ન્યુઝ

ઈરફાન-ઋષિ જ નહિ આ 21 બૉલીવુડ સિતારાઓના અચાનક નિધનથી હલી ગયું હતું બૉલીવુડ, ચાહકો ઊંડા શોકમાં

જાણીતા અભિનેતા રિશી કપૂરનું 67 વર્ષે મુંબઇની એચએન.રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલ ખાતે 30 એપ્રિલના રોજ સવારે 8.45એ અવસાન થયું. રિશી કપૂર છેલ્લા ઘણા સમયથી કેન્સરથી પીડિત હતા. સુત્રો અનુસાર જાણવા મળ્યું કે, રિશી કપૂરની હાલત વધુ ગંભીર હોવાથી તેમને હોસ્પિટલ લઇ જવામાં આવ્યા તથા વેન્ટિલેટર પર રાખવામાં આવ્યાં હતા.

રિશી કપૂરના નિધનના એક દિવસ અગાઉ એટલે કે 29 એપ્રિલના દિવસે અભિનેતા ઇરફાન ખાનનું 53 વર્ષની વયે નિધન થયું. નોંધનીય છે કે ઇરફાન ખાન પણ કેન્સરથી પીડિત હતા. અને તેમની પણ સારવાર ચાલી રહી હતી. બોલિવુડમાં ઘણા એવા જાણીતા કલાકારો હતા. જેમના અચાનક નિધનના સમાચાર આવતા બોલિવુડમાં માતમનો માહોલ છવાઇ ગયો હતો. આવો તેવા કલાકારોને યાદ કરીએ.

1. શ્રીદેવી
24 ફેબ્રુઆરી, 2018ના રોજ દુબઇના જુમૈરા એમિરેટ્સ ટોવર હોટલમાં શ્રીદેવીની મોત થઇ હતી. શરુઆતમાં મોતનું કારણ કાર્ડિએક અરેસ્ટ જણાવવામાં આવ્યું હતું. પરંતુ તપાસ બાદ જાણવા મળ્યું કે, બાથટબમાં ડૂબવાથી શ્રીદેવીનું મોત થયું હતું. ફોરેન્સિક રિપોર્ટ અનુસાર ડૂબવાથી જ થયું હતું. ઉલ્લેખનીય છે કે, શ્રીદેવી પોતાના પરિવાર બોની અને નાની દીકરી ખુશી સાથે ભાણીયા મોહિત મારવાહના લગ્નમાં સામેલ થવા ગઇ હતી. મોહિતના લગ્ન 22 ફેબ્રુઆરીના રોજ થયા હતા.

2. દિવ્યા ભારતી
10 મે 1992માં દિવ્યાએ ડાયરેક્ટર સાજીદ નડિયાદવાલા સાથે લગ્ન કર્યા હતા. લગ્નને વર્ષ પણ થયું ન હતું અને 5 એપ્રિલ 1993માં માત્ર 19 વર્ષની ઉંમરમાં જ પાંચ માળના એપાર્ટમેન્ટના ટેરેસ પરથી કુદવાથી તેની મોત થઇ હતી. જો કે તેની મોત આજે પણ રહસ્ય બનેલી છે. ઉલ્લેખનીય છે કે, વર્ષ 1991થી 1993 વચ્ચે દિવ્યાએ 20થી વધુ ફિલ્મો કરી હતી. જેમાં દિવાના, ગીત, દિલ હી તો હૈ, રંગ, દિલ આશના હૈ વગેરે જેવી ફિલ્મો સામેલ છે.

3. જિયા ખાન
નિશબ્દ, હાઉસફૂલ અને ગજની જેવી ફિલ્મોમાં જોવા મળેલી જિયા ખાન 3 જૂન 2013ના રોજ 25 વર્ષની ઉંમરે જૂહુ ખાતે આવેલા તેના ઘરમાંથી મૃતદેહ મળી આવ્યો હતો. શરુઆતમાં જિયાના મોતને આત્મહત્યા માનવામાં આવતી હતી. પરંતુ જ્યારે જિયાની માતાએ સુરજ પંચોલીને દીકરીનો હત્યારો ગણાવ્યો. રિપોર્ટ અનુસાર, જિયા તેની ડેથ પહેલા પ્રેગ્નેટ થઇ હતી, સુરજે જિયાને અબોશન માટે મેડિશિન આપી હતી. ભ્રુણને સુરજે ટોયલેટમાં નાખ્યું હતું. કહેવામાં આવી રહ્યું છે કે, આ ઘટના બાદ જિયા સંપૂર્ણ રીતે પડી ભાગી હતી.

4. પ્રત્યૂષા બેનર્જી
બાલિકા વધુ ફેમ પ્રત્યૂષા બેનર્જી 1 એપ્રિલ 2016માં મુંબઇ ખાતે આવેલા પોતાના ફ્લેટમાં પંખા પર લટકેલી હાલતમાં મળી હતી. તેના ફેમિલી મેમ્બર્સ અને ફ્રેન્ડઝે તેના બોયફ્રેન્ડ રાહુલ રાજ સિંહ પર તેની આત્મહત્યાનો આરોપ લગાવ્યો હતો. રાહુલ પર પ્રત્યૂષાને માર-પીટ કરવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો હતો. પ્રત્યૂષાને મોત થઇ તે વખતે તેની ઉંમર માત્ર 25 વર્ષની જ હતી.

5. સિલ્ક સ્મિતા
સાઉથ ફિલ્મોની એક્ટ્રેસ સિલ્ક સ્મિતાની લાશ 3 સપ્ટેમ્બર, 1996માં તેના ઘરના પંખા પર લટકતી મળી હતી. તે વખતે સિલ્કની ઉંમર 35 વર્ષ હતી. જો કે પોલીસે આ કેસને આત્મહત્યા ગણાવી હતી. પરંતુ ઘણા લોકોનું કહેવું છે, તે ફિલ્મોમાં એક્ટિગ અને ગીતો ગાઇને સારી કમાણી કરતી હતી. તેવામાં તેના ઘણા પ્રોડ્યુસર મિત્રોએ તેને પ્રોડ્યુસર બનીને પૈસા કમાવાની લાલચ આપી, તેઓને પહેલી બે ફિલ્મોમાં જ 2 કરોડનું નુકશાન થયું હતું. તેવામાં તેની ત્રીજી ફિલ્મ પૂરી ન થઇ. ફિલ્મોમાં થયેલા નુકશાનની અસર તેના અંગત જીવન પર પણ થઇ અને તે માનસિક રીતે ભાંગી પડી હતી.

6. સૌદર્યા
8 જુલાઇ 1972માં મુલબગલ, કોલાર(કર્ણાટક) ખાતે જન્મેલી સૌદર્યા તેલગુ સિનેમાની અભિનેત્રી હતી. હિન્દી ફિલ્મોની વાત કરીએ તો તેણે અમિતાભ સાથે સુર્યવંશમમાં કામ કર્યું હતું. 2003માં પ્લેન ક્રેશમાં સૌદર્યાનું દુઃખદ અવસાન થયું હતું.

7. કુણાલ સિંહ
કુણાલ સિંહ તમિલ સિનેમા સાથે જોડાયેલા હતા. તેની પહેલી તમિલ ફિલ્મ ખુબ જ લોકપ્રિય બની પરંતુ ત્યાર બાદ તેની દરેક ફિલ્મે અસફળતાનો સામનો કરવો પડ્યો હતો. આખરે 7 ફેબ્રુઆરીના રોજ મુંબઇ ખાતે પોતાના એપાર્ટમેન્ટમાં પંખા પર લટકીને આત્મહત્યા કરી હતી. તેની આત્મહત્યા કરવા પાછળનું કારણ આજ સુધી સામે આવ્યું નથી.

8. પરવીન બાબી
પરવીન બાબીનું મોત પણ રહસ્ય જ બની ગયું છે. પરવીન 20 જાન્યુઆરી 2005માં પોતાના ફ્લેટમાં મૃત હાલતમાં મળી હતી. તે છેલ્લા કેટલાક સમયથી નશીલા પદાર્થોનું સેવન કરતી હતી. જ્યારે 3 દિવસ સુધી તેના ઘરની બહાર અખબાર અને દુધના પેકેટ લેવા માટે પણ દરવાજો ન ખોલ્યો ત્યારે સોસાયટીના લોકોએ પોલિસને ફોન કર્યો. પોલિસે જ્યારે દરવાજો ખોલ્યો ત્યારે પરવીન બાબીનું શબ મળી આવ્યું.

9. ઇન્દર કુમાર
ફિલ્મ માસૂમથી ડેબ્યુ કરનાર અભિનેતાનું 44 વર્ષ જુલાઇ 2017માં પોતાના ઘરમાં જ નિધન થયું હતું. પત્ની પલ્લવીએ કહ્યું કે, ડોક્ટરે કહ્યું છે કે રાત્રે ઉંઘમાં હાર્ટ એટેક આવવાથી મોત થયું છે. ઇન્દર કુમારે 24 કલાક પહેલા પોતાના ઇનસ્ટાગ્રામ પર લાસ્ટ પોસ્ટમાં ફોટોની સાથે કેપ્શનમાં Peace. લખ્યું હતું.

10. સંદીપ આચાર્ય
રિયાલિટી શો ઇન્ડિયન આઇડલ-2નો ખિતાબ મેળવનાર સંદીપ આચાર્યની બીમારીના કારણે મોત થયું હતું. સંદીપ લાબા સમયથી બીમાર હતો પરંતુ તેણે બેદરકારી રાખી અને પોતાની સારવાર પર ધ્યાન ન આપ્યું આખરે વર્ષ 2013માં ગુડગાંવની હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા.

11. ઓમ પૂરી
100થી વધુ હિન્દી ફિલ્મો અને 20 હોલિવુડ ફિલ્મોમાં કામ કરી ચૂકેલા ઓમ પૂરીનું મૃતદેહ ઘરમાંથી જ મળી આવ્યો હતો. પોસ્ટમોર્ટમના રિપોર્ટ અનુસાર, માથા માં દોઢ ઇંચ ઉંડો ઘા હતો, કોલર બોનમાં ફેક્ચર પણ હતું.

12. મહેશ આનંદ
બોલિવુડના ખુંખાર વિલન મહેશ આનંદનું મોત રહસ્યમય હાલતમાં થયું હતું. એકલતાના કારણે મૃત્યુ થયું હતું. તેના શબને લેવા કોઇ પણ પહોંચ્યું ન હતું. જ્યારે તેનો દીકરો ત્રિશુલ આનંદ ટોરંટોમાં છે. પોલિસ અનુસાર, મહેશે ઘરમાં ટ્રેક સુટ પહેરેલો હતો, બાજુમાં દારુની બોટલો હતી. તથા ઘરના દરવાજાની બહાર 2-3 ટિફિન હતા., એટલે કે કહી શકાય કે મહેશે બે દિવસથી કંઇ ખાધુ ન હતું.

13. મધુબાલા
મિસ્ટર એન્ડ મિસેજ 55, ચલતી કા નામ ગાડી, બરસાત કી રાત અને મુગલે આઝમ જેવી એવરગ્રીન ફિલ્મોમાં કામ કરનાર અભિનેત્રી લાંબુ ન જીવી શકી. 36 વર્ષની ઉંમરે કેન્સરના કારણે નિધન થયું હતું.

14. તરુણી
રસના ગર્લ નામથી જાણીતી બનેલી તરુણી જેણે ફિલ્મ પા માં અમિતાભ સાથે કામ કર્યુ હતું. તે વર્ષ 2012માં નેપાળમાં થયેલા પ્લેન ક્રેશમાં મૃત્યુ પામી હતી.

15. કવિ કુમારા આઝાદ
કવિ કુમાર આઝાદ એટલે તારક મહેતાના ડો. હંસરાજ હાથીને અચાનક હૃદયમાં દુખાવો થવા લાગ્યો. હોસ્પિટલ લઇ ગયા ત્યાં ખબર પડી કે હાર્ટ એટેક આવવાના કારણે તેમનું મૃત્યુ થયું છે.

16. શિવલેખ સિંહ
છતીસગઢમાં રાયપુર પાસે ઘરસીવાં ગામ આવેલું છે, ત્યાં કાર એક્સિડન્ટમાં ચાઇલ્ડ આર્ટિસ્ટ શિવલેખ સિંહની મોત થઇ હતી. ઉલ્લેખનીય છે, કે સિમર કા સસુરાલમાં શિવલેખે કામ કર્યું હતું.

17. ગીતા બાલી
બ્રિટિશ ઇન્ડિયામાં જન્મેલી ગીતા બાલી એટલે કે શમ્મી કપૂરની પહેલી પત્ની જેણે અલબેલા, ભગવાન દાદા, વચન અને બાજી જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું. વર્ષ 1965માં શીતળાનો રોગ થવાથી અવસાન પામી હતી.

18. ગુરુદત્ત
ગુરુદત્ત સાહેબે ફિલ્મ કાગજ કે ફૂલ, પ્યાસા, સાહિબ બીબી ઓર ગુલામ જેવી ક્લાસિક ભૂમિકાઓ ભજવી છે. 9જુલાઇ 1925માં જન્મેલા ગુરુદત્તે 39 વર્ષની ઉંમરે આત્મહત્યા કરી હતી.

19. નફીસા જોસેફ
1997માં મિસ ઇન્ડિયા યુનિવર્સનો તાજ પોતાના નામે કરનારી નફીસાએ માત્ર 26 વર્ષની ઉંમરે ગળે ફાંસો ખાઇને આત્મહત્યા કરી હતી. એમટીવી પર શો હોસ્ટ કર્યો હતો, તથા ફિલ્મ તાલમાં ટીવી સિરિયલ સી.એ.ટી.સીમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.

20.સ્મિતા પાટીલ

Image source

સ્મિતા પાટીલ નિધન 31 વર્ષની ઉંમરમાં થયું હતું.  એક માહિતી અનુસાર, સ્મિતા પાટીલનું નિધન તેને પ્રતીકને જન્મ આપ્યાના થોડા જ સમયમાં મોત થયું હતું. સ્મિતા પાટીલે  10 વર્ષમાં જ બોલીવુડમાં જગ્યા બનાવી લીધી હતી.

21. રાજેશ ખન્ના

Image source

29 ડિસેમ્બર 1942ના પંજાબના અમૃતસર જન્મેલા રાજેશ ખન્નાનું લીવર સંક્ર્મણથી 69 વર્ષની વયે નિધન થયું હતું. રાજેશ  ખન્નાએ 1966 માં આવેલી ફિલ્મ  આખિરી ખતથી બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું.

Author: thegujjurocks.in