ન્યુઝ

ખુશખબરી: ગુજરાતમાં આ 4 વેપાર દુકાનો ખોલી શકાશે, આપી દીધી સૌથી મોટી છૂટ જાણો સમગ્ર વિગત

આજે 18 તારીખે ગાંધીનગર શહેરમાં 8 પોઝિટિવ કેસ નોધાયા છે. હાલ સુધી ગુજરાતમાં 11,390 કેસ નોંધાયા છે અને મૃત્યુઆંક 659 થયો છે જ્યારે 4,499 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યાં છે.

અમદાવાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં પાન-ગલ્લા, દુકાનો ખુલ્લા રાખવામાં આવશે. નોન કન્ટેઇન્મેન્ટ ઝોનમાં વાણંદની ખોલી શકાશે

અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં ટેક્સી સેવા શરૂ કરાશે. સમગ્ર રાજયમાં રેસ્ટોરાં માત્ર કેન્ટેઇન્મેન્ટ ઝોનમાં હોમ ડિલીવરીના હેતુથી ચાલુ રહેશે

કંપનીમાં 33 % એમ્પ્લોય સાથે ખાનગી ઓફિસો શરૂ કરી શકાશે

રૂપની સાહેબે કહ્યું કે અત્યારસુધી લોકડાઉનમાં જનતાએ સહકાર આપ્યો જેનો હું આભારી છું. કન્ટેઈન્મેન્ટ ઝોનમાં આવશ્યક ચીજ વસ્તુઓ સિવાય કોઈપણ પ્રકારની છૂટછાટ નહીં

વધુમાં કહ્યું કે બન્ને ઝોનમાં બંધ શાળા-કોલેજો, જીમ, સ્વિમિંગ પૂલ, બાગ બગીચા, મોલ, મુવી થીએટર, ધાર્મિક કાર્યક્રમો બંધ રહેશે, સિટી બસ સેવા, ખાનગી સેવાઓ પણ બંધ રહેશે. અમદાવાદ અને સુરત સિવાય સમગ્ર રાજ્યમાં ઓટોરીક્ષા શરૂ કરવામાં આવશે એક રીક્ષામાં વધુમાં વધુ 2 મુસાફર બેસાડી શકાશે.

Image Source

કન્ટેનમેન્ટ ઝોન સિવાય ગુજરાતના બધા જિલ્લાઓમાં ST બસ સેવા શરૂ કરાશે. રાજ્યમાં નોન કન્ટેનમેન્ટ ઝોનમાં પાનના ગલ્લાઓ અને હેર સલૂન શરૂ કરી શકાશેઃ

લગ્ન સમારંભ માં 50 અને અંતિમ યાત્રા માં 20 લોકો ને મંજુરી

જાહેર માં થુંકનર વ્યક્તિ અને માસ્ક નહીં પહેનાર વ્યક્તિ ને આખા ગુજરાત માં 200 રૂપિયા એક સરખો દંડ

રેસ્ટોરન્ટ દ્વારા હોમ ડિલેવરી કરી આપવા છૂટ આપવામાં આવી, હોમ ડીલેવરી કરવા જતાં વ્યક્તિ નું હેલ્થ ચેકઅપ કરવું ફરજિયાત

N95 માસ્ક અને 3 લેયર માસ્ક છૂટ થી મળે તે માટે અમુલ પાર્લર પર માસ્ક વેચાણ માટે છૂટ આપવામાં આવી

N95 માસ્ક 65 રૂપિયામાં અને 3 લેયર માસ્ક 5 રૂપિયા માં વેચાણ કરવામાં આવશે

હાલ આખા દેશમાં લોકડાઉન ચાલી રહ્યું છે. લોકડાઉનનો ચોથો તબક્કો ચાલી રહ્યો છે. લોકડાઉનના ચોથા તબક્કાને લઈ રાજ્યની રૂપાણી સરકારે ગઈકાલે નવી ગાઇડલાઇન જાહેર કરી હતી. જેમાં રાજ્યમાં લોકડાઉન દરમિયાન ક્યા વિસ્તારમાં શું ચાલુ રહેશે અને શું નહીં તે અંગે માહિતી આપવામાં આવી હતી. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું એક મોટું નિવેદન સામે આવ્યું છે.

Image source

બીજી તરફ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કન્ટેનમેન્ટ ઝોન સિવાય, રાજ્યમાં એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં જવા પાસની જરૂર નથી. કોઈ પણ નાગરિકને ગુજરાતમાં ક્યાં પણ હેરફેર કરવી હોય તો પાસ લેવાના રહેશે નહીં. પરંતુ કન્ટેઇન્મેન્ટ ઝોન જ્યાં જાહેર થયા છે એ વિસ્તારના નાગરિકો બહાર પણ નહીં નીકળી શકે અને કોઈ પણ નાગરિક બહારથી આવી કન્ટેઇન્મેન્ટ ઝોનમાં પ્રવેશ કરી શકશે નહીં.’

Image source
Image source

જેને લઈને આજે વહેલી સવારથી અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરામાં લોકોની અવર-જવર જોવા મળી હતી. મોટાભાગે પાન પાર્લર તેમજ હેર શલૂનની દુકાનોમાં લોકોની વધારે ભીડ જામી હતી. ત્યારે દુકાનદારોએ પણ સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે ગ્રાહકનો માલ-સામાન આપવાનું શરૂ કર્યું છે. લોકો પણ 1-2 મીટરનું અંતર રાખીને વસ્તુઓની ખરીદી કરી રહ્યા છે. અમદાવાદ શહેરમાં એસ.ટી. બસો આવી જઈ શકશે નહીં.

અમદાવાદમાં કન્ટેઈન્મેન્ટ ઝોન બહારના વિસ્તારમાં દુકાન, ઓફિસ, ધંધા ચાલુ કરી શકાશે. પરંતુ પૂર્વમાં છૂટછાટ આપવામાં આવશે નહીં.

Image source

આજે શહેરોના રોડ પર પણ ચહલ પહલ વધી છે. વાહનચાલકો માસ્ક પહેરી નીકળી રહ્યા છે. શહેરની મુખ્ય બજારોમાં ટ્રાફિક જોવા મળી રહ્યો છે. અમુક વિસ્તારોમાં પાનની દુકાનો સ્ટોકના અભાવે બંધ છે.
Author: thegujjurocks.in