ન્યુઝ

દિયરના લગ્નની વાત ભંગાવવા ભાભીએ તમામ હદ વટાવી દીધી, સુરત પોલીસ તપાસમાં ખુલ્યું રહસ્ય

આપણા સમાજમાં ઘણા લોકો એવા હોય છે જેને એકબીજા સુખ જોયું નથી જતું અને ખાસ કરીને લગ્નની બાબતમાં. કોઈના પણ લગ્ન નક્કી થયા હોય ત્યારે આપણા જ સમાજના ઘણા લોકો અંદર ઘૂસીને છાની રીતે લગ્ન તોડાવતાં હોય છે, ઘણા લોકો તો પોતાના જ ઘરના પણ હોય છે, પરંતુ સુરતમાંથી એક એવો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે જે વાંચીને તમારા પણ હોશ ઉડી જાય.

Image Source

સુરતમાં એક યુવકના લગ્ન સુરતમાં જ રહેતી એક યુવતી સાથે નક્કી કરવામાં આવ્યા હતા. લગ્ન નક્કી થયાના થોડા જ સમય બાદ યુવકના ઇન્સ્ટાગ્રામ ઉપર એક આઇડીથી જેની સાથે તેના લગ્ન નક્કી થયા હતા તેના ચારિત્ર્યને લઈને શંકા કરતા મેસેજ આવ્યા હતા.

આ એકાઉન્ટની ઓળખ તે યુવકને યુવતીના પ્રેમી તરીકે આપવામાં આવી હતી. આ સિવાય પણ બીજા 3 ફેક એકાઉંટ બનાવીને યુવકને મેસેજ કરી યુવતીના ચારિત્ર્યને લઈને શંકા વ્યક્ત કરવામાં આવી હતી.

Image Source

આટલે જ ના અટકતા યુવકના ઘરે તે યુવતી અને તેની ભાભીના ચારિત્ર્યને લઈને એક ચિઠ્ઠી પણ મોકલવામાં આવી હતી સાથે યુવકને ધમકી પણ આપવામાં આવી હતી, જેના બાદ સાયબર સેલમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

જયારે સાયબર સેલ ધ્વરા તપાસ કરવામાં આવી ત્યારે હકીકત સામે આવી કે ફેક એકાઉન્ટ બનાવીને મેસેજ કરનાર બીજું કોઈ નહીં પરંતુ યુવકના 27 વર્ષના ભાભી જ હતા, જેના લગ્ન એક વર્ષ પહેલા જ યુવકના ભાઈ સાથે થયા હતા. અને પરિવાર પણ તેને દીકરીની જેમ રાખતો હતો.

Image Source

પોલીસ દ્વારા જયારે તેના ભાભીની ધરપકડ કરવામાં આવી ત્યારે તેના ભાભીએ પણ ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. તેના ભાભીએ જણાવ્યું કે જે યુવક સાથે યુવતીના લગ્ન થયા હતા તે તેમને ગમી નહોતી, અને પોતાના ઘરમાં તે બરાબર સેટ થઇ શકે તેમ નહોતી જેના કારણે તેમને આવું પગલું ભરવા માટે મજબુર થવું પડ્યું હતું.

Image Source

તે યુવક અને યુવતીની સગાઈ નક્કી થાય એ પહેલા જ તે આ રીતે ફેક એકાઉન્ટ દ્વારા લગ્ન તોડાવવા માંગતા હતા.  પોલીસે ભાભીની ધરપકડ કર્યા બાદ પરિવારજનોએ પણ ભાભીની વાત સમજી હતી અને પછી તેમને ઘરે પણ લઇ ગયા હતા.

Author: thegujjurocks.in