ન્યુઝ

આ વિદેશીએ અમદાવાદમા ફૂટપાથ પર વાળ કપાવ્યા અને વાળંદને એવું ઇનામ આપ્યું કે જાણીને દંગ રહી જશો…પછી વાળંદને કહ્યું કે

શું તમે ક્યારેય પણ ઝાડ નીચે બેસેલા વાળંદ પાસેથી વાળ કપાવ્યા છે? શું તમે એની ચંપીની મજા લીધી છે? 20 રૂપિયા લાગે અને ગામ-ગપાટા મારવા મળે એ બોનસ. કદાચ ના, સસ્તા, ટકાઉ અને હવાદાર સલૂનની મજા ભાગ્યે જ કોઈએ માણી હશે. કારણકે આપણે તો મોંઘા અને એસીવાળા સલૂનમાં જવા ટેવાયેલા છીએ ને! જો કે આપણને એ પણ નહિ ખબર હોય કે આજે પણ આપણે ત્યાં આવી જગ્યાઓ છે કે જ્યા હેરકટિંગ માટે માત્ર 20 જ રૂપિયા લાગે છે. કારણ કે હવે તો આપણને એવા સલૂનમાં જ જવું ગમે છે કે જે આપણી પાસેથી હેર કટિંગ કરવા માટે 20-20 રૂપિયા નહિ પણ 200-500 રૂપિયા લે. અને ઘણા સલૂન તો એટલા મોંઘા છે કે જ્યા હેર કટિંગ કરાવવાનો ચાર્જ હજારોમાં લાગે છે.

Image Source

ત્યારે જણાવી દઈએ કે આ વર્ષે જ ફેબ્રુઆરી મહિના 2019માં એક વિડીયો વાયરલ થયો હતો જેમાં એક વિદેશી વ્યક્તિ અમદાવાદમાં ઝાડ નીચે બેસતા વાળંદ પાસેથી 20 રૂપિયાના હેરકટ કરાવતા જોવા મળ્યા હતા અને તેના હેરકટથી ખુશ થઈને 20 રૂપિયાને બદલે 28000 રૂપિયા આપ્યા હતા.

Image Source

ખરેખર વાત એમ છે કે નોર્વેના એક પ્રખ્યાત યુટ્યુબર હેરાલ્ડ બાલ્ડર એ સમયે ભારતની મુલાકાતે આવ્યા હતા અને તેને અમદાવાદમાં ઝાડની નીચે બેસતા વાળંદ પાસેથી વાળ કપાવ્યા હતા. તેને આ વાળંદને વાળ નાના કાપવા કહ્યું અને પોતાની યુટ્યુબ ચેનલ માટે વાળંદનો વાળ કાપતો વિડીયો શૂટ કરવાની પરવાનગી પણ માંગી. હેરાલ્ડે વાળ કપાવતા પહેલા ભાવ પૂછ્યો હતો અને વાળંદે તેનો ભાવ 20 રૂપિયા જ કહ્યો હતો.

Image Source

વાળંદ વાળ કાપવા લાગ્યો અને હેરાલ્ડએ આખો વિડીયો બનાવ્યો. વાળંદના વાળ કાપવાની રીતથી અને તેની ઈમાનદારીથી ખુશ થઈને હેરાલ્ડે 20 રૂપિયાને બદલે 400 ડોલર આપ્યા. જેની ભારતીય ચલણમાં કિંમત 28000 રૂપિયા થાય છે. હેરાલ્ડે પોતાની વાત વાળંદને સમજાવવા માટે એક સ્થાનિકની મદદ લીધી અને સમજાવ્યું કે તે તેને આટલા રૂપિયા એટલા માટે આપ્યા કે જેથી તે પોતાની દુકાન માટે જરૂરતનો સમાન ખરીદી શકે, અને પરિવારનું ધ્યાન રાખી શકે.

Image Source

વાળંદે પણ પોતાના સ્માર્ટફોનમાં હેરાલ્ડ સાથે સેલ્ફી પડાવી હતી. અને પૈસાનો સ્વીકાર કર્યા પછી વાળંદે અને હેરાલ્ડે એકસાથે કોફી પણ પીધી હતી. આ સમગ્ર ઘટનાનો વિડીયો હેરાલ્ડે પોતાની youtube ચેનલ પર શેર કર્યો.

Image Source

જો તમે હેરાલ્ડને ન જાણતા હોવ તો જણાવી દઈએ કે હેરાલ્ડ youtube છે, જેને ફરવું ખૂબ જ ગમે છે અને એ જ્યા જાય છે ત્યાં વિડીયો બનાવે છે અને પોતાની યુટ્યુબ ચેનલ પર મૂકે છે. આ વીડિયોમાં હેરાલ્ડે કહ્યું છે કે તે એક નવી સિરીઝની શરૂઆત કરી રહ્યો છે, અને એ સિરીઝ દ્વારા એ જે પણ રૂપિયા કમાશે એને તે પોતાની યાત્રા દરમ્યાન કોઈ જરૂરતમંદ કે હાર્ડવર્ક વ્યક્તિને દાન કરી દેશે. પહેલા તે આ પૈસા પોતાના પર જ ખર્ચ કરી દેતા હતા, પણ હવે તે યુટ્યુબથી સારી કમાણી કરી લે છે અને તેને વિચાર્યું છે કે આ પૈસા એ કોઈ સારા કામમાં વાપરશે.

Image Source

સાચા અર્થમાં કહેવામાં આવે તો આવા લોકો દુનિયામાં ખૂબ જ ઓછા છે, જે જરૂરતમંદો, સમાજ અને દુનિયા વિશે વિચારે છે. આ દુનિયાને જીવવા માટે વધુ સારું બનાવવા માટે હેરાલ્ડ જેવા લોકોની ખૂબ જ જરૂર છે.

જુઓ વિડીયો:

Author: thegujjurocks.in