ન્યુઝ

કરોડો રૂપિયા ના ઓફર આપવા છત્તા પણ બિગબોસ માં ન આવ્યા આ 9 સિતારાઓ, જાણો શું હતું કારણ

6 નંબર તો જરા પણ સંસ્કારી નથી તો પણ….જુઓ કોણ કોણ છે લિસ્ટમાં

ટીવીનો જાણીતો રિયાલિટી શો બિગબોસ તેના સુપર ડ્રામાના કારણે શરૂઆતથી જ દર્શકોનું મનોરંજન કરતું આવે છે. બિગબોસ સીઝન 13 બધી સિઝનને પાછળ મૂકીને ટીવીની ટોપ 20 સૌથી વધારે જોવા વાળા ટીવી શોમાં શામેલ થઇ ચુક્યો છે.

બિગ બોસના કારણે ઘણા લોકોને કરિયરમાં સફળતા મળી છે. આ શોમાં ભાગ લેવા ઘણા સેલેબ્સ ઉત્સુક હોય છે. તો ઘણા એવા સેલેબ્સ પણ હોય છે જે આ શોમાં વધુ રકમ મળવા છતાં પણ શોને રિજેકટ કરી દીધો છે.

આવો જાણીએ એ સેલેબ્સ વિષે જેને બિગબોસને રિજેક્ટ કરી દીધો છે.

સુરવીન ચાવલા

View this post on Instagram

 

A post shared by Surveen Chawla (@surveenchawla) on

એક્ટ્રેસ સુરવીન ચાવલાને બિગબોસ-9 માટે એપ્રોચ કરવામાં આવી હતી. પરંતુ સુરવીને આ શો કરવાની મનાઈ કરી દીધી હતી. એક ઇન્ટરવ્યૂમાં સુરવીને કહ્યું હતું કે, હું બિગબોસની મોટી ફેન છું પરંતુ હું બિગબોસ માટે નથી બની.

શિવિન નારંગ

 

View this post on Instagram

 

A post shared by Shivin Narang (@shivin7) on

બેહદ-2ના લીડ એક્ટર શિવિન નારંગને બિગ બોસ 13 માટે એપ્રોચ કર્યો હતો. પરંતુ આ શોને રિજેક્ટ કરી દીધો હતો. રેક મીડિયા ઇન્ટરવ્યૂમાં શીરીને જણાવ્યું હતું કે, બિગ બોસ એક ગેમ શો છે, જયારે બેહદ-2 એક ટીવી સિરિયલ છે, સીરિયલમાં મને કામ કરવાનો મોકો મળ્યો જે મને બેહદ પસંદ છે. એક એક્ટર માટે એક્ટિંગ તેના માટે સૌથી વહુ જરૂરી હોય છે. જયારે મેં બેહદ-2ની સ્ક્રિપ્ટ સાંભળી હતી ત્યારે મને લાગ્યું હતું કે મને શો બિગબોસ કરતા વધુ ન્યાય મળશે.

નેહા ધૂપિયા 

 

View this post on Instagram

 

A post shared by Neha Dhupia (@nehadhupia) on

બૉલીવુડ એક્ટ્રેસ નેહા ધૂપિયા ઘણી વાર કહી ચુકી છે તે બિગબોસમાં ભાગ લેવા નથી માંગતી. એક ઇન્ટરવ્યૂમાં નેહાએ કહ્યું હતું કે, હું બિગબોસને ઘણી વાર જોવ છું. કારણકે હું સલમાન ખાનની બહુ જ મોટી ફેન છું. બિગ બોસ જોવાનું કારણ ફક્ત ને ફક્ત સલમાન ખાન જ છે. પરંતુ હું કયારે પણ બિગ બોસના ઘરમાં જવા નથી માંગતી.

શશાંક વ્યાસ

 

View this post on Instagram

 

A post shared by shashank vyas (@ishashankvyas) on

બાલિકા વધુ ફેમ એક્ટર શશાંક વ્યાસને પણ બિગ બોસ માટે એપ્રોચ કરવામાં આવ્યો હતો. પરંતુ તેને પણ આ શોને રિજેક્ટ કરી દીધો હતો. એક ઇન્ટરવ્યૂમાં શશાંકે કહ્યું હતું કે, તે બિગબોસમાં ભાગ લેવા નથી ઈચ્છતો કારણેકે તે ત્રણ મહિના સુધી એક જગ્યા પર ના રહી શકે.

અંગદ હસીઝા 

 

View this post on Instagram

 

A post shared by Angad Hasija (@angadhasija) on

એક મીડિયા રિપોર્ટ અનુસાર, બિદાઈ ફેમ એક્ટર અંગદ હસીઝાને પણ બિગબોસ 13 માટે અપ્રોચ કરવામાં આવ્યો હતો. એક મીડિયા સાથેની વાતચીતમાં અંગદે કહ્યું હતું કે, મને આવર્ષ બોગ બોસની ઓફર મળી હતી, પરંતુ મેં રિજેક્ટ કરી દીધી હતી. મને લાગે છે કે, બિગબોસ મારી માટે છે જ નહીં.અંગદેએ પણ કહ્યું હતું કે, તેના સ્વભાવને કારણે તેને લાગે છે કે તે બિગબોસના ઘરમાં નહીં રહી શકે.

શમા સિકંદર 

 

View this post on Instagram

 

A post shared by Shama Sikander (@shamasikander) on

ટેલિવિઝન એક્ટ્રેસ શમા સિકંદરને પણ બિગબોસ માટે અપ્રોચ કરવામાં આવી હતી. બિગબોસમાં ભાગ લેવા પર શમાએ કહ્યું હતું કે, તેને શોનું ફોર્મેટ પસંદ નથી, તેથી તે આ શો કરવા નથી માંગતી. શમાએ એ પણ કહ્યું હતું કે, મેકર્સે શોમાં રહેવા માટે તેને સારા પૈસાની પણ ઓફર કરી હતી પરંતુ તે જીવનની શાંતિ સાથે કોઈ કોમ્પ્રોમાઇઝ કરવા નથી માંગતી.