ઉપાય સ્વાસ્થ્ય

છાશમાં માત્ર આ એક વસ્તુ ઉમેરો અને મેળવો પેટને લગતી તમામ સમસ્યાઓથી છુટકારો, અમૃત સમાન છે છાશ…

આજના સમયમાં લોકોને બહારની ખાણી પીણીનો શોખ વધી ગયો છે.જેને લીધે આજે મોટાભાગના લોકોને પેટને લગતી સમસ્યા વધી ગઈ છે. એક ઘરની અંદર એક વ્યક્તિ તો એવી મળી જ જશે જેને ગેસ,એસિડિટી,અપચો વગેરે જેવી સમસ્યા હોય.

Image Source

એવામાં તમારી આ સમસ્યા ખર્ચા વગર અને એકદમ સરળ રીતે દૂર કરી શકાય છે. આજે અમે તમારા માટે છાશનો એવો ઉપાય લઈને આવ્યા છીએ જેના દ્વારા તમે પેટને લગતી તથા અન્ય ઘણી સાસમ્યાઓથી છુટકારો મેળવી શકશો.

છાશની અંદર માત્ર આ વસ્તુ ઉમેરીને પીવાથી અનેક સમસ્યાઓનું સમાધાન થઇ શકે છે, ખાસ કરીને પેટને લગતી બીમારીઓ માટે છાશ એક રામબાણ ઈલાજ છે. આવો તો તમને જણાવીએ છાશના ઉપાય વિશે.

1.આંખ માટે ફાયદેમંદ:
ગરમીને લીધે આંખોમાં લાલાશ આવી જવી, બળતરા થવી કે ખંજવાળ આવવી જેવી સમસ્યાઓ મોટાભાગે જોવા મળે છે. આ સમસ્યાને દૂર કરવા માટે છાશનું સેવન રામબાણ ઈલાજ છે. રોજ છાશ પીવાથી આ સમસ્યામાંથી છુટકારો મેળવી શકાય છે.

Image Source

2.હાડકાને બનાવે છે મજબૂત:
હાડકાની  મજબૂતી માટે જવાબદાર કેલ્શિયમ છે, એવામાં છાશ કેલ્શિયનો ભરપુર સ્ત્રોત માનવામાં આવે છે. હાડકાની મજબૂતી માટે રોજ છાશનું સેવન કરવું જોઈએ.

Image Source

3.વિટામિનના સ્ત્રોત માટે:
છાશ વિટામિન્સનો પણ ભરપૂર સ્ત્રોત માનવામાં આવે છે.શરીરને જરૂરી એવા વિટામિન્સ સી, એ, ઈ, કે, અને બી છાશની અંદરથી જરૂરી માત્રામાં મળી આવે છે.

Image Source

4. લુ થી બચવા માટે:
છાશ શરીરને અંદરથી ઠંડક આપે છે એવામાં ઉનાળામાં લુ થી બચવા માટે છાશનું સેવન તમને રાહત આપે છે.

Image Source

5.એસીડીટી:
આજે મોટાભાગના લોકોને એસીડીટીની સમસ્યા સામાન્ય બની ગઈ છે. એસિડિટને હમેંશાને માટે જડમૂળમાંથી દૂર કરવા માટે છાશનો ઉપાય તમને મદદ કરી શકે છે. જેના માટે એક ગ્લાસ છાશની અંદર કાળા મરીનો પાઉડર,સિંધવ મીઠું અને થોડી ખાંડ ઉમેરીને પીવાથી એસીડીટીની સમસ્યાથી રાહત મળે છે.

Image Source

6.પાચનક્રિયા માટે:
મોટાભાગે લોકોને અપચો થવાની સમસ્યા રહેતી હોય છે.એવામાં જમ્યા પછી તરત જ સુઈ જવા પર અપચો કે પેટ ભારે થઇ જાવાની સમસ્યા ઘર કરી જાય છે. પાચનક્રિયાને સુધારવા માટે એક ગ્લાસ છાશની અંદર કાળા મરિનો પાઉડર,સિંધવ મીઠું અને જીરા પાઉડર મિક્સ કરીને ધીમે- ધીમે પીવાથી રાહત મળે છે.

Image Source

7.કોલેસ્ટ્રોલ:
છાશનું સેવન કોલેસ્ટ્રોલની માત્રાને ઘટાડવાની સાથે સાથે હૃદયના હુમલાથી પણ બચાવે છે.રોજ છાશનું સેવન કરવું તમારા વધતા વજનને નિયંત્રણમાં રાખે છે.

8.કબજિયાત:
કબજિયાતથી છુટકારો મેળવવા માટે દહીં કે છાશની અંદર ફોદીનો મિક્સ કરીને લસ્સી જેવું બનાવીને પીવાથી રાહત મળે છે.

Author: TheGujjuRocks.in