Source

મહિલાનો પતિ અમદાવાદમાં જ કોઈ કારખાનામાં નોકરી કરતો હતો. પતિના નોકરી જવાના સમયે જ પત્ની બાથરૂમમાં નાહવા ગઈ હતી, પરંતુ પતિના જવાનું હોય તે બાથરૂમમાંથી બહાર આવી હતી, બંને બાળકીઓ આ દરમિયાન સુઈ રહી હતી ત્યારે જ પત્ની બાથરૂમની બહાર આવતા જ પતિએ તેના ઉપર કોઈ જ્વલનશીલ પ્રવાહી નાખી દીવાસળી ચાંપી દીધી હતી.

Image Source

મહિલાના કપડામાં આગ લાગતા જ આસપાસના લોકો ત્યાં દોડી આવ્યા હતા અને આગ બુઝાવી હતી. મહિલાને તરત જ એક ખાનગી હોસ્પિટલમાં પણ દાખલ કરવામાં આવી હતી. મહિલા હાથે, છાતીના ભાગે અને મોઢા ઉપર દાઝી ગયા હતા તે બાબતની ફરિયાદ પણ પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી હતી.

પોલીસે પણ તે મહિલાના પતિ વિરુદ્ધ ગુન્હો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. તપાસમાં પતિએ આવું શા કારણે કર્યું તે હજુ સામે આવ્યું નથી.