બૉલીવુડ

આ 5 બોલિવૂડ સ્ટાર્સ વચ્ચે કેટલાક ખાસ કનેક્શન છે તે જાણીને તમે ચોકી જશો

5 બૉલીવુડ સ્ટાર નીકળ્યા ભાઈ બહેન, જુઓ તસ્વીરો

બોલિવૂડની  દુનિયા ખુબ જ મોટી છે જેમાં કોનો કોની સાથે સંબંધ છે તે જાણવું અને તેના વિષે માહિતી મેળવવી ખૂબ મુશ્કેલ છે. અહીં બધું મૂંઝવણભર્યું લાગે છે, દરેક સંબંધ જુદી જુદી રીતે દેખાય છે.

કોઈક કોઈની સાથે કોઈના સંબંધમાં નીકળી આવે જ છે, તો આજે આપણે આવા ચોંકાવનારા સંબંધો વિશે વાત કરીશું, જેને જાણીને આશ્ચર્યચકિત થઈ જશો.

1. શ્રદ્ધા કપૂર – લતા મંગેશકર:

Image Source

બધા જાણે છે કે શ્રદ્ધા કપૂર શક્તિ કપૂરની પુત્રી છે. પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે શ્રદ્ધા કપૂર લતા મંગેશકરના સંબંધી છે. શ્રદ્ધા કપૂરના નાના લતા મંગેશકરના પિતરાઇ ભાઇ છે અને તેથી તે બંને ભાઈ-બહેન છે, તેથી શ્રદ્ધા કપૂર લતા મંગેશકર અને આશા ભોંસલેની પૌત્રીઓ થાય છે.

2. મોહનીશ બહલ અને કાજોલ:

Image Source

આપણે બધાં મોહનીશ બહલથી પરિચિત છીએ, જેમણે “હમ આપકે હૈ કૌન” જેવી જ ઘણી ફેમિલી ફિલ્મોમાં કામ કર્યું છે અને હવે આપણે મોહિનીશ બહલ અને કાજોલના સંબંધો વિશે વાત કરીએ તો આ બંને સંબંધોમાં ભાઇ-બહેન હોય તેવું લાગે છે. મોહિનીશ બહલની માતા નૂતન અને કાજોલની માતા તનુજા વાસ્તવિક બહેનો છે. આ અર્થમાં, કાજોલ અને મોહનીશ બંને ભાઈ-બહેન છે.

3. રાજ કપૂર અને પ્રેમ ચોપરા:

Image Source

જૂની ફિલ્મોના બે દિગ્ગજ કલાકારો અભિનેતા રાજ કપૂર અને વિલન પ્રેમ ચોપરાના સંબંધ પણ છે, જેને જાણીને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો. પ્રેમ ચોપરાની પત્ની અને રાજ કપૂરની પત્ની અસલી બહેનો છે. આ અર્થમાં, પ્રેમ ચોપડા અને રાજ કપૂર બંને સંબંધિત છે, પ્રેમ ચોપડા અને રાજ કપૂર સાઢુભાઈ છે.

4. ઇમરાન હાશ્મી અને આલિયા ભટ્ટ:

Image Source

હાલના કલાકારો ઇમરાન હાશ્મી અને આલિયા ભટ્ટ પણ સંબંધોમાં ભાઇ-બહેન છે. આલિયા ભટ્ટના પિતા મહેશ ભટ્ટ ઇમરાન હાશ્મીના મામા થાય છે, આ રીતે આલિયા ભટ્ટ અને ઇમરાન હાશ્મી સંબંધોમાં ભાઈ-બહેન છે.

5. સોનમ કપૂર અને રણવીર સિંહ:

Image Source

આ ભાઇ-બહેનની જોડી વિષે બહુ ઓછા લોકો વિશે જાણતા હોય છે. અભિનેતા રણવીર સિંહ અને અભિનેત્રી સોનમ કપૂર રિલેશનશિપમાં ભાઈ-બહેન છે. રણવીર સિંહની દાદી અને સોનમ કપૂરની દાદી વાસ્તવિક બહેનો છે, આ રીતે તે બંને એકબીજાના ભાઇ-બહેન છે.