બૉલીવુડ

સના ખાન જ નહિ, આ 4 સીતારાઓએ પણ બૉલીવુડ છોડીને અપનાવી લીધો હતો આધ્યાત્મનો રસ્તો

33 વર્ષની સના ખાન સિવાય આ 4 સેલિબ્રિટીઓએ અપનાવ્યો ધર્મનો રસ્તો

મનુષ્યને જયારે સંસારમાંથી મોહ ઉડી જાય ત્યારે તે આધ્યાત્મ તરફ વળી જાય છે. દુનિયામાં ઘણા એવા લોકો છે જે પોતાની કરોડોની સંપત્તિ છોડી અને આધ્યાત્મના રસ્તા ઉપર ચાલી નીકળ્યા છે. સામાન્ય માણસો જ નહિ પરંતુ ઘણા સેલેબ્રિટીઓ પણ આ રસ્તા ઉપર ચાલ્યા ગયા છે.

Image Source

હાલમાં જ 33 વર્ષની સના ખાન પણ શોબીજની ચકાચોંધ છોડીને આધ્યાત્મના રસ્તા ઉપર ચાલી નીકળી હતી. તેના આ નિર્ણયથી તેના ચાહકો પણ હેરાન રહી ગયા છે. પરંતુ ફિલ્મી દુનિયામાં આવું પહેલીવાર નથી બન્યું. એવા ઘણા સિતારાઓ છે જે પોતાનું નામ, પૈસા, શોહરત છોડીને ધર્મનો રસ્તો અપનાવી લીધો અને ઈશ્વરમાં મન લગાવી લીધું છે.

Image Source

1. વિનોદ ખન્ના:
વિનોદ ખન્ના 80ના દશકનો સૌથી મોટો અભિનેતા હતો. લોકો તેના સફળ કેરિયરને જોતા તેને અમિતાભ બચ્ચનનું રિપ્લેસમેન્ટ માનવા લાગ્યા હતા. પરંતુ અચાનક જ તેને બધું છોડી અને આધ્યાત્મને અપનાવી લીધું જેનાથી બધા જ હેરાન રહી ગયા. વિનોદ ઓશોના શરણમાં ચાલ્યો ગયો. તેને ઓશોના આશ્રમમાં 5 વર્ષ વિતાવ્યા અને માલીનું કામ પણ કર્યું. ઓશોના શરણમાં જતા જ વિનોદે પોતાના પરિવાર અને ફિલ્મોનો ત્યાગ કરી દીધો. જો કે તે પછીથી પરત ફર્યો અને “એલાન” ફિલ્મમાં નજર આવ્યો. પરંતુ હવેની ફિલ્મોમાં તેનો રસ્તો સરળ નહોતો.

Image Source

2. જાયરા વસીમ:
જૂન 2019માં નેશન એવોર્ડ વિજેતા અભિનેત્રી જાયરાએ બૉલીવુડ છોડીને બધાને હેરાન કરી દીધા હતા. તેનું કારણ ધાર્મિક હતું. જાયરાના જણાવ્યા પ્રમાણે તેને શો બિઝનેસમાં કામ કરવાથી ખુશી નહોતી મળતી. કારણ કે તે તેના ધાર્મિક વિશ્વાસોમાં દખલઅંદાજી કરી રહ્યું હતું. જાયરાએ અભિનેત્રી તરીકે “દંગલ, સિક્રેટ સુપરસ્ટાર અને ધ સ્કાઈ ઈજ પિન્ક” જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું.

Image Source

3. મંદાકિની:
“રામ તેરી ગંગા મેલી” ફિલ્મ દ્વારા ઓળખ બનાવનારી અભિનેત્રી મંદાકિનીએ પણ બૉલીવુડ છોડીને બૌદ્ધ ધર્મ અપનાવી લીધો હતો. તેને 1995માં બુદ્ધિસ્ટ સંત કાગ્યુર રિનપોચે સાથે લગ્ન કરીને બૌદ્ધ ધર્મ અપનાવી લીધો હતો. હવે ફિલ્મોથી દૂર રહીને મંદાકિની મુંબઈમાં હર્બલ સેન્ટર ચલાવે છે જ્યાં તે તિબ્બતી યોગ શીખવાડવાનું પણ કામ કરે છે.

Image Source

4. અનુ અગ્રવાલ:
“આશિકી ગર્લ”ના નામથી જાણીતી અભિનેત્રી એનુએ ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. 1990માં આવેલી ફિલ્મ આશિકી જેટલી પ્રસિદ્ધિ તેને ક્યાંય ના મળી. 1996માં અનુએ ફિલ્મ ઇન્ડસ્ટ્રીને અલવિદા કહી દીધું અને આધ્યાત્મના રસ્તા ઉપર ચાલી નીકળી. 1999માં તેનો ભયંકર અકસ્માત થયો અને તે કોમામાં ચાલી ગઈ પછી તેની યાદશક્તિ પણ ચાલી ગઈ. ત્રણ વર્ષની સારવાર બાદ તેની યાદશક્તિ પાછી આવી. અનુએ ફરીથી યોગ તરફ આગળ વધી અને સાજી થઈને ગરીબ બાળકોને યોગ શીખવાડવાનું કામ કરવા લાગી.