ન્યુઝ

કોરોના વાયરસ: દુનિયાભરમાં પાંચ મહિનામાં 50 લાખને પર પહોંચી સંક્રમિતોની સંખ્યા

દુનિયાભરમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા 50 લાખને પાર કરી ચુકી છે. વર્લ્ડઓમીટરના આંકડાઓ અનુસાર, અત્યાર સુધીમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા 5,105,902 પર પહોંચી ગઈ છે, અને મૃત્યુ પામનારા લોકોનો આંકડો 330,003 થઇ ગયો છે.

Image Source

કોરોનાના છેલ્લા 10 લાખ કેસ વધવામાં માત્ર 12 દિવસનો સમય લાગ્યો, જયારે એની પહેલા માત્ર 11 દિવસમાં જ સંક્રમિતોની સંખ્યા 30 થી 40 લાખ વધી ગઈ હતી.

વિશ્વમાં સૌથી વધુ કોરોના વાયરસના કેસ અમેરિકામાં જ છે. અહીં કોરોના વાયરસને કારણે 15 લાખથી વધુ કેસ સામે આવી ચુક્યા છે, જયારે 93 હજારથી વધુ લોકોના આ વાયરસને કારણે મોત થયા છે.

Image Source

અમેરિકા પછી સૌથી વધુ પ્રભાવિત દેશ સ્પેન અને ઇટલી છે. અહીં વાયરસ પોતાની ચરમ સીમા પર છે. સંક્રમિતોની સંખ્યા ન્યુઝીલેન્ડની વસ્તી જેટલી થઇ ગઈ છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનનું કહેવું છે કે છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 106000 નવા કેસ સામે આવ્યા છે. જે એક દિવસમાં સામે આવેલા કેસમાં સૌથી વધુ છે.

Author: thegujjurocks.in