બોલીવુડની અંદર રોશન પરિવારનું ઘણું યોગદાન રહ્યું હોય, એ સંગીત ક્ષેત્રે હોય, ફિલ્મ નિર્માણ ક્ષેત્રે હોય કે પછી અભિનય ક્ષેત્રે. ઘણા વર્ષોથી ઇન્ડસ્ટ્રીમાં તેમનો દબદબો રહ્યો છે. હેવ આ પરિવારનું એક સદસ્ય બોલીવુડમાં એન્ટ્રી કરવા માટે તૈયારી કરી રહ્યું છે.

હૃતિક રોશનની કાકાની દીકરી પશ્મિના રોશન ટૂંક સમયમાં જ બોલીવુડમાં ડેબ્યુ કરવાની છે. પશ્મિના હૃતિક રોશનના કાકા રાજેશ રોશનની દીકરી છે. રાજેશ રોશન બોલીવુડના એક મોટા સંગીતકાર છે અને તેમને રાકેશ રોશનની ઘણી ફિલ્મોમાં સંગીત આપ્યું છે.

પશ્મિનાની ઓળખ હૃતિક રોશને જાતે જ સોશિયલ મીડિયા દ્વારા આપી હતી. તેને પોતાના ઇન્સ્ટાગ્રામ ઉપર તેની તસ્વીર શેર કરી હતી. આ તસ્વીરમાં પશ્મિના ખુબ જ સુંદર દેખાઈ રહેલી જોવા મળે છે. તેને જોતા જ ઘણા લોકો તેની સુંદરતાના દીવાના પણ બની ગયા છે.

હૃતિક રોશને પશ્મિનાની એક નહિ પરંતુ ઘણી બધી તસવીરો શેર કરી હતી. આ તસ્વીરોની સાથે હૃતિકે એક કેપશન પણ લખ્યું હતું.

હૃતિકે લખ્યું હતું કે: “તારા ઉપર ખુબ જ ગર્વ છે પશ્મિના. તું એક બહુ જ ખાસ વ્યક્તિ છે અને તારામાં અસાધારણ પ્રતિભા છે. તું તારા વ્યક્તિત્વ અને ગર્મજોશી ભર્યા વ્યવહારથી જ્યાં પણ જાય છે તે જગ્યાને રોશન કરી દે છે. ક્યારેક ક્યારેક મને આશ્ચર્ય થાય છે કે તારી અંદર આ જાદુ આવ્યો ક્યાંથી? પરંતુ વધારે પડતો સમય હું ઈશ્વરનો આભાર માનું છું કે તેમને તને અમારા પરિવારમાં સામેલ કરી.”

પશ્મિના પાસે રંગમંચ ઉપર કામ કરવાનો અનુભવ પણ છે. તે “ધ જેફ ગોલ્ડબર્ગ દ્વારા ધ ઇમ્પોર્ટન્સ ઓફ બીઇંગ અંર્નેસ્ટ”ના પ્રોડક્શનમાં પણ કામ કરી ચુકી છે.

2019માં પશ્મિના વિશે ખબર આવી હતી કે તે જલ્દી જ બોલીવુડમાં પોતાની અદાકારીની શરૂઆત કરવાની છે.

મુંબઈ મિરરમાં આવેલા એક રિપોર્ટ પ્રમાણે પશ્મિનાને હોમ પ્રોડક્શનની જગ્યાએ કોઈ બહારના મોટા બેનર સાથે લોન્ચ કરવાની તૈયારી ચાલી રહી છે. હૃતિક રોશને પોતે જ પશ્મિનાના લોન્ચિંગની તૈયારી કરતો જોવા મળ્યો હતો.

હાલમાં બૉલીવુડ અભિનેતા હૃતિક રોશનની કાકાની દીકરી પશ્મિના બોલીવુડમાં ડેબ્યુ કરવા માટે એકદમ તૈયાર છે.

હવે જોવાનું એમ છે કે હવે આ નવી અભિનેત્રી બોલીવુડમાં કોનાથી એન્ટ્રી કરે છે? પશ્મિના દેખાવમાં પણ ખુબ જ સુંદર છે.

પશ્મિનાની તસવીરો પણ હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે, અને ચાહકો પણ તેની એન્ટ્રીની રાહ જોઈએ રહ્યા છે.