ન્યુઝ

દુલ્હને એક જ રાતમાં વરરાજાને પહોંચાડી દીધો હોસ્પિટલ, વરરાજો બોલ્યો,”ખુબ જ બેશરમ નીકળી તે”

આપણા સમાજમાં લગ્નનું ખુબ જ ખાસ મહત્વ હોય છે કેમ કે લગ્ન બે લોકોના મિલનની સાથે-સાથે બે આત્માઓનું પણ મિલન છે. સમાજમાં લગ્ન સાત જન્મોનું બંધન માનવામાં આવે છે. લગ્ન વર-વધુના પરિવારને પણ એકબીજા સાથે જોડે છે આજ કારણ છે કે માં-બાપ બધું જાણીને અને જાંચ કરીને જ પોતાના બાળકોના લગ્ન કરાવતા હોય છે, છતાં પણ ઘણીવાર આવા સંબંધમાં દગો જ મળતો હોય છે અને આવું માત્ર છોકરીઓ સાથે જ નહિ પણ છોકરાઓ સાથે પણ થતું હોય છે.

Image Source

એવામાં અમુક સમય પહેલા આવી જ એક દગાખોરીની ઘટના શિકોહાબાદ વિસ્તાના એક ગામમાંથી સામે આવી હતી. જ્યા લગ્નના ચાર દિવસ પછી જ ઘરના દરેક લોકોને હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યા હતા.

ઘટના કંઈક એવી હતી કે નવી નવેલી દુલ્હને પોતાના સાસરિયાના લોકોને નશીલી બરફી ખવડાવીને ઘરેણા અને રોકડ રકમ લઈને ફરાર થઇ ગઈ હતી. પરિવારમાં જાણે કે લગ્નની ખુશીઓ ગાયબ થઇ ગઈ હતી.

Image Source

સવારે જ્યારે દૂધવાળો ઘરે આવ્યો તો તેણે નીચે જમીન પર પડેલા લોકોને જગાડવાનો પ્રયત્ન કર્યો, પણ કોઈ ઉઠ્યા નહીં. એવામાં પાડોશીના લોકોની મદદથી દરેકને હોસ્પિટલ ભરતી કરાવવામાં આવ્યા હતા. પોલીસે કહ્યું હતું કે જલ્દી જ આરોપીની ધરપકડ કરી લેવામાં આવશે.

Image Source

શિકોહાબાદ ક્ષેત્રના ગામમાં આરોજ નિવાસી શ્રીકૃષ્ણના દીકરા ધર્મેન્દ્રના લગ્ન 15 ફેબ્રુઆરીના રોજ એટ નિવાસી સુનીતા સાથે ખુબ ધામધૂમથી થયા હતા. લગ્ન બાલાજી મંદિર સ્થિત લગ્ન ખંડમાં થયા હતા.

લગ્ન પછી સુનીતાના માસા-માસી તેને મળવા માટે ઘરે આવ્યા અને પોતાની સાથે બરફી લાવ્યા હતા. રાતે જમ્યા પછી નવી નવેલી દુલ્હને પોતાના હાથે દરેકને મીઠાઈ ખવડાવી જેમાં નશીલો પદાર્થ ભેળવેલો હતો, બરફી ખાધા પછી પરિવારના દરેક લોકો બેભાન થઇ ગયા.

Image Source

જેના પછી દુલ્હન માસ-માસીની સાથે મળીને દરેક ઘરેણા, કિંમતી સામાન અને રોકડ રકમ લઈને ફરાફ થઇ ગયા હતા. સુનીતાનો હેતુ ધર્મેન્દ્ર સાથે લગ્ન કરવાનો નહિ પણ આભુષણો ચોરીને ઘરેથી ભાગી જવાનો હતો. સુનિતાએ આ કારનામો કરવા માટે જ ધર્મેદ્ર સાથે સાત ફેરા લીધા હતા.

મળેલી જાણકારીના આધારે સુનીતા પોતાની સાથે 10 તોલાના આભુષણ, 500 ગ્રામ ચાંદીના ઘરેણા, 20 હજાર રોકડ રકમ તથા અન્ય કિંમતી સામાન લઈને ફરાર થઇ હતી.

Image Source

પરિવારના લોકોના ભાનમાં આવ્યા પછી તેઓએ સુનીતા વિરુદ્ધ પોલીસને ફરિયાદ નોંધાવી હતી. પોલીસ સુનીતા તથા તેની સાથે મળેલા અન્ય લોકોની ધરપકડ કરવામાં લાગી ગઈ હતી.

Author: TheGujjuRocks.in