આગળના વર્ષે કર્ણાટકમાં કંઈક એવી ઘટના જોવા મળી હતી કે તેને જાણીને દરેકના હોંશ જ ઉડી ગયા હતા.લગ્નના તરત જ પછી નવી નવેલી દુલ્હનને ઉલ્ટીઓ થવા લાગી અને શંકાશીલ પતિ તેને હોસ્પિટલ લઇ ગયો આ સિવાય દુલ્હનને પ્રેગ્નેન્સી ટેસ્ટ અને વર્જિનિટી ટેસ્ટ પણ કરાવવો પડ્યો હતો.

વાત કંઈક એવી છે કે ઉત્તરી કર્ણાટકમાં મેટ્રિમોનિયલ સાઈટના દ્વારા 29 વર્ષના શરદ અને 26 વર્ષની રક્ષાની મુલાકાત થઇ હતી, બંન્નેના અહીં નામ બદલવામાં આવેલા છે. અમુક સમય સાથે રહ્યા પછી બંનેએ વર્ષ 2018 માં લગ્ન કર્યા હતા.
લગ્નના 15 દિવસ પહેલા જ રક્ષાની માં ની મૃત્યુ થઇ ગઈ હતી જેના પછી રક્ષા ખુબ ડિપ્રેશનમાં રહેવા લાગી હતી.રક્ષાની આવી હાલત જોઈને શરદેને લાગ્યું કે તે આ લગ્નથી ખુશ નથી અને તે સમયે રક્ષા પોતાના મિત્ર સાથે વાતો પણ કર્યા કરતી હતી જે ખરાબ સમયમાં તેની સાથે હતો પણ શરદે તેને ખોટી રીતે સમજ્યું.

એવામાં લગ્નના દિવસે જ રક્ષાને ગૈસ્ટ્રાઇટીસ(પેટની બીમારી)ને લીધે ઉલ્ટી થઇ ગઈ હતી, જેના પછી શરદ તેને તરત જ હોસ્પિટલ લઇ ગયો.રક્ષાને લાગી રહ્યું હતું કે પોતાના ઈલાજ માટે શરદ તેને હોસ્પિટલ લઈને આવ્યો છે પણ જ્યારે ડોકટરે તેને પ્રેગ્નેન્સી ટેસ્ટ અને વર્જિનિટી ટેસ્ટ કર્યો તો તે હેરાન જ રહી ગઈ હતી.

ટેસ્ટ પછી રક્ષા ગુસ્સે થઈને પોતાની બહેનના ઘરે ચાલી ગઈ અને પતિના શક કરવા પર તેના પર કેસ દર્જ કરાવડાવ્યો અને કોર્ટ સુધી પણ લઇ ગઈ.જો કે પતિએ બધા આરોપ સ્વીકારવાનો ઇન્કાર કરી દીધો હતો અને છૂટાછેડા માટે અરજી પણ આપી દીધી. ત્રણ મહિના પછી ખુલાસો કરવા માટે શરદ પરિવારની સાથે ફેમિલી કાઉન્સિલ પહોંચ્યો અને પત્નીના વિરુદ્ધ ફરિયાદ દર્જ કરાવી.

કાઉંસલરે કહ્યું કે,”રક્ષાએ અમને જણાવ્યું છે કે તેને પૂછયા વગર જ વર્જિનિટી અને પ્રેગ્નેન્સી ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો. તેણે જોયા વગર જ ફોર્મ સાઈન કરી નાખ્યું હતું.જ્યારે ટેસ્ટ પુરા થયા ત્યારે તેને બધી જાણ થઇ.
સેન્ટરની કોર્ડીનેટરએ કહ્યું કે,”રક્ષાના પિતાનું ઘણા સમય પહેલા જ મૃત્યુ થઇ ગયું છે અને અમુક દિસવો પહેલા તેની માતાનું પણ નિધન થઇ ગયું છે.એવામાં શરદે રક્ષાની સાથે રહેવું જોઈતું હતું.પણ તે તેના પર શક કરતો રહેતો હતો જે એકદમ ખોટી બાબત છે.સેન્ટર રક્ષા માટે ઉભા રહેશે”.
Author: TheGujjuRocks.in