ન્યુઝ

સુરતમાં પત્નીને પોતાના પ્રેમી સાથે પાણીપુરી ખાતા જોઈ ગયો પતિ, પછી થયું કંઈક એવું કે વાંચીને હોશ ઉડી જશે

આજના સમયમાં પતિ અને પત્નીના સંબંધોમાં વિશ્વાસનું સ્તર ઉતરતું જઈ રહ્યું છે અને પતિ અથવા પત્ની એકબીજાને ક્યારે દગો આપી બેસે છે તે નક્કી નથી હોતું, પરંતુ આ સંબંધો ક્યારેય છુપા નથી રહેતા, અને જયારે તે સામે આવી જાય છે ત્યારે તેનું પરિણામ ખુબ જ ગંભીર આવે છે, આવી જ એક ઘટના સુરતમાં બનેલી જોવા મળી, જ્યાં પત્નીને તેના પ્રેમી સાથે પતિ પાણીપુરી ખાતા જોઈ ગયો અને પછી જે હંગામો થયો તે જાણીને પરસેવો છૂટી જાય.

પ્રાપ્ત માહિતી અનુસાર સુરતમાં રહેતા એક દંપતીને લગ્નના થોડા સમય બાદ જ બંને વચ્ચે ઝગડા થતા હતા જેના કારણે છેલ્લા પોણા બે વર્ષથી બંને અલગ રહેતા હતા.

આ દરમિયાન જ પતિએ તેની પત્નીને તેના પ્રેમી સાથે પાણીપુરી ખાતા જોઈ લીધી અને તેની પાસે જઈને છૂટાછેડાની માંગણી કરી હતી, તો તેની પત્નીએ તેના ભાઈ અને પ્રેમી સાથે મળીને તેના પતિને લાકડીના ફટકાથી માર માર્યો હતો. તો સામે તેની પત્નીને પણ પતિએ સોસાયટીના ગેટ પાસે રોકી અને કમર, ગાલ અને કાનના ભાગે ચપ્પાથી ઘા માર્યા હોવાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.

આ ઘટના ગુરુવારે સાંજે 5 વાગ્યાની આસપાસ છે જ્યાં પતિએ તેની પત્નીને તેના પ્રેમી સાથે પાણીપુરી ખાતા જોઈ હતી અને ત્યારબાદ તેની પાછળ સોસાયટીના ગેટ સુધી જઈને ઝઘડો કરતા ચપ્પાથી ઘા કાર્ય હતા, જે બાબતે તેની પત્નીએ પોલીસને ફરિયાદ કરતા તેના પતિ વિરુદ્ધ જિન્હોં નોંધ્યો હતો.

તો સામેના  તરફ પતિએ પણ તેની પત્ની, સાળા અને તેના પ્રેમી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી, જેના તેને જણાવ્યું હતું કે તેની પત્નીને તેના પ્રેમી સાથે પાણીપુરી ખાતા જોઈ ગયો હતો અને તેની પાસે છૂટાછેડાની માંગણી કરતા તેના સાળા અને પ્રેમીએ લાકડીથી મારમારી માથામાં ઇજા પહોંચાડી હતી.

પોલીસે પતિની ફરિયાદના આધારે તેની પત્ની અને બીજા નય આરોપીઓ વિરુદ્ધ ગુન્હો દાખલ કરી તપાસ હતઃ ધરી છે તો તેની પત્નીની ફરિયાદના આધારે પણ પતિ વિરુદ્ધ ગુન્હો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.