ન્યુઝ

પતિના અવસાન બાદ પ્રેમિકાએ પ્રેમીને મળવા બોલાવ્યો અને રાત્રે થયું એવું કે જાણીને તમારા પણ હોશ ઉડી જશે

પતિ પરમેશ્વરના મૃત્યુ પછી એકલી રહેતી હતી મકાન માલકણ, દૂર રહેતાં પ્રેમીને મળવા બોલાવ્યો અને…

માણસ વધુ સમય સુધી એકલું રહી શકતું નથી, તેને કોઈનાને કોઈના સાથની જરૂર હંમેશા પડતી હોય છે. આપણ સમાજમાં લગ્ન એક અનોખું બંધન છે, પરંતુ લગ્ન બાદ જો પતિ અથવા પત્ની એકબીજાને હંમેશને માટે છોડી દે ત્યારે એકલા રહેવું મુશ્કેલ બની જાય છે, ઘણા લોકો પોતાના જીવનમાં આગળ વધવાનું વિચારતા હોય છે તો ઘણા લોકો બાળકોના કારણે આગળ નથી વધી શકતા, પરંતુ તેમની અંદર રહેલી ઈચ્છાઓ અને પ્રેમ તેમને સમાજની દૃષ્ટિથી વિપરીત કોઈના બનાવી દે છે. પરંતુ આ સંબંધ સમાજને પસંદ નથી આવતો. આવો જ એક કિસ્સો હાલમાં ખુબ જ ચર્ચાઈ રહ્યો છે જેમાં પતિના અવસાન બાદ પત્નીને એક પરણિત વ્યક્તિ સાથે પ્રેમ થયો પરંતુ તેના સગા સંબંધીઓને જ આ પ્રેમ આંખમાં ખૂંચવા લાગ્યો હતો.

Image Source

મૂળ બાગપત જિલ્લાના હેવા ગામનો વતની ઇદરીશ રૂ પીંજવાનું કામ કરતો હતો. જે કામ માટે તે પાનીપતમાં રહેતો હતો. તેની દુકાને પાનીપતના ઇન્દિરા વિહાર કોલોનીમાં રહેતી રાની નામની વિધવા મહિલા રૂ લેવા માટે આવતી હતી. એ દરમિયાન જ બંને વચ્ચે પ્રેમ થઇ ગયો હતો.

Image Source

મહિલા વિધવા હતી અને તેને બાળકો પણ હતા. આ પ્રેમ વધતા ઇદરીશ તે મહિલાના ઘરમાં જ ભાડે રહેવા લાગ્યો અને તેને રૂ વેચવાનું કામ બંધ કરી કાપડની ફેરી કરવાની શરૂ કરી. થોડો સમય ત્યાં રહીને ઇદરીશ ઓરિસ્સા ચાલ્યો ગયો હતો. અને ત્યાં રહીને તે હેલ્મેટ વેચવાનું કામ કરી રહ્યો હતો.

Image Source

આ દરમિયાન જ ગત મંગળવારના રોજ રાનીએ તેને ફોન કરી અને પાનીપતમાં મળવા માટે પોતાના ઘરે બોલાવ્યો હતો. ત્યારે ઇદરીશ તેને મળવા પાનીપત ગયો હતો. જ્યાં રાત્રે તેને ગળાના ભાગમાં ચાકુ મારીને હત્યા કરી દેવામાં આવી હતી.

Image Source

ઇદરીશની પત્ની એ સમયે ગામમાં હતી જે તરત પાનીપત પહોંચી હતી. તેને પોલીસને જણાવ્યું હતું કે રાની ઇદરીશ ઉપર સાથે રહેવાનું દબાણ બનાવતી હતી અને તેને ધમકી પણ આપતી હતી. તો આ તરફ રાનીએ તેના દિયરના દીકરા ઉપર આરોપ મુક્યો છે કે તેને ઇદરીશની હત્યા કરી છે.

Image Source

રાનીએ જણાવ્યું કે તેના દિયર જોગીન્દ્રના દીકરા રવિએ ઇદરીશની હત્યા કરી છે. તેને અમારા બનેંના સંબંધો પસંદ નહોતા. રાત્રે જયારે તેને ઇદરીશની ચીસ સાંભળી ત્યારે તે પણ ત્યાં પહોંચી હતી. અને તેને રવિને ભાગતા જોયો હતો. રવિએ જતા સમયે તેના ઉપર પણ ચાકુથી હુમલો કર્યો હોવાની વાત જણાવી હતી.