ન્યુઝ

ડાંગ સ્કૂલમાં જ આચાર્ય અને શિક્ષિકા અંગત પળો માણતા ઝડપાયા, કામલીલાના ફોટા વિડીયો વાઈરલ અને પછી

કોઈના બાપની શરમ રાખ્યા વગર રંગરેલિયા માનવતા હતા અને અચાનક જ…

શિક્ષકને ભગવાનનું રૂપ માનવામાં આવે છે ત્યારે ડાંગ જિલ્લામાં આવેલ વધઈ તાલુકાની એક ગામની શાળામાં પરણિત શિક્ષિકા અને શાળાના આચાર્ય શાળાની અંદર જ કામલીલા માણતા હતા. જેનો વિડીયો અને ફોટાગ્રાફ સોશિલય મીડિયામાં વાયરલ થતાં હોબાળો મચ્યો હતો.

મળતી વિગતો અનુસાર ડાંગ જિલ્લાના વધઈ તાલુકાના એક ગામની શાળામાં પરણિત શિક્ષિકા અને શાળાના જ આચાર્ય શાળાની અંદર એક રૂમમાં શરીર સુખ માણી રહ્યા હતાં. જેનો વિડીયો અને ફોટોગ્રાફ સોશિયલ મીડિયામાં વાયરલ થતાં સ્ટાફ, ગામલોકો તેમજ વાલીઓ સુધી પહોંચ્યા હતાં જેના કારણે ગ્રામજનો શાળાએ પહોંચી આચાર્યને મેથીપાક પણ ચખાવ્યો હતો. વાલીઓએ જણાવ્યું કે “જેમની પાસેથી જ્ઞાન લેવાનું હોય તે પવિત્ર જગ્યા ઉપર આ લોકો આ પ્રકારના ગંદા કામ કરે તે કેમ ચલાવી લેવાય ?”

શિક્ષણતંત્રને આ બાબતની જાણ થતા તે પણ આ શાળામાં દોડતું થયું હતું અને તાત્કાલિક ધોરણે મુખ્ય શિક્ષક અને પરણિત શિક્ષિકાની અલગ અલગ શાળામાં બદલી કરી દેવામાં આવી હતી. જેથી તાત્કાલિક મામલાને થાળે પાડી શકાય. તેમજ પ્રાથમિક જિલ્લા શિક્ષણાધિકારી શ્રી ભૂસારાએ જણાવ્યું હતું કે “બન્ને શિક્ષકોની તત્કાળ અસરથી અલગ અલગ શાળાઓમાં બદલી કરી દીધી છે. સાથે તેઓ સામે ખાતાકીય તપાસ કરી શિક્ષાત્મક પગલા ભરવા માટે તમામ પુરાવાઓ સહિત શિક્ષણ નિયામકને રિપોર્ટ કરાયો છે.”