જિંદગી

નરાધમ હવાસના પૂજારી ડોક્ટરે સારવાર માટે આવેલી છોકરીનું મોઢું દબાવી દબાવીને જબરદસ્તી ઉપર ચડ્યો અને…

હાલમાં દુનિયાભરમાં કોરોના વાયરસનો ખતરો ચાલી રહ્યો છે ત્યારે આ સમયમાં ડોકટર ભગવાન તરીકે પૂજાય છે, કારણ કે ડોકટર જ અત્યારે સતત 18-18 કલ્ક સુધી કામ કરી અને લોકોના જીવ બચાવી રહ્યા છે, પરંતુ બધા જ ડોકટર ભગવાન નથી હોતા, કેટલાક ભગવાનના રૂપમાં રાક્ષસો પણ હોય છે. આવા જ એક વાસનાના ભૂખ્યા ડોકટરે સારવાર માટે આવેલી એક મહિલા સાથે દુષ્કર્મ આચર્યું હોવાના સમાચાર આવ્યા છે.

Image Source

મળતી માહિતી પ્રમાણે કુકરમુન્ડા તાલુકાના મોરંબા ગામ ખાતે સારવાર માટે ગયેલી એક મહારાષ્ટ્રીયન મહિલા ઉપર ડોક્ટરની નજર બગડતા જ તેની સાથે દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નિઝર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.

Image Source

મહારાષ્ટ્રના અક્કલકુવા તાલુકાની મહિલાને શરીરમાં દુખાવો ઉભો થતા તે મોરંબા ગામે એક ડોક્ટર પાસે સારવાર માટે આવી હતી, આ દરમિયાન ડોક્ટરની નિયત બગડતા મહિલાની મરજી વિરુદ્ધ તેની સાથે જોર જબરદસ્તી કરી અને દવાખાનામાં મુકેલા લોખંડના પલંગ ઉપર તેને સુવડાવી મોઢું દબાવી તેની સાથે બળત્કાર કર્યો હતો.

Image Source

ભોગ બનનારી મહિલાએ નિઝર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, ફરિયાદના આધારે જયારે પોલીસે તપાસ કરી ત્યારે ડોક્ટરની ડિગ્રી ઉપર પણ સવાલો ઉભા થયા છે. સવાલ એવો ઉભો થયો છે કે ડોકટર લે ભગુ તો નથી ને? કારણ કે તેના દવાખાનાની બહાર કોઈ નેમ પ્લેટ કે કોઈ નોંધણીનું બોર્ડ પણ મુકવામાં નથી આવ્યું.

Image Source

સ્થાનિક પોલીસે અને તંત્ર દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે આવા લેભાગુ ડોક્ટરોથી સાવધાન રહેવું, તેમના વિષે તપાસ કરીને યોગ્ય કર્યવાહી કરવામાં આવે તેમ પણ તેમને જણાવ્યું છે કારણ કે આવા ડોક્ટરોના કારણે જ ભગવાન સમાન ગણાતા ડોકટરો ઉપર આંગળી ચીંધાઇ રહી છે.

Author: thegujjurocks.in

Exit mobile version