ન્યુઝ

રાજકોટમાં માવાની પિચકારી બની યુવતીનાં મોતનું કારણ, સત્યઘટના વાંચીને રુવાડા ઉભા થઈજશે

તમાકુથી કેન્સર થાય છે એ વાત આપણે સૌ જાણીએ છીએ. છતાં ઘણા લોકો તમાકુની બનાવટોના વ્યસનથી શિકાર થયેલા હોય છે અને તેમાં પણ આપણા ગુજરાતમાં સૌથી વધુ માવો ખાવાનું ચલણ છે. ગુજરાતના તમામ શહેરોમાં ભલે કઈ ના મળે પણ માવો તો તમને મળી જ રહેશે અને તેમાં પણ સૌરાષ્ટ્ર માવાનું મુખ્ય કેન્દ્ર ગણવામાં આવે છે અહીંયાના દરેક શહેરમાં દર ત્રીજી દુકાન તો તમને માવાની જ જોવા મળશે.

Image Source

પરંતુ આજે અમે તમને જે હકીકત જણાવવા જઈ રહ્યા છે તે માવો ખાવાથી કેન્સર થયાની ઘટનાની વાત નથી કરી રહ્યા પરંતુ એક વ્યક્તિના માવો ખાવાના વ્યસનના કારણે એક મહિલાને પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે.

Image Source

આ ઘટના આપણા ગુજરાતના જ રાજકોટ શહેરમાં બનેલી છે જ્યાં એક કાર ચાલક ચાલુ ગાડીએ માવાની પિચકારી મારવા ગયો અને પાછળ આવતી મહિલા તેના કારણે મૃત્યુ પામી હતી.

Image Source

પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટના કુવાડવા રોડ ઉપર જકાતનાકા પાસે એક કાર ચાલક ચાલુ ગાડીએ પોતાનો દરવાજો ખોલી માવાની પિચકારી મારવા માટે ગયો અને આ સમય દરમિયાન જ પાછળથી આવતા બ્રહ્માકુમારીના એક દીદી પોતાનું સ્કૂટર લઈને પાછળ આવી રહ્યા હતા. અચાનક દરવાજો ખુલતા તેમને પોતાના સ્કૂટરની બ્રેક લગાવી. પરંતુ આ સમયે જ પાછળથી આવતી એક એસ.ટી.બસ દ્વારા તે દીદીને રહેશી નાખવામાં આવ્યા હતા જેમાં તેમનું ઘટના સ્થળે જ કરુણ મૃત્યુ નીપજ્યું હતું.

Image Source

આ સમગ્ર ઘટના એક માવાની પીચકારીના કારણે સર્જાઈ હતી જેમાં કર ચાલક પોતાની કાર મૂકીને ત્યાંથી ફરાર થઇ ગયો હતો ત્યારે એસ.ટી. બસનો ડ્રાઈવર પણ પોતાની બસ ઘટના સ્થળે મૂકીને જ ભાગી છૂટ્યો હતો. પોલીસે આ બાબતે ફરિયાદ નોંધી કાર ચાલક તેમજ એસ.ટી. બસના ડ્રાઈવરને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
Author: thegujjurocks.in