ન્યુઝ બૉલીવુડ લાઈફ સ્ટાઈલ

કુંવારી હોવા છતાં ફિલ્મમોમાં માતા બની ગઈ આ 8 હોટ અભિનેત્રીઓ, આજે પણ થાય છે તે પાત્રની ચર્ચા

બોલીવુડમાં ઘણીં એવી અભિનેત્રીઓ છે જેમને પોતાના સુંદર દેખાવ અને અભિનયના કારણે ચાહકોનું દિલ જીત્યું છે. અને પોતાની મહેનતના કારણે જ બોલીવુડમાં પણ રાજ કરે છે, ઘણી અભિનેત્રીઓ હજુ લગ્નના બંધનથી નથી બંધાઈ અને લગ્ન પહેલા જ કુંવારી હોવા છતાં પણ તેમને કેટલીક ફિલ્મોમાં માનો અભિનય કર્યો હતો. આજે આપણે એવી જ 8 અભિનેત્રીઓ જોઈએ જે માતાના કિરદારમાં પણ ચર્ચાઓમાં રહી.

1. દીપિકા પાદુકોણ:
અભિનેત્રી દીપિકા પાદુકોણ બોલીવુડનું એક મોટું નામ છે, જો કે તેને હાલ તો અભિનેતા રણવીર સિંગ સાથે લગ્ન કરી લીધા છે પરંતુ લગ્ન પહેલા પણ તે માતાના કિરદારમાં નજર આવી છે ફિલ્મ “બાજીરાવ મસ્તાની”માં. આ ફિલ્મમાં રણવીર સાથેની તેની જોડીને પણ ઘણી જ પસંદ કરવામાં આવી હતી.

2. અમિષા પટેલ:
અભિનેત્રી અમિષા પટેલ તો આજે બોલીવુડમાંથી દૂર થઇ ગઈ છે પરંતુ તેને પણ માતાનો કિરદાર નિભાવ્યો છે. “ગદર” ફિલ્મમાં તેને માતાની ભૂમિકા ખુબ જ સુંદર રીતે નિભાવી હતી.

3. કંગના રનૌત: 
અભિનેત્રી કંગન રનૌત બોલીવુડની એક ખ્યાતનામ અભિનેત્રીઓમાં એક છે તેને ઘણી ફિલ્મો પોતાના એકલાના ડેમ ઉપર હિટ કરાવી છે. ફિલ્મ “મણિકર્ણિકા” તેને રાની લક્ષ્મીબાઈનો કિરદાર નિભાવ્યો હતો અને એક માતાના કિરદારમાં તે ખુબ સફળ રહી.

4. જેકલીન ફર્નાન્ડિસ:
બોલીવુડની ખુબ જ હોટ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિસે પણ પડદા ઉપર માતાની ભૂમિકા ભજવી છે. વર્ષ 2015માં આવેલી ફિલ્મ “બ્રધર્સ” તે માતાની ભૂમિકામાં જોવા મળી હતી.

5. કૈટરીના કૈફ:
બોલીવુડની ખુબ જ સુંદર અભિનેત્રી કૈટરીના કેફ પણ પડદા ઉપર મા બની ચુકી છે. તે વર્ષ 2009માં આવેલી ફિલ્મ “ન્યુ યોર્ક”માં માતાના રોલમાં જોવા મળી હતી.

6. પ્રિયંકા ચોપડા:
પ્રિયંકા ચોપડા બોલીવુડમાં જ નહિ પરંતુ હોલીવુડમાં આગવું નામ ધરાવે છે, તેને નિક જોનાસ સાથે લગ્ન તો કરી લીધા પણ મા તે પહેલા જ ફિલ્મ “મેરી કોમ” અને “બાજીરાવ મસ્તાની” મા તરીકેની ભુમમિક ભજવી ચુકી છે.

7. રુચા ચડ્ડા:
અભિનેત્રી રુચા ચડ્ડા પણ બોલીવુડમાં પોતાનો જાદુ વિખેરી રહી છે. તે વર્ષ 2012માં આવેલી ફિલ્મ “ગેંગ ઓફ વાસેપુર”માં માતાના રોલમાં જોવા મળી હતી.

8. યામી ગૌતમ:
યામી ગૌતમ પણ ફિલ્મ “બદલાપૂર”માં વરુણ ધવનની પત્ની બતાવવામાં આવે છે, આ ફિલ્મમાં તે એક માતાના કિરદારમાં જોવા મળે છે.