ન્યુઝ

જો તમે પણ અમદાવાની કોઈ હોટેલમાં જઈ રહ્યા છો તો થઇ જાવ સાવધાન !

ઘણીવાર ઘણા લોકોને નકલી પોલીસના હાથે લૂંટાતા જોયા છે. રોડ ઉપર કે બીજી કોઈ જગ્યા લૂંટારુઓ પોલીસનો વેસ ધારણ કરીને ઘણા લોકો પાસેથી પૈસા પણ પડાવતા હોય છે, ત્યારે અમદાવાદમાં પણ આવી જ ઘટના સામે આવવા લાગી છે.

Image Source

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં નકલી પોલીસ બનીને હોટેલમાંથી બહાર નીકળતા કપલોને લૂંટવામાં આવી રહ્યા હોવાની ઘટના સામે આવી છે. જની અંદર અમદાવાદના એક વિસ્તારમાં કપલને ટાર્ગેટ બનાવી પોલીસના નામ ઉપ્પર રૂપિયા પડાવતી ટોળકીને ઝડપી પાડવામાં આવી છે.

આ ટોળકી હોટેલમાંથી બહાર નીકળતા કપલણે રસ્તામાં રોકીને પોતે પોલીસ છે એમ જણાવીને રૂપિયા ખંખેરતા હતા. છેલ્લા દસ દિવસમાં આ ટોળકીએ 8 જેટલા કપલો પાસેથી રૂપિયા પડાવ્યા હોવાનું પણ સામે આવ્યું છે. આ બાબતે પોલીસે પકડાયેલા કપલોને ફરિયાદ નોંધાવવા માટે પણ જણાવ્યું છે.

Image Source

હોટેલમાંથી નીકળતા કપલોને ડરાવી ધમકાવી અને બળાત્કારની ફરિયાદ દાખલ કરવાની ધમકી પણ આપતા હતા. જેના કારણે કપલ ડરના માર્યા તેમને હજારો રૂપિયા આપ્યા હોવાનું પણ સામે આવ્યું છે.

આ ટોળકી કોઈને શન્કા ના જાય એ રીતે ડી સ્ટાફ પહેરે એ પ્રકારના શૂઝ પહેરા અને પોલીસની જેમ જ ઊંચા અવાજે અને કડકાઈથી વાત કરતા હોવાના કારણે કપલને પણ તેમના ઉપર શંકા જાય એમ નહોતું.  આમ કરીને તેમને 8 જેટલા કપ પાસેથી હજારો રૂપિયા પડાવી લીધા હતા.

Image Source

આ આખું પ્લાનિંગ પ્રમાણે થતું હતું જેમાં આ ટોળકીના બે સદસ્યો હોટેલની બહાર વોચ રાખીને બેસ્ટ અને જેવું કોઈ કપલ હોટેલમાંથી બહાર નીકળે તેની જાણ તેમના બીજા સાથીઓને કરી દેતા. આ લોકો તેમને રિંગ રોડ ઉપર ઊભા રાખી અને પોતે પોલીસ હોવાની ઓળખ આપીને લૂંટી લેતા હતા.

Image Source

કપલને લૂંટતી આ ટોળકી પકડાયા બાદ પોલીસ તપાસમાં  પણ સામે આવ્યું છે કે આ ટોળકી પહેલા પણ ઘણી ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલી હતી. જેમાંથી એક વ્યક્તિ તો મર્ડર કેસમાં પકડાયેલો હતો.