બૉલીવુડ

હાર્દિક પંડ્યાના આ શર્ટની કિંમત જાણીને આંખો પહોળી થઈ જશે, આટલામાં તો એક બાઈક આવી જાય

દેશભરમાં લાગુ થયેલા લોકડાઉનના કારણે સામાન્ય માણસથી લઈને સેલિબ્રિટી સુધીના તમામ લોકો પોતાના ઘરમાં છે અને સોશિયલ મીડિયા દ્વારા એક બીજા સાથે જોડાઈ રહ્યા છે ત્યારે ક્રિકેટર હાર્દિક પંડ્યાએ હમણાં જ એક ફોટો શેર કર્યો છે જેમાં તેને એક શર્ટ પહેર્યું છે, એ શર્ટ એટલું ખાસ નથી લાગી રહ્યું પરંતુ તેની કિંમત જાણીને આંખો પહોળી થઇ જાય એવું છે.

 

View this post on Instagram

 

A post shared by Hardik Pandya (@hardikpandya93) on

હાર્ડિક પંડ્યાએ પહેરેલા આ શર્ટની વાત કરીએ તો આ શર્ટ રીમૈગિનેટેડ સ્ટ્રીટ સ્ટાઇલ શર્ટ, અપ-માર્કેટ ઓફ વ્હાઇટનું છે. શર્ટની અંદર એક પોન્ટેડ કોલર, વ્હાઇટ કર્વ્સ અને વોટર ફોલ પ્રિન્ટ છે.

 

View this post on Instagram

 

A post shared by Hardik Pandya (@hardikpandya93) on

આ શર્ટની કિંમતની જો વાત કરીએ તો તેની કિંમત 40,997 છે. આજ કિંમતમાં તમે એક બજાજની સીટી હન્ડ્રેડ બાઈક પણ ખરીદી શકો છો. પરંતુ હાર્દિકના ચાકોને તેની આ શરત એટલી ખાસ પસંદ નથી આવી રહી, પરંતુ હાર્દિકની સ્ટાઇલ બધાને ગમી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Hardik Pandya (@hardikpandya93) on

હાર્દિક પોતાની મંગેતર નતાશાની સાથેની રોમાન્ટિક કેમેસ્ટ્રીને લઈને ખાસો ચર્ચામાં રહેલો જોવા મળે છે, સાથે હાર્દિકના શોખ પણ એક અલગ પ્રકારના છે. તેને સ્ટાઇલ્સ અને મોંઘી લક્ઝુરિયસ વસ્તુઓ સાથે એક ખાસ લગાવ છે.

 

View this post on Instagram

 

A post shared by Hardik Pandya (@hardikpandya93) on

હાર્દિકને ક્રિકેટના રણવીર સીંગ તરીકે પણ ઓળખવામાં આવે છે. તે મોંઘી વસ્તુઓ ખરીદવાના કારણે વધારે ચર્ચામાં પણ રહે છે, ક્યારેક લાખોનો પાયજામા સેટ તો ક્યારેક 25 હજારની બોક્સર અને એક લાખ રૂપિયાના જૂતા ખરીદીને હાર્દિક ઘણીવાર ચર્ચાનું કારણ બન્યો છે. થોડા સમય પહેલા જ તેને એરપોર્ટ ઉપર 1 કરોડની Patek Philipe Nautilus ઘડિયાળ પહેરેલો પણ જોવા મળ્યો હતો. અને હવે આ મોંઘી શર્ટના કારણે તે ચર્ચામાં છે.

Author: thegujjurocks.in