ન્યુઝ

ચીનમાં કોરોનાનું બદલાયું રૂપ, નિષ્ણાતોનો દાવો – પહેલાથી વધુ ખતરનાક, રિસર્ચ ચાલુ

કોરોના વાયરસના ફેલાવાથી આખી દુનિયા પરેશાન છે, અત્યાર સુધી આ બીમારીની કોઈ જ રસી બની નથી ત્યારે હવે ચીનના ડોકટરો ફરીથી પરેશાન થઇ ગયા છે. ચીને આ બીમારી પર ઘણા અંશે કાબુ મેળવી લીધો હતો પણ હવે કોરોના વાયરસ રૂપ બદલીને પાછો આવ્યો છે અને પહેલા કરતા વધુ ખતરનાક છે.

Image Source

હવે આ બદલાયેલા વાયરસ પર રિસર્ચ કરવામાં આવી રહી છે. ચીનના જિલિન શહેરમાં ટેસ્ટિંગ કરવામાં આવી રહી છે અને વુહાનમાં પણ આ કોરોના કેસ પછી તપાસ કરવામાં આવી રહી છે. નેશનલ હેલ્થ કમિશનના સભ્યએ જણાવ્યું કે આ નવા કેસ અલગ છે, આમાં બીમારીનો સમયગાળો લાંબો છે અને આ દરમ્યાન દર્દીઓમાં કોઈ લક્ષણ નથી દેખાતા. આનાથી કોરોના સંક્રમણ વધુ સરળતાથી ફેલાય જાય છે. આ દર્દીઓમાં તાવના નહીં પણ થાક અને ગળાનો દુઃખાવો જોવા મળે છે. જો કે તે પહેલાના કોરોના વાયરસ કરતા ઓછો જોખમી છે.

Image Source

ચીનના સત્તાવાર ડેટા મુજબ, ચીનમાં કુલ 82965 કેસ છે. છેલ્લા 24 કલાકમાં ચીનમાં ફક્ત 5 કેસ નોંધાયા છે. ચીને દાવો કર્યો છે કે કોરોનાથી ચીનમાં 4634 દર્દીઓનાં મોત થયાં છે. ચીનમાં હવે ફક્ત 87 સક્રિય કેસ બાકી છે. નિષ્ણાતો ધારી રહ્યા છે કે માત્ર લક્ષણોમાં જ નહિ પણ જિન સિક્વન્સમાં પણ કોરોના વાયરસ પહેલા કરતા અલગ છે.

Author: thegujjurocks.in