બૉલીવુડ

લિવ ઈનમાં સાથે રહેલા બોલીવુડના આ 5 સિતારાઓ એકબીજાનો સાથ છોડીને બની ગયા બીજાના લાઈફ પાર્ટનર

બોલીવુડના આ 5 સિતારાઓ લિવ ઈનમાં દિવસ અને રાત એકબીજા સાથે ગુજારતા…

આજે બોલીવુડમાં એકટર-એક્ટ્રેસના અફેરની ચર્ચા ખુલ્લેઆમ થાય છે. જેમાંથી ઘણી તો ફક્તને ફકત અફવાહ સાબિત થાય છે. તો ઘણા બૉલીવુડ એક્ટર-એક્ટ્રેસના ફર લગ્નનમાં પરિણમે છે. બૉલીવુડના સિતારાઓ પ્રેમમાં પડયા બાદ લિવ-ઈન રિલેશનશિપમાં રહેવાનું શરૂ કરી દે છે. બોલીવુડમાં એવા ઘણા સિતારાઓ છે જે ઘણા વર્ષો સુધી લિવઈન રિલેશનશિપમાં રહ્યા બાદ અલગ થઇ ગયા હતા. બાદમાં બીજા કોઈ સાથે લગ્ન કરી લીધા હતા.

આવો જાણીએ બોલીવુડના એ કપલ વિષે.

1.રણબીર કપૂર અને કેટરીના કૈફ

Image Source

ઘણા વર્ષો સુધી લિવ ઈન રિલેશનશીપમાં રહ્યા બાદ અલગ થવામાં સૌથી પહેલા નામ આવે તો તે છે રણબીર કપૂર અને કેટરીના કૈફ. રણબીર અને કેટરીના લગભગ 7 વર્ષ સુધી રિલેશનશિપમાં રહ્યા બાદ બંનેના રસ્તા અલગ થઇ ગયા હતા. જયારે બંને રિલેશનશિપમાં હતા તે સમયે બંને બાંદ્રાના એક ફ્લેટમાં રહેતા હતા. પરંતુ કેટરીના કૈફથી બ્રેકઅપ થયા બાદ રણબીર કપૂર આજકાલ આલિયા ભટ્ટને ડેટ કરી રહ્યો છે. બંનેના લગ્નની અફવાહ પણ ઉડી છે.

2.લારા દતા અને કેલી દોરજી

Image Source

બૉલીવુડ એક્ટ્રેસ લારા દતા ટેનિસ પ્લેયર મહેશ ભૂપતિ સાથે લગ્ન કર્યા પહેલા ભૂટાનના એક્ટર કેલી દોરાજી સાથે લાંબા સમય સુધી રિલેશનશિપમાં રહ્યા હતા. બંનેએ ઘણા સમય સુધી લિવ ઈનમાં રહ્યા બાદ બંનેએ તેના રસ્તા અલગ અલગ કરી લીધા હતા.

3.દેવ પટેલ અને ફ્રીડા પિન્ટો

Image Source

સ્લ્મડૉગ મિલેનોયરના સેટ પર મુલાકાત થયા બાદ બંનેએ એકબીજા સાથે લાંબો સમય સુધી ડેટ કર્યું હતું. 2014માં આ બંનેએ પોતાના રસ્તા અલગ કરી લીધા હતા. હાલ પણ બંને સારા મિત્રો છે.

4.જોન અબ્રાહમ અને બિપાસા બાસુ

Image Source

એક સમયે સૌથી ચર્ચિત કપલમાં જોન અબ્રાહમ અને બિપાસા બાસુની ગણતરી કરવામાં આવતી હતી. જોન અબ્રાહમ અને બિપાસા બાસુએ નવ વર્ષ સુધી રિલેશનશીપમાં રહ્યા બાદ બંનેએ તેના રસ્તા અલગ કરી લીધા હતા. બિપાસાથી અલગ થયા બાદ જોન અબ્રાહમે પ્રિયા રૂંચાલ સાથે તો બિપાસાએ કરણસિંહ ગ્રોવરસાથે લગ્ન કરી લીધા હતા. જાણવી દઈએ કે, કરણસિંહ ગ્રોવરના આ તત્રીજા લગ્ન છે.

5.સુશાંતસિંહ રાજપૂત અને અંકિતા લોખંડે

Image Source

ઝી ટીવીની જાણીતી સિરિયલ પવિત્ર રિશ્તામાં કામ દરમિયાન સુશાંત અને અંકિતાને પ્રેમ પાંગર્યો હતો. આ બાદ બંનેએ લિવ ઈન રિલેશનશિપમાં રહેવાનો ફેંસલો કર્યો હતો. બંનેએ એકબીજા સાથે ઘણા વર્ષો સુધી રિલેશનશિપમાં રહ્યા બાદ બંનેના રસ્તા અલગ થઇ ગયા હતા. તે સમયે સુશાંતે ફિલ્મમાં આવ્યા બાદ રિયા ચક્રવર્તીને ડેટ કરી રહ્યા છે. તો અંકિતા લોખંડે વિકી જૈન સાથે રિલેશનશીપમાં છે.

Author: thegujjurocks.in