ન્યુઝ

મામા-ભાણી વચ્ચે જ છેલ્લા 3.5 વર્ષથી પાંગર્યો હતો પ્રેમ, મામાએ ભાણેજ ના શું કર્યાં હાલ જાણીને ધ્રુજી જશો

ઘોર કળયુગ: મામાએ ભાણેજ એવા હાલ કર્યાં કે જાણીને ધ્રુજી જશો

આજ ના સમયમાં સાગા સંબંધો ઉપ્પર પણ વિશ્વાસ કરવો ભારે પડી ગયો છે, શારીરિક આકર્ષણ માણસને એકબીજા પ્રત્યે લોહીનો સંબંધ જોવા છતાં પણ એવું આકર્ષણ જન્માવે છે કે તેમાં બધું જ ભૂલી બેસે છે. આવી ઘટનાઓ અવાર નવાર સામે આવતી હોય છે.

Image Source

હાલમાં જ આવેલી એક ઘટનાએ ચકચાર મચાવી દીધો હતો, સ્પાઈસી રેસ્ટોરન્ટમાં મળેલી એક 20 વર્ષની યુવતીની લાશના સમાચારે પોલીસ તંત્રને દોડતું કરી દીધું હતું ત્યારે એક નવો જ ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો.

Image Source

તે યુવતીને પોતાના જ સંબંધમાં થતા મામા સાથે છેલ્લા 3.5 વર્ષથી પ્રેમ થયો હતો, અને બંને લગ્ન પણ કરવા માંગતા હતા, પરંતુ તેમના પરિવાર જનો આ લગ્ન માટે રાજી નહોતા, આ માટે ઘરે જ પંચાયત બોલાવી અને નક્કી કરવામાં આવ્યું હતું કે યુવક અને યુવતી એક બીજાને હવેથી નહિ મળે.

પંચાયતમાં નક્કી કર્યા બાદ બંને એકબીજાને થોડા દિવસ સુધી તો મળ્યા નહિ પરંતુ તેમનો પ્રેમ હજુ અંદર જ પાંગરી રહ્યો હતો માટે બંનેએ મળવાનું નક્કી કર્યું. બંને છુપી રીતે એકબીજાને માલ્ટા રહ્યા, યુવક પણ યુવતી સાથે લગ્ન કરવા માંગતો હતો, પરંતુ યુવતીએ પરિવારના ડરથી લગ્ન કરવાની ના કહી, યુવકે ભાગી જવા માટે પણ કહ્યું પરંતુ યુવતી પરિવારની ઈજ્જત ના ઉછળે એ માટે ભાગવાની પણ ના પાડી.

Image Source

યુવતીના પરિવાર જનો તેના લગ્ન કરવાની તૈયારીઓ કરી રહ્યા હતા આજ વાત યુવકને માલુમ પડતા તેને યુવતીને એક હોટેલમાં મળવા માટે બોલાવી. સ્પાઈસી હોટેલમાં બંને જણ બેઠા અને ત્યાં ઘણું જ જમવાનું પણ મંગાવ્યું. બંને વચ્ચે આ સમય દરમિયાન ઘણી જ વાતો થઇ યુવકે યુવતીને મનાવવાના ખુબ જ પ્રયત્નો કાર્ય પરંતુ યુવતી માની નહિ અને આથી ગુસ્સે ભરાયેલા યુવકે તેના જ દુપટ્ટાથી ગાળું દબાવીને તેની હત્યા કરી નાખી. યુવતી તેના છેલ્લા શ્વાસ સુધી પોતાના પ્રેમનું વચન આપીને યુવકને રોકવા માટે આજીજી કરતી રહી પરંતુ યુવક તેની એક વાત માણ્યો નહીં.

યુવતીની હત્યા કરી અને તે યુવક પોતાની બહેનના ઘરે ચાલ્યો ગયો ત્યાં તેને આત્મહત્યા કરવાનો પણ પ્રયાસ કર્યો પરંતુ ત્યાં ઘણા જ લોકો હોવાના કારણે સફળ ના થઈ શક્યો, અને ત્યાંથી પણ ભાગી ગયો.

Image Source

હાલમાં જ યુવક પોલીસ સમક્ષ હાજર થઇ અને પોતાનો ગુન્હો કબુલ્યો હતો, પોલીસે તપાસ કરતા માલુમ પડ્યું કે આ યુવક મૃત યુવતીનો સંબંધમાં મામા થાય છે અને બંને વચ્ચે છેલ્લા 3.5 વર્ષથી પ્રેમ સંબંધો હતા.

Author: thegujjurocks.in