ન્યુઝ

રસ્તા ઉપર ડાન્સિંગ કાર જોઈને ચોંકી ઉઠ્યા આજુબાજુના લોકો, પોલીસને જાણ કરતા અંદર જોયું તો બધાને શરમ આવી ગઈ

પોલીસે અંદર જઈને જોયું તો હોંશ ઉડી ગયા

થોડા સમય પહેલા આવેલી ફિલ્મ પીકેના એક દૃશ્યમાં કારની અંદર જાતીય સુખ માણતું યુગલ બતાવવામાં આવે છે. અને તેને ડાન્સિંગ કાર એવું નામ પણ આપવામાં આવે છે, જેના બાદ ડાન્સિંગ કાર નામનો કિસ્સો સોશિયલ મીડિયામાં ખુબ જ ચગ્યો હતો. માત્ર ફિલ્મોમાં જ નહિ પરંતુ હકીકતમાં પણ એવી ઘટનાઓ જોવા મળતી હોય છે.

Image Source

આવી જ એક ઘટના શનિવારના રોજ બની છે  ગોરખપુરના તારામંડલ ક્ષેત્રમાં. જ્યાં સાંજના સમયે રસ્તાની બાજુ ઉપર ઉભેલી લાલ રંગની કાર અચાનક હલવા લાગી હતી. તેને જોઈને નજીકમાં ઉભેલા લોકો અને પોલીસને પણ આશ્ચર્ય લાગ્યું હતું. પોલીસકર્મીએ કારની અંદર શું ચાલી રહ્યું છે તે જોવા માટે અંદર નજર કરી ત્યારે જોઈને પોલીસકર્મીઓને પણ શરમ આવી ગઈ.

Image Source

આ કારની અંદર એક યુગલ આપત્તીજનક હાલતમે બેઠેલું હતું. પોલીસને જોઈને પ્રેમી યુગલ ત્યાંથી ભાગવા લાગ્યું હતું. ત્યારબાદ પોલીસને તે શંકાસ્પદ લાગતા જ કંટ્રોલરૂમમાં જાણ કરી હતી. અને પોલીસ દ્વારા નાકાબંધી કરીને સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.

Image Source

પોલીસે પણ બાઈક લઈને આ કારનો પીછો કર્યો હતો. યુગલ દેવરિયા બાયપાસ થઈને ખોરાબાર તરફ ભાગી ગયું હતું. તેની જાણ ખોરાબાર પોલીસને કરવામાં આવતા તેમને નાકાબંધી કરી હતી. ત્યારબાદ તે યુગલ જંગલ તરફ ભાગવા લાગ્યું પરંતુ પોલીસે તેમને ઝડપી પાડ્યા હતા.

Image Source

પોલીસે તે યુગલની ધરપકડ કરીને તેમની પુછપરછ પણ શરૂ કરી હતી. આ ઉપરાંત ગાડી લઈને ભાગતી વખતે તેમને એક બાઇકને પણ ટક્કર મારી હતી. સદનસીબે બાઈક સવારને વધારે વાગય નહોતું. પોલીસે આ મામલાને પણ ધ્યાનમાં રાખીને તે યુગલ વિરુદ્ધ શાંતિભંગની ફરિયાદ પણ દાખલ કરી હતી. અને દંડ પણ ફટકાર્યો હતો.

Image Source

પુછપરછ દરમિયાન સામે આવ્યું કે યુવતી ચિતુઆતાલ ક્ષેત્રની નિવાસી છે. જયારે યુવક ચૌરીચૌરાનો નિવાસી છે. આ બંને વચ્ચે પ્રેમ સંબંધો ચાલી રહ્યા હતા. યુવતી શનિવારની સાંજે યુવકને મળવા માટે આવી હતી અને ગાડીમાં જ બંનેએ અશ્લીલ હરકતો શરુ કરી દીધી હતી.