અજબ ગજબ

બનારસની આ લેડી ડોકટર પોતાના નર્સિંગ હોમમાં દીકરીના જન્મ પર નથી લેતી ફી…

‘મોં મીઠું કરો, નર્સિંગ હોમમાં દીકરીનો જન્મ થયો છે…’ આ શબ્દો ડૉ. શિપ્રાના ઘરે સાંભળવા મળે છે. તેઓ દીકરીના જન્મ પર ફી નથી લેતા અને આખા નર્સિંગ હોમમાં મીઠાઈ વહેંચે છે. બીએચયુથી એમબીબીએસ અને એમડી કરી ચુકેલ શિપ્રા વારાણસીના પહાડી ક્ષેત્રમાં નર્સિંગ હોમ ચલાવે છે.

Image Source

કન્યા ભ્રુણ હત્યાને રોકવા માટે અને છોકરીઓના જન્મને પ્રોત્સાહન આપવા માટે વારાણસીના આ ડોકટર દંપત્તિ પણ ઉતરી ગયા છે. તે બાળકીના જન્મ પર પરિવારમાં ફેલાયેલી માયૂસીને દૂર કરવા માટે મુહિમ ચલાવી રહ્યા છે. તેના ચાલતા જો તેના નર્સિંગ હોમમાં જો કોઈ મહિલા બાળકીને જન્મ આપે છે, તો તેની પાસેથી કોઈપણ જાતનો ચાર્જ લેવામાં આવતો નથી.

Image Source

ગરીબીને કારણે જયારે ઘરમાં દીકરીનો જન્મ થાય છે તો ઘણા લોકો રડવા પણ લાગે છે. આ જ વિચારોને તેઓ બદલવાની કોશિશ કરી રહયા છે. એટલે જ દીકરીના જન્મ થવા પર તેઓ ફી નથી લેતા અને બેડ ચાર્જ પણ નથી લેતા. જો ઓપરેશન કરવું પડે તો એ પણ મફતમાં જ કરી આપે છે. અત્યાર સુધીમાં 100 જેટલી દીકરીઓના જન્મ પર તેમને ચાર્જ નથી લીધો.

Image Source

ડૉ. શિપ્રા ધર દ્વારા તેના હોસ્પિટલમાં દીકરીના જન્મ થવા પર કોઈ ફી ન લેવાની જાણકારી થતા જ વારાણસી આવેલા પ્રધાનમંત્રી ખાસ પ્રભાવિત થયા હતા. આ પછી પ્રધાનમંત્રીએ પોતાના સંબોધનમાં દેશના દરેક ડોકટરોને આહવાન કર્યું કે દરેક મહિનાની નવ તારીખના રોજ જન્મ લેનારી બાળકીઓ માટે કોઈ જ ફી લેવામાં ન આવે. તેનાથી બેટી બચાવો, બેટી પઢાઓની ધારણાને પણ બળ મળશે.

Image Source

ડોક્ટર શિપ્રાએ ઘણી ગરીબ બાળકીઓના અભ્યાસનો ખર્ચ પણ ઉઠાવ્યો છે. તેઓ નર્સિંગ હોમમાં છોકરીઓને ભણાવે છે. ઘરોમાં કામ કરનારી ઘણી બાળકીઓ તેમની પાસે ભણવા માટે આવે છે. આર્થિક રીતે નબળા પરિવારની દીકરીઓને સુકન્યા સમૃદ્ધિ યોજનાનો લાભ આપવામાં પણ મદદ કરે છે. શિપ્રાએ કહ્યું કે તેમના પતિ ડૉ. મનોજ કુમાર શ્રીવાસ્તવ ફિઝિશિયન છે અને તે પણ તેમનો પૂરો સાથ આપે છે.

Image Source

ડૉ. શિપ્રાનું માનવું છે કે સનાતન કાળથી દીકરીઓને લક્ષ્મીનો દરજ્જો આપવામાં આવ્યો છે. દેશ વિજ્ઞાન-ટેક્નિકની રાહ પર પણ આગળ વધી રહ્યો છે. તેમ છતાં પણ કન્યા ભ્રુણ હત્યા જેવા કુકૃત્ય એક સભ્ય સમાજ માટે અભિશાપ છે. એમ પણ જ્યા દીકરીના જન્મ પર ખુશી નથી, ત્યાં પૈસા શું કામના.

Image Source

જો દીકરીઓ માટે સમાજના વિચારો બદલાઈ શકે તો તેઓ ખુદને સફળ સમજે.

Author: thegujjurocks.in