બૉલીવુડ

ફ્લોપ થયા પછી બોલિવૂડની આ 8 અભિનેત્રીઓએ કર્યા કરોડપતિ સાથે લગ્ન

આ 8 અભિનેત્રીઓએ ફિલ્મોમાં ભયંકર રીતે ફ્લોપ થયા પછી ધનવાન બિઝ્નેસમેનનો હાથ ઝાલ્યો

મિત્રો બોલિવૂડમાં એવી ઘણી અભિનેત્રીઓ છે જે પોતાના કરિયરમાં ખુબ જ સફળ રહી છે અને લખો લોકોના દિલ પર રાજ કરે છે તો એવી પણ અભિનેત્રીઓ છે જે પોતાના કરિયરમાં કઈ ખાસ સફળતા નથી મેળવી શકી અને નામી બિઝનેસમેન સાથે લગ્ન કરીને ફિલ્મોથી દૂર પોતાનું જીવન ખુશીથી વિતાવી રહી છે. આજે આ અભિનેત્રીઓને જીવનમાં કોઈ વસ્તુની કમી નથી અને તેઓ પોતાના પરિવાર સાથે ખુશીથી સમય પ્રસાર કરે છે તો ચાલો અમે તેમને એવી અભિનેત્રીઓ વિશે જણાવીએ.

1. ઈશા દેઓલ:

Image Source

ધર્મેન્દ્ર અને હેમા માલિનીની દીકરી ઈશા દેઓલે બોલિવૂડમાં કોઈ ખાસ કમાલ કરી શકી ન હતી. ઈશાએ 2012માં હીરાના વ્યાપારી ભરત તખ્તાની સાથે લગ્ન કરીને બોલિવૂડને અલવિદા કહી દીધું હતું. બંનેની એક પ્યારી દીકરી પણ છે જેનું નામ રાધા છે.

2. ગાયત્રી જોશી:

Image Source

ગાયત્રી જોશી એક અભિનેત્રી સાથે સાથે એક મોડલ પણ છે. તેમને પોતાના કરિયરની શરૂઆત શાહરુખ ખાનની ફિલ્મ સ્વદેશ થી કરી હતી આ ફિલ્મ તેની પહેલી અને છેલ્લી ફિલ્મ હતી. જેને પછી તેને રિયલ એસ્ટેટ ટાયકૂન વિકાસ ઓબરૉય સાથે લગ્ન કરીને ફિલ્મોથી દૂર થઇ ગઈ.

3. આયેશા ટાકિયા:

Image Source

આયેશા ટાકિયાએ પોતાને કરિયરમાં હિટ કરતા ફ્લોપ ફિલ્મોમાં વધારે કામ કર્યું છે. જણાવી દઈએ કે આયેશાએ ફરહાન આજ઼મી સાથે લગ્ન કર્યા છે. ફરહાન આજ઼મીના પિતા અબુ આજ઼મી સમાજવાદી પાર્ટીના નેતા છે. આયેશા અને ફરહાનનો એક દીકરો પણ છે તેનું નામ મિકાઈલ આજ઼મી છે.

4. સંદલી સિન્હા:

Image Source

સંદાલી સિંહા એક મોડલ અને અભિનેત્રી પણ છે, તેનેતેના કરિયરમાં ફક્ત 4 થી 5 ફિલ્મોમાં જ કામ કર્યું છે, ત્યારબાદ તેને નવેમ્બર 2005 માં કિરણ સાલસ્કાર સાથે લગ્ન કર્યા. તે ઈમ્પ્રેસારિઓ એન્ટરટેઇનમેન્ટ અને હોસ્પિટાલિટીમાં પ્રમોટર ડિરેક્ટર છે જે મોચા, સોલ્ટવોટર ગ્રીલ, સોલ્ટવોટર કાફે, સ્મોક હાઉસ ડિલી, ટેસ્ટિંગ રૂમ, સ્ટોન વોટર ગ્રીલ અને વધુ ઘણી રેસ્ટોરાં અને કાફે જેવી બ્રાન્ડના માલિકી છે.

5. અસીન:

Image Source

બોલિવૂડની સાથે સાથે સાઉથની ફિલ્મમાં પણ જોવા મળી છે.અભિનેત્રી અસિન બોલવૂડમાં ઘણા મોટા મોટા કલાકારો સાથે કામ પણ કરી ચુકી છે. તેને માઇક્રોમેક્સ કંપનીના માલિક રાહુલ શર્મા સાથે લગ્ન કર્યા પછી ફિલ્મોથી દુરી બનાવી લીધી હતી.

6. સેલિના જેટલી:

Image Source

બોલિવૂડમાં હિટ ફિલ્મમાં કામ કરવા છતાં પણ સેલિનાને એટલી લોકપ્રિયતા મળી નહીં. તેથી ફિલ્મોથી દૂર તેને ખુબ જ મોટા બિઝનેસ મેન પીટર હાગ સાથે લગ્ન કરીને પોતાના પરિવારની સાથે સમય પ્રસાર કરે છે.

7. ટીના અંબાણી:

Image Source

અભિનેત્રી ટીના અંબાણીએ અનિલ અંબાણી સાથે લગ્ન પહેલા તે કોઈ બોલિવૂડ સ્ટાર્સને ડેટ કરતી હતી. તેને અમુક ફિલ્મોમાં કામ પણ કર્યું છે પછી તેમને ભારતના સૌથી અમિર વ્યક્તિઓ પૈકી  એક અનિલ અંબાણી સાથે લગ્ન કર્યા હતા.

8. કિમ શર્મા:

Image Source

કિમ શર્માએ ફિલ્મ મોહબ્બતેં થી ખુબ જ ચર્ચામાં રહી હતી અને ખુબ જ લોકપ્રિયતા પણ મેળવી હતી. આ ફિલ્મ પછી બોલિવૂડમાં તેનો સફર એટલો સારો રહ્યો નથી. કીમનું નામ ક્રિકેટર યુવરાજ સિંહ સાથે પણ જોડાયું હતું પરંતુ બંને અલગ થઇ ગયા અને કિમે બિઝનેસ મેન અલી પંજાબી સાથે લગ્ન કરી લીધા હતા.